Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા પાસે કાનસુડી સ્ટેશને મુસાફરોનો હોબાળો:ટ્રેનો મોડી પડતા રોષે ભરાયેલા મુસાફરોએ ટ્રેન રોકી

    7 hours ago

    ગોધરા નજીક આવેલા કાનસુડી રેલવે સ્ટેશન પર મોડી રાત્રે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ટ્રેનોના શિડ્યુલ ખોરવાઈ જવાને કારણે રોષે ભરાયેલા મુસાફરોએ ટ્રેન રોકી દીધી હતી. રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ટ્રેનોના શિડ્યુલ ખોરવાઈ ગયા હતા. જયપુર-મુંબઈ અને અયોધ્યા કેન્ટ-ઉધના જેવી ટ્રેનો મોડી ચાલતી હોવાથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, મુસાફરોએ પહેલા રતલામના થાંદલા રેલવે સ્ટેશન પર ટ્રેનના પાટા પર બેસીને ટ્રેન રોકી હતી. કેટલાક મુસાફરોએ એન્જિનના આગળના ભાગે લાલ ઝંડી સાથે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ દાહોદના લીમખેડા અને રાત્રિના 8 વાગ્યે ગોધરા નજીક કાનસુડી સ્ટેશન ખાતે પણ મુસાફરોએ એન્જિન આગળ ઊભા રહી ટ્રેન રોકી દીધી હતી. મુસાફરોની મુખ્ય માંગ હતી કે તેમની ટ્રેનને અન્ય સુપરફાસ્ટ ટ્રેનોને બદલે પહેલા રવાના કરવામાં આવે. અન્ય ટ્રેનોને સિગ્નલ આપવા બાબતે મુસાફરો અને રેલવે તંત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની જાણ થતાં જ ગોધરા રેલવે GRP અને RPF પોલીસની ટીમ તાત્કાલિક કાનસુડી રેલવે સ્ટેશન પહોંચી હતી. પોલીસે મુસાફરોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો, ત્યારબાદ ટ્રેન તેના ગંતવ્ય સ્થાન તરફ રવાના થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    મોદી બોલ્યા- પેપર લીક પર કેબિનેટ કડક નિર્ણય લેશે:સંસદમાં જલ્દી બિલ પાસ કરાવીશું; પીએમએ વિદ્યાર્થીઓના નામે વીડિયો સંદેશ જારી કર્યો, પ્રધાનના રાજીનામાની માગ વચ્ચે શિક્ષણ સચિવ બદલાયા
    Next Article
    छात्रों के साथ हिंसा पर एक शब्द नहीं बोले पीएम, फास्ट ट्रैक कोर्ट का रिकार्ड उनका ही है खराब

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment