Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલે કહ્યું- સંસદમાં બોલતા રોક્યા, માઇક બંધ કર્યું:રિજિજુએ કહ્યું- રાહુલ પોતાના સાંસદોને સમજાવે; અમે ચર્ચા માટે તૈયાર છીએ, સદન ચાલવા દે

    13 hours ago

    લોકસભામાં NEET પેપર લીક મામલે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું- અમે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છીએ. વિપક્ષને અપીલ છે કે ગૃહને ચાલવા દે, રાહુલ ગાંધી પોતાના સાંસદોને સમજાવે. બીજી તરફ રાહુલે આરોપ લગાવ્યો કે તેમને ગૃહમાં બોલવા દેવામાં આવી રહ્યા નથી. મારો માઈક બંધ કરી દેવામાં આવ્યો. વિપક્ષી સાંસદોએ ગૃહમાં રાજીનામું-રાજીનામુંના નારા લગાવ્યા. વિપક્ષની માગ છે કે, પીએમ ગૃહમાં માફી માગે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવે. હોબાળા વચ્ચે લોકસભા 27 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- પીએમ મોદીએ ગૃહમાં નિવેદન આપવું જોઈએ, ત્યારે જ અમે તેમની વાતોને સાચી માનીશું. રાત્રે 12 વાગ્યે નિવેદન જાહેર કરવાને બદલે તેમણે ગૃહમાં બોલવું જોઈએ. અહીં, ભાજપે વ્હીપ જારી કરીને શુક્રવારે સંસદ સત્ર દરમિયાન એનડીએના સાંસદોને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે. બપોરે 1 વાગ્યે સંસદમાં કેબિનેટની બેઠક યોજાશે. પીએમએ વીડિયો મેસેજ જારી કરીને કહ્યું હતું કે, પેપર લીકમાં સજા સંબંધિત પ્રસ્તાવ બેઠકમાં રજૂ કરવામાં આવશે. સંસદમાં પ્રદર્શનની તસવીરો… સંસદની કાર્યવાહીના પળેપળના અપડેટ્સ માટે નીચેનો લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    કોકરોચ પાર્ટી અને સરકાર વચ્ચે બેઠક મળી:દીપકે કહ્યું- પ્રધાને રાજીનામું આપે; સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી પેપર લીક તપાસનો રિપોર્ટ માંગ્યો
    Next Article
    NEET પેપર લીક કેસમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન:બિહારના પટનામાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ, રાજસ્થાનમાં વકીલો ધરણા પર બેઠા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment