Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિલખા રોડ પાવર હાઉસ પાસે સિંહણે કર્યો શિકાર:​જૂનાગઢના બિલખા રોડ નજીક ધોળા દિવસે સિંહણે પશુનું મારણ કરી મિજબાની માણી; લાઇવ દ્રશ્યો કેમેરામાં કેદ થતાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

    12 hours ago

    ​ગિરનારના સિંહો અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવે છે ​ગિરનારના જંગલમાં વસતા એશિયાટીક સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ તેમજ માનવ વસાહત ધરાવતા રહેણાક વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. સિંહોનું આ પ્રકારે શહેરાભિમુખ થવું અને મારણ કરવાની ઘટનાઓ નવી નથી. ભૂતકાળમાં પણ ગિરનાર આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર અને શિકારના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે. ​હાલમાં જ સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સિંહણ ધોળા દિવસે પશુનો શિકાર કરતી નજરે પડે છે. જૂનાગઢના બિલખા રોડ પર આવેલા પાવર હાઉસ નજીક ખુલ્લા પટમાં સિંહણે એક પશુ પર ત્રાટકીને તેનો શિકાર કર્યો હતો. શિકાર કર્યા બાદ સિંહણે ત્યાં જ બેસીને નિરાંતે મારણની મિજબાની માણી હતી. ​લોકોએ કેમેરામાં દ્રશ્યો કર્યા કેદ, લાઈવ શિકાર જોવા મળ્યા ​આ ઘટના રોડની સાવ નજીક જ બની હોવાથી ત્યાંથી પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળે-ટોળાં એકઠા થઈ ગયા હતા. લોકોએ સિંહણની આ લાઈવ મિજબાની પોતાની નજરે જોઈ હતી. શિકારનો આ રોમાંચક અને ભયાનક નજારો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. જોતજોતામાં આ વિડીયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગયો હતો. ​​ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સતર્ક બની હતી. માનવ અને વન્યજીવ સંઘર્ષ ન સર્જાય તે માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આ સાથે નજીકના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત રહેવા અને વન્યજીવોને ખલેલ ન પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.ગિરનાર જંગલમાં 2025 ની સિંહ વસ્તી ગણતરી મુજબ હાલ 54 થી વધુ સિંહોનો કાયમી વસવાટ છે. જંગલ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધતાં અને ખોરાક તથા પાણીની શોધમાં સિંહો અવારનવાર જૂનાગઢ નજીકના રેવન્યુ વિસ્તારો સુધી પહોંચી જાય છે. વન વિભાગ પણ આવા સંવેદનશીલ વિસ્તારોમાં 24 કલાક મોનિટરિંગ રાખીને વન્યજીવો તેમજ સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    NEET પેપર લીક છતાં ભાજપના નેતાઓના મોં માં મગ ભર્યા:બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAP ના ધરણા : દીકરાઓને ખીલીવાળા દંડા મરાયા, દીકરીઓને ઈલેક્ટ્રીક શોક અપાયાનો આક્ષેપ
    Next Article
    દાહોદની નવજીવન કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો:નિષ્ણાત વક્તાએ ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment