Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ભારે વરસાદથી રસ્તા પર વૃક્ષો ધરાશાયી:તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે વૃક્ષો હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

    1 week ago

    તાજેતરમાં પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ અને પવન ફૂંકાવાને કારણે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જાહેર માર્ગો પર વૃક્ષો ધરાશાયી થયા હતા. વાહનવ્યવહાર ખોરવાય નહીં અને નાગરિકોને અગવડ ન પડે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી તમામ માર્ગો ખુલ્લા કરાયા છે. સામાજિક વનીકરણ વિભાગ, ગોધરા અને માર્ગ અને મકાન (RB) વિભાગ દ્વારા સંયુક્ત રીતે જિલ્લાના પ્રભાવિત વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘોઘંબા તાલુકામાં રણજીતપુરાથી બારીયા રોડ (પરોલી) અને રણજીતનગરથી પરોલી (કરોલી ગામ) માર્ગ પરથી વૃક્ષો હટાવવામાં આવ્યા હતા. જાંબુઘોડા તાલુકામાં પાવાગઢથી બોડેલી હાઈવે પર ભીલ ડુંગરા નજીક ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવી માર્ગ પૂર્વવત કરાયો હતો. આ ઉપરાંત, શહેરામાં હોંસેલાવથી લાભી રોડ પરથી અવરોધો દૂર કરાયા હતા. હાલોલમાં પાવાગઢ બાયપાસ રોડ પર વડા તળાવ નજીક પડેલા વૃક્ષોને હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો. કાલોલમાં પણ મલાવથી કાલોલ રોડ પર આવેલા આંટા ગામે માર્ગ પરથી વૃક્ષો હટાવી વાહનવ્યવહાર સુરક્ષિત કરાયો હતો. તંત્રની સતર્કતા અને વનીકરણ તેમજ માર્ગ-મકાન વિભાગની ટીમો દ્વારા સમયસર કામગીરી થતા જિલ્લાના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર સુરક્ષિત રીતે પુનઃ શરૂ કરી દેવાયો છે. વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આવી આકસ્મિક પરિસ્થિતિઓ માટે ટીમોને સતત એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભેળસેળીયા તત્વો સુધારવાનું નામ લેતા નથી:મનપાનાં ફૂડ વિભાગ દ્વારા વધુ 92 પેઢીઓની તપાસ કરી 179 કિલો વાસી જથ્થાનો નાશ કરાયો
    Next Article
    NH 47 between Rajkot and Bagodra closed; Over 900 rescued in Ahmedabad district

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment