Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં ભારે વરસાદની આગાહી:જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમે સ્થિતિની સમીક્ષા કરી

    18 घंटे पहले

    દાહોદ જિલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદ અને આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થયેલા વરસાદની વિગતો મેળવી હતી. તેમણે નદી-નાળા, જળાશયો અને નીચાણવાળા વિસ્તારોની વર્તમાન સ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી. હાલ જિલ્લામાં કોઈ ગંભીર આપત્તિજનક પરિસ્થિતિ નથી, પરંતુ સંભવિત જોખમોને પહોંચી વળવા તમામ આગોતરા પગલાં લેવાયા છે.ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક તાલુકા કક્ષાએથી સતત અહેવાલો મેળવી તેનું સંકલન કરાઈ રહ્યું છે, જેથી જરૂર પડ્યે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા અને નીચાણવાળા તેમજ નદી કિનારાના સંવેદનશીલ ગામો પર વિશેષ નજર રાખવા સૂચના આપી છે. વરસાદ સંબંધિત કોઈપણ સમસ્યા કે આપત્તિના અહેવાલ મળતાની સાથે જ ત્વરિત અને અસરકારક કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.આપત્તિ વ્યવસ્થાપન બેઠક બાદ જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદની સ્થિતિમાં બિનજરૂરી મુસાફરી ટાળવી. પાણી ભરાયેલા રસ્તાઓ કે વહેતા પાણીમાંથી પસાર થવાનો જોખમી પ્રયાસ ન કરવા પણ નાગરિકોને જણાવાયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે જાહેર થતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું હિતાવહ છે. સોશિયલ મીડિયા પર પ્રસારિત થતી અફવાઓ કે અપ્રમાણિત માહિતીથી દૂર રહેવા અને માત્ર અધિકૃત સ્ત્રોતોમાંથી મળતી માહિતી પર જ વિશ્વાસ કરવા નાગરિકોને અનુરોધ કરાયો છે. વરસાદ સંબંધિત કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ જણાવાયું છે. જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    એલ.જે યુનિવર્સિટીમાં પાણી ભરાઈ ગયા:બેઝમેન્ટમાં પાણી ભરાતા વાહનો બંધ, નદીની જેમ પાણી અંદર ઘૂસ્યું
    Next Article
    અમદાવાદમાં મુખ્યમંત્રીનો કાફલો ફસાયો:પેલેડિયમ મોલ પાસે સીએમને પણ ના મળ્યો રસ્તો, ટ્રાફિકમાં અટવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment