Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકો પાયલટની સતર્કતાથી સિંહનો જીવ બચ્યો:સાસણ ટ્રેક પર ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી, સન્માન કરાયું

    1 week ago

    વેરાવળ-જૂનાગઢ પેસેન્જર ટ્રેનના લોકો પાયલટની સતર્કતાને કારણે સાસણ ગીર-કાંસિયાનેશ રેલખંડ પર એક એશિયાટિક સિંહનો જીવ બચી ગયો હતો. 23 જુલાઈ, 2026ના રોજ ટ્રેન નંબર 52955ના લોકો પાયલટ ચંદન કુમાર અને સહાયક લોકો પાયલટ મોહમ્મદ શિબ્લી કિ.મી. 114/02–114/01 નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક સિંહ ટ્રેક પર આવી ગયો હતો. બંને પાયલટોએ તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દીધી હતી. ત્યારબાદ ફોરેસ્ટ ટ્રેકર જે. જી. પરમારે સિંહને ટ્રેક પરથી સુરક્ષિત રીતે દૂર ખસેડ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વન વિભાગ સાથે સંકલન સાધીને એશિયાટિક સિંહોની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના પરિણામે નાણાકીય વર્ષ 2024-25માં 159, 2025-26માં 129 અને વર્તમાન વર્ષ 2026-27માં અત્યાર સુધીમાં 32 સિંહોને સુરક્ષિત બચાવવામાં સફળતા મળી છે. આ ત્વરિત સૂઝબૂઝ અને સતર્કતા બદલ લોકો પાયલટ ચંદન કુમાર અને સહાયક લોકો પાયલટ મોહમ્મદ શિબ્લીનું વેરાવળ રેલવે સ્ટેશન પર સન્માન કરવામાં આવ્યું હતું. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી, ઇન્ચાર્જ સ્ટેશન માસ્તર વેરાવળ રાજીવકુમાર મિશ્રા, પશ્ચિમ રેલવે DRUCC ભાવનગર ડિવિઝનના સભ્ય અનિષ રાચ્છ, વેરાવળ રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના મુકેશ ચોલેરા અને ગજેન્દ્ર અપરનાથી સહિતના સભ્યોએ તેમની કામગીરીને બિરદાવી સ્મૃતિ ચિહ્ન ભેટ આપી સન્માનિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાને કોંગ્રેસે લોકશાહીની જીત ગણાવી:ભરૂચમાં કોંગ્રેસના સભ્યોએ મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
    Next Article
    किरतपुर में मालन नदी में नहाने गए थे तीन लड़के, तीनों डूबे, एक मिला दो की तलाश जारी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment