Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થી આંદોલનની જીત, ભાજપ સરકાર ઝૂકી:જામનગરમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોંગ્રેસે 'વિક્ટરી માર્ચ' યોજી ઉજવણી કરી

    8 hours ago

    દેશભરમાં વિદ્યાર્થીઓના 28 દિવસના આંદોલન બાદ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને પગલે તેમની જીત થતાં, જામનગરમાં કોંગ્રેસે 'વિક્ટરી માર્ચ' યોજી હતી. આ માર્ચ શહેર કોંગ્રેસ કાર્યાલયથી લાલ બંગલા સર્કલ ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કાઢવામાં આવી હતી. દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 28 દિવસથી પોતાના હક અને ન્યાય માટે આંદોલન ચલાવી રહેલા વિદ્યાર્થીઓની આખરે જીત થઈ છે. વિદ્યાર્થીઓના સતત સંઘર્ષ સામે સરકારે ઝૂકવું પડ્યું હતું. આ સફળતાને વધાવવા જામનગર કોંગ્રેસ દ્વારા વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી આંદોલન દરમિયાન અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અને કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના પ્રાણ પણ ગુમાવ્યા હતા. તેમણે સરકાર પર વિલંબિત કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ નેતાઓએ વધુમાં જણાવ્યું કે, આટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા અને અન્યોના મોત થયા બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી છે, જે ખૂબ જ મોડી સ્વીકારાઈ છે. તેમણે દાવો કર્યો કે વિદ્યાર્થીઓએ પોતાના સંઘર્ષથી આ વિજય મેળવ્યો છે. વિદ્યાર્થીઓની હજુ પણ બે મુખ્ય માંગણીઓ યથાવત છે. જેમાં આંદોલન દરમિયાન નિર્દોષ વિદ્યાર્થીઓ પર નોંધાયેલા તમામ પોલીસ કેસો તાત્કાલિક ધોરણે રદ કરવા અને આંદોલનમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓના પરિવારોને સરકારી સહાય તથા આર્થિક વળતર આપવાનો સમાવેશ થાય છે. કોંગ્રેસ નેતાઓએ ભવિષ્યમાં સરકારના કોઈ પણ મંત્રી કે વિભાગ ભ્રષ્ટાચારમાં ન ડૂબે તે માટે પણ ખાતરી માંગી હતી. આ 'વિક્ટરી માર્ચ'માં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોંગ્રેસ સંગઠનના આગેવાનો અને કોંગ્રેસના કોર્પોરેટરો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    કડીમાં આકાશી આફત વચ્ચે 108ની ટીમ સરાહનીય કામગીરી:કેડસમા પાણીમાં ઝોળી બનાવી સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરાયું
    Next Article
    Nihang सिखों का रिएक्शन, Dharmendra Pradhan के इस्तीफे पर क्या बोले? | CJP Protest | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment