Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીને હેરાન કરતા પતિને અભયમે પાઠ ભણાવ્યો:પતિના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળેલી મહિલાની મદદ માંગી, પતિને દેવું વધતા વ્યસને ચડ્યો

    1 week ago

    વડોદરા શહેરમાં પતિના સતત માનસિક-શારીરિક ત્રાસ અને શંકાશીલ સ્વભાવથી કંટાળી ગયેલી એક પીડિત મહિલા માટે '181 અભયમ' મહિલા હેલ્પલાઈન દેવદૂત સાબિત થઈ છે. અભયમની ટીમે ત્વરિત ઘટનાસ્થળે પહોંચી પતિ અને પત્નીનું કાયદાકીય અને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કરી 18 વર્ષ જૂના સંસારને તૂટતો બચાવી લીધો છે. બ્યુટી પાર્લર પર જઈને હંગામો કરતો પતિ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાની પીડિત મહિલાના લગ્નને 18 વર્ષ થઈ ચૂક્યા છે અને તેમને સંતાનમાં એક દીકરી તથા એક દીકરો છે. ઘરનું ગુજરાન ચલાવવા માટે મહિલા પોતે બ્યુટી પાર્લર ચલાવે છે, જ્યારે પતિ હાલ કોઈ જ કામધંધો કરતો નહોતો. પતિ ઘરની આર્થિક જવાબદારી ઉપાડવાને બદલે વ્યસન પાછળ પૈસા ઉડાવી રોજ પત્ની સાથે મારઝૂડ અને અપશબ્દો બોલી શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. ફક્ત એટલું જ નહીં, પતિ પત્નીના ચારિત્ર્ય પર ખોટી શંકાઓ કરી તે જ્યાં બ્યુટી પાર્લર ચલાવતી હતી ત્યાં આવીને પણ હંગામો મચાવતો હતો. ઘરમાં સતત અશાંતિ અને હિંસાના વાતાવરણથી નાનો દીકરો પણ ગભરાઈ ગયો હતો. સાસુ-સસરા અલગ રહેતા હોવાથી પતિને રોકનારું કોઈ ન હતું, અને તે છૂટાછેડા આપવાની પણ ના પાડતો હતો. આખરે કંટાળીને મહિલાએ 181 અભયમની મદદ માગી હતી. અભયમની ટીમે કાયદાનો ડર અને નૈતિક ફરજોનું ભાન કરાવ્યું મહિલાનો કોલ મળતા જ 181 અભયમની ટીમ તુરંત તેના ઘરે પહોંચી હતી. અભયમની ટીમે પતિને ઘરેલુ હિંસા વિરોધી કાયદાની કડક જોગવાઈઓ, તેના ગંભીર પરિણામો અને પત્નીના કાર્યસ્થળે જઈને ત્રાસ આપવા બદલ થઈ શકતી કાનૂની કાર્યવાહી અંગે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી. આ સાથે તેને પરિવાર અને સંતાનો પ્રત્યેની એક પિતા અને પતિ તરીકેની નૈતિક ફરજોનું પણ ભાન કરાવ્યું હતું. પતિને ભૂલનું ભાન થતાં સુખદ સમાધાન અભયમની કાયદાકીય સમજાવટ અને કડક વલણ બાદ પતિને પોતાની ભૂલનું ભાન થયું હતું. તેણે ભવિષ્યમાં પત્ની સાથે કોઈપણ પ્રકારની હિંસા કે શંકા ન કરવાની તેમજ પરિવારની તમામ જવાબદારીઓ ઉપાડવાની લેખિત ખાતરી આપી હતી. અભયમની આ સફળ મધ્યસ્થતાના પરિણામે દંપતી વચ્ચે સુખદ સમાધાન શક્ય બન્યું હતું. અભયમની કડક સમજાવટ બાદ પતિએ ખુલાસો કર્યો હતો કે, તેના પર દેવું વધી ગયું હોવાના કારણે તે ટેન્શનમાં રહેતો હતો. આ માનસિક તણાવ અને વ્યસનના લીધે તે પત્ની પર ગુસ્સો ઉતારતો હતો. તેણે પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં ક્યારેય આવું ગેરવર્તન ન કરવાની અને પરિવારની સંપૂર્ણ જવાબદારી નિભાવવાની લેખિત ખાતરી આપી હતી. પત્નીએ પણ સંસાર બચાવવાના હેતુથી સમાધાનનો આગ્રહ રાખતા મામલો સુખદ રીતે ઉકેલાયો હતો.
    Click here to Read More
    Previous Article
    At Jantar Mantar, a protest erased under paint, yet its memories linger
    Next Article
    જામનગરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી:8-ગુજરાત નેવલ યુનિટ NCC દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment