Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વામિત્રી નદીમાં પાલિકાનું સફાઈ મશીન તણાયું:બ્રિજના પિલર સાથે મશીન અથડાતાં ધડાકાનો અવાજ સંભળાયો, સ્થાનિકોમાં ગભરાટ

    8 hours ago

    વડોદરા શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નદીના પાણીમાં મહાનગરપાલિકાની કામગીરી દરમિયાન એક દુર્ઘટના સામે આવી છે. શહેરના તુલસીવાડી વિસ્તાર પાસે વિશ્વામિત્રી નદીની સફાઈ કામગીરી અર્થે ઉતારવામાં આવેલું પાલિકાનું કરોડોનું મશીનરી સાધન નદીના પ્રવાહમાં તણાઈ ગયું હતું. આ ઘટનાને પગલે પાલિકા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે તણાઈ ગયેલા મશીનને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાત્રિ દરમિયાન ધડાકા સાથે મશીન ખાબક્યું સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ગત રાત્રે આશરે 10.30 વાગ્યે અચાનક એક મોટો ધડાકા જેવો અવાજ સંભળાયો હતો. આ અવાજ સાંભળી આસપાસના લોકો ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકોએ બહાર આવીને જોયું તો જાણવા મળ્યું કે, મહાનગરપાલિકાનું જે મશીન નદીમાં સફાઈ કામગીરી કરી રહ્યું હતું, તે વિશ્વામિત્રી નદીના પ્રવાહમાં ખેંચાઈ ગયું હતું. પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયેલું આ મશીન નજીકના બ્રિજના પિલર સાથે જોરદાર ધડાકા સાથે અથડાયું હતું. મશીનને બહાર કાઢવા મથામણ પાલિકાના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે મશીનને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કર્યાં હતા. જોકે, નદીમાં પાણીનું સ્તર હજુ પણ ઊંચું હોવાથી અને પ્રવાહ ઝડપી હોવાથી મશીન રેસ્ક્યૂ કરવાની કામગીરીમાં ભારે અડચણો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વામિત્રીનું જળસ્તર 13 ફૂટ નજીક પહોંચ્યું વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સતત પડી રહેલા વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટી 13 ફૂટે પહોંચી. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં સતત નવા પાણીની આવક નોંધાઈ છે. સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્રે નદીકાંઠાના તમામ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. નિચાણવાળા વિસ્તારના રહીશોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્રની ટીમ દ્વારા નદીની જળસપાટી પર 24 કલાક બારીકાઈથી નજર રાખવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા સ્થાનિક તંત્ર સંપૂર્ણ રીતે કાર્યરત છે. નાગરિકોને સોશિયલ મીડિયાની અફવાઓથી બચી માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બાવળાના 'ગેલોપ્સ પાર્ક'માં ફસાયેલા 900 લોકોનું રેસ્ક્યૂ:શેલાની આકાશ રેસિડેન્સીના બેઝમેન્ટમાં 200 વાહનો ડૂબી ગયા, કર્ણાવતી ક્લબ પાછળ આવેલા કરોડોના બંગલા જળમગ્ન
    Next Article
    Sonam Wangchuk के अनशन तोड़ने से पहले Jantar Mantar पर क्या माहौल था? | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment