Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરવાળામાં કોઝવે પર છકડો રિક્ષા પાણીમાં તણાઈ:એક વ્યક્તિ ગુમ, ફાયર અને તરવૈયાઓ દ્વારા શોધખોળ ચાલુ

    8 hours ago

    બોટાદ જિલ્લાના બરવાળા ખાતે ઉતાવળી નદી પર આવેલા કોઝવે પરથી એક છકડો રિક્ષા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. આ ઘટનામાં રિક્ષામાં સવાર એક વ્યક્તિ ગુમ હોવાની આશંકા છે, જેને શોધવા માટે ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખાંભડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉતાવળી નદીમાં પાણીની સપાટી વધી હતી. જેના કારણે નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યું હતું અને આ દરમિયાન રિક્ષા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બરવાળા અને બોટાદ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી ગુમ થયેલી વ્યક્તિ અને તણાઈ ગયેલી રિક્ષાને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને પાણી ફરી વળેલા કોઝવે અને નીચાણવાળા માર્ગો પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે. ઘટના અંગે વધુ વિગતો મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં બે દીપડા CCTVમાં કેદ:લટાર મારી ઘરના મેઈન ગેટ પર બેઠા, સ્થાનિકોમાં ભયનો માહોલ
    Next Article
    अमेरिका यूरोप के लिए 'पिग्गी बैंक' बैंक नहीं हैं और ना ही हम इसे ऐसा बनने देंगे : डोनाल्ड ट्रंप

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment