Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની શરૂ:મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેન ભારતનું નેતૃત્વ કરશે; સિંગર ટોમ વોકર પરફોર્મ કરશે

    9 hours ago

    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની સ્કોટલેન્ડના ગ્લાસગોમાં શરૂ થઈ છે. ભારત તરફથી બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ અને ટોકિયો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર લવલીના બોરગોહેન ઓપનિંગ સેરેમનીમાં તિરંગો લઈને ભારતીય દળનું નેતૃત્વ કરશે. સેરેમનીમાં સ્કોટિશ સિંગર ટોમ વોકર સહિત અનેક કલાકારો પ્રદર્શન કરશે. 23 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ચાલનારી આ રમતોમાં ભારત 125 ખેલાડીઓના દળ સાથે ભાગ લઈ રહ્યું છે. ઓપનિંગ સેરેમનીનું આયોજન ગ્લાસગોના ઓવો હાઈડ્રો એરેનામાં થશે. લગભગ 13 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતા આ એરેનામાં 74 દેશોના ખેલાડીઓ માર્ચ-પાસ્ટમાં ભાગ લેશે. આ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સના 'ફિન્ની ધ યુનિકોર્ન'ને પણ પ્રથમ વખત દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવશે. મીરાબાઈ અને લવલીના ભારતનું નેતૃત્વ કરશે સેરેમનીમાં ભારતના ધ્વજવાહક અને બેટન બિયરરની જવાબદારી ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેન સંભાળશે. ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષાએ બંને ખેલાડીઓના નામોની જાહેરાત કરી હતી. મીરાબાઈએ ટોકિયો ઓલિમ્પિક 2020માં 49 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ઘણા મેડલ જીતી ચૂકી છે. જ્યારે લવલીનાએ ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ પોતાના નામે કર્યો. એશિયન ગેમ્સ 2023માં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા હાજર રહી શકે છે 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેલા બ્રિટનના કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા ગ્લાસગો કાર્યક્રમમાં પણ પહોંચે તેવી અપેક્ષા છે. આ સેરેમનીમાં બ્રિટનના અનેક કલાકારો પરફોર્મ કરશે. કિંગ ચાર્લ્સ III યુનાઇટેડ કિંગડમ અને અન્ય 14 રાષ્ટ્રમંડળ દેશોના રાજા છે. જ્યારે ક્વીન કેમિલા કિંગ ચાર્લ્સની પત્ની અને મહારાણી છે. કોણ-કોણ પરફોર્મ કરશે? કોમનવેલ્થ ગેમ્સ 2026ની ઓપનિંગ સેરેમનીમાં જાણીતા સિંગર ટોમ વોકર પરફોર્મ કરશે. તેઓ તેમના લોકપ્રિય ગીત ‘લીવ અ લાઈનટ ઓન’ માટે જાણીતા છે. સેરેમનીમાં સ્કોટલેન્ડના ઘણા જાણીતા સિંગર્સ કેટી ટનસ્ટોલ, સિંગર કેલમ બિટ્ટી, નીના નેસ્બિટ્ટ, નાથન ઇવાન્સ પરફોર્મ કરશે. આ ઉપરાંત મ્યુઝિક ડ્યુઓ સેન્ટ ફંક્સ અને વોલ્ટોસ પણ પરફોર્મ કરવાના છે. 6 વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અને પૂર્વ સ્કોટિશ સાયક્લિસ્ટ ક્રિસ હોય પણ સ્પેશિયલ ગેસ્ટ હશે. હોયને 2024માં સ્ટેજ-4 કેન્સર હોવાનું નિદાન થયું હતું. ક્યાં જોઈ શકાય છે ઓપનિંગ સેરેમની? ઓપનિંગ સેરેમનીનું લાઇવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ ચેનલ્સ પર થશે. જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિંગ સોની લિવ પર થશે. ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ 2026ના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. ટુર્નામેન્ટની તમામ મેચ અહીં જ બતાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    In midnight video message, PM promises more steps to stop exam paper leaks
    Next Article
    મોદી બોલ્યા- પેપર લીક પર કેબિનેટ કડક નિર્ણય લેશે:સંસદમાં જલ્દી બિલ પાસ કરાવીશું; પીએમએ વિદ્યાર્થીઓના નામે વીડિયો સંદેશ જારી કર્યો, પ્રધાનના રાજીનામાની માગ વચ્ચે શિક્ષણ સચિવ બદલાયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment