Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓલપાડના કનાદમાં બાળક પાણી ભરેલા ખાડામાં ડૂબ્યું:સ્વામિનારાયણ મંદિર પાસે ગટર લાઇનના ખાડામાં મોત

    1 day ago

    ઓલપાડ તાલુકાના કનાદ ગામે એક દુર્ઘટનામાં આશરે સાડા છ વર્ષના બાળકનું પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, કનાદ ગામે નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરના સભા મંડપની સામે ગટર લાઇન બનાવવા માટે આશરે બે થી ત્રણ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. વરસાદને કારણે આ ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. મજૂર કોલોનીમાં રહેતો આદેશ રામપ્રવેશ કુમાર દાસ (ઉંમર 06 વર્ષ 04 માસ 09 દિવસ) રમતા રમતા અથવા અકસ્માતે આ પાણી ભરેલા ખુલ્લા ખાડામાં પડી ગયો હતો. જેના કારણે તેનું ડૂબી જવાથી મોત થયું હતું. આ મામલે મૃતક બાળકના પિતા રામપ્રવેશ કુમાર (મૂળ રહે. બંગાહા, બિહાર) દ્વારા ઓલપાડ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. ઓલપાડ પોલીસ દ્વારા હાલ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કિશોરનું સગીરા પર બે દિવસમાં 3 વાર દુષ્કર્મ:MPથી ભાગી આવી છેલ્લા બે મહિનાથી સુરતમાં રહેતી, કિશોરે મજબૂરીનો લાભ ઉઠાવી પ્રેમજાળમાં ફસાવી
    Next Article
    Karnataka’s forgotten 300-year-old stepwell restored after decades of neglect

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment