Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં આંતરરાષ્ટ્રીય મેન્ગ્રોવ દિવસની ઉજવણી:વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો એક મંચ પર

    15 hours ago

    ભુજમાં આંતરરાષ્ટ્રીય મેન્ગ્રોવ પર્યાવરણીય તંત્ર સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ ફોરેસ્ટ સર્કલ, ગુજરાત વન વિભાગ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE) દ્વારા રીજેન્ટા રિસોર્ટ ખાતે સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, વૈજ્ઞાનિકો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી, અદાણી એન્ટરપ્રાઇઝિસ અને સ્થાનિક ગ્રામ્ય સંસ્થાઓ સહિત પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત વિવિધ હિતધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મેન્ગ્રોવ એટલે કે ચેરના જંગલોના પર્યાવરણીય, સામાજિક અને આર્થિક મહત્વ અંગે જાગૃતિ લાવવાનો હતો. સાથે જ તેના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટેના સંકલિત પ્રયાસોને વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય હતું. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલે જણાવ્યું હતું કે, કચ્છના દરિયાકાંઠા માટે મેન્ગ્રોવ કુદરતી રક્ષણ કવચ સમાન છે અને આ અમૂલ્ય સંપત્તિનું સંવર્ધન અત્યંત આવશ્યક છે. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ દરિયાકાંઠાની જૈવવિવિધતા, આબોહવા પરિવર્તન સામે મેન્ગ્રોવની અસરકારક ભૂમિકા, દરિયાઈ ધોવાણ રોકવામાં તેનું યોગદાન અને સ્થાનિક સમુદાયોની ટકાઉ આજીવિકા જેવા વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને, કચ્છના કોરી ક્રીક અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં હાથ ધરાયેલા મેન્ગ્રોવ પુનઃસ્થાપનના સફળ પ્રયાસોની માહિતી પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે 'કચ્છ માટે મેન્ગ્રોવ વાવેતર માર્ગદર્શિકા'નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિક અભિગમ સાથે તૈયાર કરાયેલી આ માર્ગદર્શિકા વન અધિકારીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ અને ક્ષેત્ર કર્મચારીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તેમાં સ્થળની પસંદગીથી લઈને નર્સરી વિકાસ, વિવિધ પ્રજાતિઓનું વાવેતર, હાઇડ્રોલોજીકલ વ્યવસ્થાપન અને વાવેતર પછીની સંભાળ સુધીની સમગ્ર પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામાં આવી છે. કાર્યક્રમના અંતે, સહભાગીઓએ કચ્છના અનોખા ચેર વનોના સંરક્ષણ માટે સંયુક્ત રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સાથે જ, વૈજ્ઞાનિક સહયોગ, જ્ઞાનના આદાન-પ્રદાન અને જનજાગૃતિ દ્વારા આગામી પેઢીઓ માટે દરિયાકાંઠાના આ અમૂલ્ય કુદરતી વારસાને વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અર્શદીપ સિંહ 'ક્લીન બોલ્ડ':ભૂરી આંખોવાળી છોકરીના પ્રેમમાં પાગલ થયો, રોમેન્ટિક ફોટો શેર કર્યો; સોશિયલ મીડિયામાં કન્ફર્મ કરી લવ સ્ટોરી; લખ્યું- My Person
    Next Article
    LeBron James Picked Philadelphia, Eight Years After Billboards Asked Him To Come To 76ers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment