Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ જોવા પહોંચી ત્રિશા કૃષ્ણન:'જન નાયકન' જોઈને બહાર નીકળતા જ ભીડે ઘેરી લીધી, એક્ટ્રેસની માતાએ કહ્યું- 'તેમને ખૂબ યાદ કરીશું'

    13 hours ago

    એક્ટરથી રાજનેતા બનેલા તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ 23 જુલાઈએ દુનિયાભરમાં રિલીઝ થઈ છે. આ પ્રસંગે તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ ત્રિશા કૃષ્ણન ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા પહોંચી હતી. થિયેટરની બહાર સ્પોટ થયેલી ત્રિશાએ આ અંગે વાત કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેની માતાએ ભાવુક થઈને કહ્યું કે, 'તેઓ વિજયને મોટા પડદા પર જોવાનું મિસ કરશે.' ત્રિશા કૃષ્ણનનાં માતા ઉમા કૃષ્ણન પણ ફિલ્મ જોવા પહોંચ્યાં હતાં. વિજયની છેલ્લી ફિલ્મ પર તેમણે ANI (ન્યૂઝ એજન્સી) સાથેની વાતચીતમાં કહ્યું, 'મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે, અમે તેમને ખૂબ મિસ કરીશું.' ફિલ્મ જોવા પહોંચેલી ત્રિશા ભીડમાં ફસાઈ ત્રિશા કૃષ્ણન પોતાના મિત્રો સાથે 'જન નાયકન' જોવા પહોંચી હતી. ફિલ્મ જોઈને બહાર નીકળતી વખતે ત્રિશાને ભીડે ઘેરી લીધી, જેના પછી એક્ટ્રેસને કાર સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. ફિલ્મ જોયાના થોડા સમય પછી ત્રિશાએ મિત્રો સાથે એક ફોટો શેર કર્યો છે, જેના કેપ્શનમાં લખ્યું હતું, ‘અમે જીવતા બહાર આવી ગયા’. જ્યારે ફિલ્મ પર લખવામાં આવ્યું હતું, ‘એક છેલ્લી વાર, એક છેલ્લો ડાન્સ, જન નાયકનનું ગાંડપણ.’ ફિલ્મે પહેલા દિવસે 40 કરોડથી વધુનું કલેક્શન કર્યું ઇન્ડસ્ટ્રી ટ્રેકર વેબસાઇટ સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, વિજયની ફિલ્મ જન નાયકને પહેલા દિવસે દેશભરમાં 42.70 કરોડનું નેટ કલેક્શન કરી લીધું છે. સેન્સરશિપના કારણે વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ ટળતી રહી નોંધનીય છે કે, વિજયે ગયા વર્ષે 'જન નાયકન' પછી ફિલ્મમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ ફિલ્મ પહેલા જાન્યુઆરી 2026માં રિલીઝ થવાની હતી. જોકે, સેન્સરશિપના કારણે ફિલ્મ મોકૂફ રહીને હવે રિલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝ પહેલા થલાપતિ વિજયના ચાહકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. તેના ઘણા ચાહકો વિદેશથી ફિલ્મ જોવા ભારત આવ્યા છે. સાઉથના ઘણા સિનેમાઘરોની બહાર વિજયના મોટા-મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા, જ્યાં ચાહકો કલાકો સુધી ડાન્સ કરતા રહ્યા.
    Click here to Read More
    Previous Article
    ‘I failed at it miserably’: Masaba Gupta reveals how a tennis setback shaped her success
    Next Article
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન:પ્રદર્શનકારીઓએ નીટ પેપર લીક થયા પછી જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓ માટે મૌન પાળ્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment