Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં પંચાયતી રાજના જનપ્રતિનિધિઓને તાલીમ:સુશાસન અને પારદર્શિતા માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજાયો, યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન અપાયું

    23 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓ અને સદસ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને વધુ અસરકારક, પારદર્શક અને જવાબદાર બનાવવાનો છે. જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા પંચાયતી રાજ વ્યવસ્થાની ભૂમિકા, ગ્રામ વિકાસ યોજનાઓનું અસરકારક અમલીકરણ, સુશાસન, નાણાકીય વ્યવસ્થાપન અને જનકલ્યાણલક્ષી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. જનપ્રતિનિધિઓને ગ્રામ્ય વિકાસમાં સક્રિય ભાગીદાર બની લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા અને વિકાસલક્ષી કાર્યોમાં વધુ કાર્યક્ષમતાથી કામ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ વસંત પુરોહિતે જણાવ્યું હતું કે, આ તાલીમનો મુખ્ય હેતુ જનપ્રતિનિધિઓ સમયનો સદુપયોગ કરી, પોતાને સતત અપગ્રેડ કરીને વધુ કાર્યક્ષમ બને તે છે. તેમણે તમામ પદાધિકારીઓ અને સદસ્યોને ટીમ ભાવનાથી કાર્ય કરીને બનાસકાંઠા જિલ્લાને વિકાસની દિશામાં અગ્રેસર બનાવવા અને વહીવટી કામગીરીને ગતિ આપવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચાડવા પ્રતિબદ્ધતા સાથે કામ કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે, આ ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ વિકાસલક્ષી કાર્યોના અસરકારક આયોજન અને અમલીકરણમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે ઉમેર્યું કે, આ તાલીમ દ્વારા જનપ્રતિનિધિઓને વિકાસ માટેનો નવો દ્રષ્ટિકોણ અને અસરકારક માર્ગદર્શન મળશે, જેનાથી તેઓ વધુ કાર્યક્ષમતા સાથે લોકોની સેવા કરી શકશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિત, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના નવનિયુક્ત જનપ્રતિનિધિઓ, તેમજ પંચાયત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરના સાત કુંડા ધોધનો મન મોહી લે તેવો ડ્રોન વિડીયો:વરસાદી માહોલમાં સોળે કલાએ ખીલી ઊઠ્યો વોટરફોલ, આસપાસના ડુંગરો લીલીછમ હરિયાળીથી ઢંકાયા
    Next Article
    No assessment done on percentage of vehicles fully compliant with E20 petrol, says government

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment