Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફર:એશિયાનો સૌથી મોટો કાષ્ઠ મહેલ

    13 hours ago

    નિતુલ ગજ્જર કન્યાકુમારી જિલ્લામાં વેસ્ટર્ન ઘાટનો ભાગ ગણાતી વેલી હિલ્સની તળેટીમાં સ્થિત છે પદ્મનાભપુરમ પેલેસ. જેને આપણા દેશનો સૌથી જૂનો રાજમહેલ પણ માનવામાં આવે છે. એક સમયે તિરુવાંકુર રાજ્યનો ભાગ ગણાતો આ પેલેસ આમ ભલે તમિલનાડુમાં સ્થિત હોય, પરંતુ તેના સંચાલનની જવાબદારી કેરળ સરકારને માથે છે. કુલ 186 એકરના વિસ્તારમાં ફેલાયેલા પદ્મનાભપુરમ કિલ્લા પરિસરનો જ ભાગ એવો આ પેલેસ 6.5 એકરમાં વિસ્તરેલો છે. આ પેલેસમાં કુલ મળીને 14 સંકુલ છે અને તેમાંથી મોટા ભાગના વિસ્તારમાં લોકો ફરી શકે છે. પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત કેરળ તેનાં સ્થાપત્યો માટે પણ શા માટે વખણાય છે તેનો જવાબ પદ્મનાભપુરમ પેલેસ જોવાથી મળે છે. ગ્રેનાઇટથી બનેલી બહારની દીવાલો, સંપૂર્ણપણે લાકડાંંમાંથી નિર્માણ પામેલ આ મહેલની ઢાળવાળી છત, લાકડાંંના થાંભલા, કોતરેલા કૌંસ, જાળીવાળી બારીઓ અને રસપ્રદ ભીંતચિત્રો આ મહેલના સૌંદર્યમાં વધારો કરે છે. આ પેલેસના નિર્માણમાં સાગ, ગુલાબ અને ફણસનું લાકડું વાપરવામાં આવ્યું છે. પદ્મનાભપુરમ પેલેસના મધ્યમાં ‘થાઈ કોટ્ટારમ’ છે, જે તેની સૌથી જૂની રચના છે અને એક સમયે પ્રાર્થના કરવાના સ્થાન તરીકે તેનો ઉપયોગ થતો હતો. અહીં પાસે જ છે ‘ઉપ્પીરીક્કા મલિકા’, જે આ મહેલનું સૌથી ઊંચું સ્થાન છે. 1744માં મહારાજા માર્તંડ વર્મા દ્વારા આ ચાર માળની ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉપરના માળ રાજાને આરામ કરવા માટે હતા અને નીચેના માળે રાજાનો ખજાનો મૂકવામાં આવતો. આ ઉપરાંત મહેલમાં રાજ્યના અધિકારીઓ અને શાહી મહેમાનો માટે સ્વાગત ખંડ તરીકે સેવા આપતી ‘મંત્રશાળા’, આજે પણ કાર્યરત 300 વર્ષ જૂની રોમન અંકવાળી ઘડિયાળ ‘મણિ મેડા’, દરબાર હોલ, બેલ્જિયમ અરીસાઓ, ચાઇનીઝ જાર અને કોતરણી, પિત્તળના દીવડા જડીને કોતરેલા સ્તંભ વગેરે પુષ્કળ આકર્ષણો છે જે તમને પળવાર મંત્રમુગ્ધ કરી દેશે. મહેલમાં જ એ વખતના શસ્ત્રો, ચિત્રો અને પરંપરાગત ફર્નિચરનો વ્યાપક સંગ્રહ ધરાવતું નાનકડું સંગ્રહાલય પણ છે. પદ્મનાભપુરમ પેલેસનું નિર્માણ 1601માં ઇરવી વર્મા કુલશેખર પેરુમલ દ્વારા કરવામાં આવ્યું હતું. બાદમાં 1750માં આધુનિક તિરુવાંકુરના સ્થાપક રાજા અનિઝમ થિરુનલ માર્તંડ વર્માએ તેનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. લગભગ બે સદી સુધી આ પેલેસ તિરુવાંકુર રાજ્યની રાજધાની પણ હતો. જોકે આઝાદી બાદ ભાષાકીય રીતે ભારતના રાજ્ય પુનર્ગઠન દરમિયાન કન્યાકુમારી તમિલનાડુનો જિલ્લો બન્યો. પરંતુ આ મહેલની માલિકી કેરળ સરકારને સોંપવામાં આવી અને આજે પણ પેલેસની જાળવણી કેરળનું પુરાતત્ત્વ વિભાગ સંભાળે છે. સામાન્ય રીતે રાજમહેલનું નિર્માણ મોટા તેમજ નાયાબ પત્થરોથી કરવામાં આવે છે. પરંતુ આ પેલેસના નિર્માણમાં લાકડાંને મહત્વ આપાયું તે પાછળ ચોક્કસ કારણ છે. તિરુવાંકુર રાજ્યનો પ્રદેશ લાકડાંથી સમૃદ્ધ હતો એટલે ત્યાંની મોટાભાગની ઇમારતો લાકડાંમાંથી બનતી. કેરળમાં ચોમાસું ભારે હોય છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ ઊંચું. માટે લાકડાંનો ઉપયોગ કરવામાં આવે તો ઠંડી હવાની અવરજવરમાં ફાયદો રહે છે. ભેજવાળી અને ઉષ્ણકટિબંધીય આબોહવા આ પાછળનું બીજું પરિબળ હતું. તદુપરાંત સુથારીકામનું પ્રાચીન વિજ્ઞાન અને તક્ષશાસ્ત્રના સિદ્ધાંતોનો પણ મહેલના બાંધકામ પર મોટો પ્રભાવ હતો. વધુમાં, જ્યારે મહેલનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે કેરળના કારીગરોની કાષ્ઠકળા સમગ્ર દક્ષિણ એશિયામાં સૌથી સારી ગણાતી. આ જ કારણે પદ્મનાભપુરમના નિર્માણમાં લાકડાંનું પ્રભુત્વ જોવા મળે છે અને તેનો ફાયદો પણ થયો છે. એક તરફ જ્યાં પથ્થરના બનેલ કેટલાય મહેલ ધ્વંસ થઈ ગયા છે, ત્યાં આ પેલેસ આજે પણ અકબંધ છે. કન્યાકુમારી મોટું શહેર છે અને આ પેલેસથી નજીક પણ છે. બાજુમાં જ નાગરકોઇલ પણ જોવાં જેવું સ્થળ છે. }
    Click here to Read More
    Previous Article
    मैं ये जिम्मेदारी पूरी ईमानदारी से निभाऊंगा... शिक्षा मंत्री बनाए जाने पर प्रह्लाद जोशी का आया पहला रिएक्शन
    Next Article
    'Nation Above Post': Amit Shah On Dharmendra Pradhan's Resignation

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment