Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તું બે કરોડ આપ નહિતો કામવાળીની જેમ રાખીશું:દિલ્હીના પરિવાર સામે શારીરિક માનસિક અને દહેજની ફરિયાદ; પીડિતાને જાનથી મારી નાખવાની સાસરિયાઓએ ધમકી આપી, દાગીના અને રૂપિયા પડાવતા ફરિયાદ

    2 दिन पहले

    નવી દિલ્હીમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યો સામે પરણિતા પર દહેજ, શારીરિક-માનસિક ત્રાસ, જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધાયો છે. પીડિતાના લગ્ન બાદથી જ દહેજ ભૂખ્યા સાસરિયાઓએ લાખો રૂપિયાની રોકડ રકમ અને સોનાના દાગીના હડપ કરી લીધા હતા. આ મામલે પીડિતા દ્વારા પતિ હર્ષ વિજય અગ્રવાલ, સસરા વિજય અગ્રવાલ, સાસુ વીણા અગ્રવાલ, નણંદ શ્રુતિ અને નણંદોઈ નિખિલ અગ્રવાલ સામે જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સગાઈના દિવસે જ સસરા વિજય અગ્રવાલે 20 લાખ રૂપિયા રોકડા અને 1.5 થી 2 કિલો સોનાની માંગણી કરી હતી, જે પેટે પીડિતાના પિતાએ 20 લાખ રોકડા અને 982 ગ્રામ સોનું આપ્યું હતું. આમ છતાં, લગ્નના બીજા જ દિવસે નણંદ શ્રુતિ અને નણંદોઈ નિખિલ અગ્રવાલે પીડિતાના ગળામાંથી સોનાનો હાર અને વીંટી બળજબરીપૂર્વક ઝૂંટવી લીધા હતા. આ ઉપરાંત, પતિ હર્ષ વિજય અગ્રવાલે અકુદરતી શારીરિક સંબંધની માંગણી કરી હતી અને તેનો વિરોધ કરતા પીડિતાનું ગળું દબાવીને મારઝૂડ કરી શારીરિક ત્રાસ આપ્યો હતો. તે પછી પીડિતા અને પતિ હનીમૂન પર જઈ રહ્યા હતા ત્યારે સાસુ વીણા અગ્રવાલે દાગીના અને શુકનના મળેલા 40 હજાર રૂપિયા સાચવવાના બહાને પોતાની પાસે રાખી લીધા હતા. હનીમૂન પરથી પરત આવ્યા બાદ પીડિતાએ પોતાનું સ્ત્રીધન અને રોકડ રકમ પરત માગતા સાસુએ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને તમામ કિંમતી સામાન અમાનત તરીકે રાખીને વિશ્વાસઘાત કર્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં નવો ફ્લેટ ખરીદવા માટે સસરા અને સાસુએ પીડિતાના પિયરમાંથી વધુ 2 કરોડ રૂપિયા દહેજ પેટે લઈ આવવા દબાણ કર્યું હતું. પીડિતાના પિતાએ આટલી મોટી રકમ આપવાની ના પાડતાં આરોપીઓએ તેને કામવાળીની જેમ રાખી શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. પીડિતા અને તેના પિતાને જો પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે પીડિતાએ સાસરિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ફિલ્મી અંદાજમાં રૂ.9.18 લાખની ચોરી!:બિલ્ડરની કારનો કાચ તોડી રોકડ અને દસ્તાવેજોથી ભરેલી બેગની ચોરી; સીસીટીવી કેમેરામાં રેઇનકોટ પહેરેલા બે શખ્સ નંબર પ્લેટ વગરની બાઈક પર ફરાર થતા કેદ
    Next Article
    "Dharmendra Pradhan Must Quit": Abhijeet Dipke As CJP, Centre Hold Talks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment