Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના મુખ્ય ક્રોસ રોડ પર કેમ થાય છે ભારે ટ્રાફિક?:નો-પાર્કિંગ ઝોનમાં રીક્ષા સહિત લારીઓનું દબાણ, દિવસે પણ લક્ઝરી બસો ફરતી જોવા મળી

    1 day ago

    અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન માથાનો દુખાવો બની રહી છે. કોઈપણ ચાર રસ્તેથી પસાર થાવ ત્યારે જો થોડો સમય પણ ટ્રાફિક ઉભો રહી જાય તો લાંબો ટ્રાફિકજામ સર્જાય તેવી સ્થિતિ જોવા મળે છે. રોડ પરના દબાણો અને ચાર રસ્તા પર રીક્ષા ચાલકો તેમજ અન્ય વાહનોના ગેરકાયદે પાર્કિંગના કારણે વધારે ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે. શહેરની આ સ્થિતિને લઈ દિવ્યભાસ્કર દ્વારા મુખ્ય જંકશનો અને મુખ્ય ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિકના નિયમો તેમજ મુખ્ય ચાર રસ્તાના 50 મીટરમાં રીક્ષા ચાલકો અને નો પાર્કિંગનું પાલન થાય છે કે નહીં તેને લઈને ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. ગીતા મંદિર-એસટી સ્ટેન્ડ, શાહપુર ચાર રસ્તા, રાણીપ-ડી-માર્ટ ચાર રસ્તા, રબારી કોલોની ચાર રસ્તા, ચાંદખેડા ચાર રસ્તા, સીટીએમ-એક્સપ્રેસ વે, ખાડિયા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા અને નારોલ ચાર રસ્તા પર ભાસ્કરે તપાસ કરી હતી. જેમાં દિવસ દરમિયાન લક્ઝરી બસોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક દિવસ દરમિયાન લક્ઝરી બસો જોવા મળી હતી. ચાર રસ્તા પર 50 મીટરમાં નો-પાર્કિંગ હોવા છતાં પણ દરેક ચાર રસ્તાઓ પર રીક્ષાઓ પાર્ક કરેલા જોવા મળી હતી. ટ્રાફિક પોલીસ ચાર રસ્તા ઉપર ક્યાંય પણ નો પાર્કિંગ ઝોનનો અમલ કરાવતી હોય તેવું ક્યાંય જોવા મળ્યું નહોતું. શહેરના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા એવા ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે ટ્રાફિકના કોઈપણ નિયમોનું પાલન થતું હોય તેવું ક્યાંય જોવા મળ્યું નહોતું. ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ ચાર રસ્તા પાસે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પોલીસ ચોકી આવેલી છે. જે પોલીસ ચોકીની આસપાસના વિસ્તારમાં જ 10થી 15 રિક્ષાઓ ઉભી હતી. ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં જવા માટેના જ રસ્તાની આસપાસ રિક્ષાઓ ઉભી રાખી દેવામાં આવી હતી પોલીસ ચોકીની સામે પણ 15 થી 20 રિક્ષાઓ ઉભી હતી. ટ્રાફિક પોલીસ કર્મચારી કોઈપણ પ્રકારનું નિયમન અથવા તો ત્યાં ટ્રાફિક દૂર કરવા ઉભેલા જોવા મળ્યા નહોતા. ટ્રાફિક પોલીસ ચોકીની બાજુમાં જ મોટા પ્રમાણમાં રીક્ષાઓ અને લારીઓનું દબાણ ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે સૌથી વધારે ટ્રાફિક થતો હોય છે ત્યારે મુખ્ય ચાર રસ્તા આસપાસ 50 મીટરમાં કોઈપણ પ્રકારના વાહનો ન હોવા જોઈએ તેઓ નિયમ હોવા છતાં પણ ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ ચાર રસ્તા પાસે મજૂર ગામ તરફ જવાના રોડ ઉપર જ્યાં બીઆરટીએસ પાસે મિક્સ ટ્રાફિકનો રસ્તો છે તે ખૂબ જ સાંકડો છે ત્યાં પણ રિક્ષાચાલકો ખૂબ મોટા પ્રમાણમાં ઉભેલા જોવા મળ્યા હતા. ટ્રાફિક પોલીસ ચોકીની બાજુમાં જ ખૂબ મોટા પ્રમાણમાં રીક્ષાઓ અને લારીઓનું દબાણ પણ છે. જેને મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના વિભાગ દ્વારા દૂર કરવામાં આવતી નથી લારી હોવાના કારણે લોકો ત્યાં વાહનો પાર્ક કરવા અને રીક્ષા ચાલકો પણ નાસ્તો કરવા ઊભા રહેતા હોય છે. ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ ચાર રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યા જોયા બાદ નારોલ ચાર રસ્તા ખાતે તપાસ કરવામાં આવી ત્યારે ચાર રસ્તા પર રોડ ઉપર રિક્ષાચાલકો ખૂબ મોટા પ્રમાણમાં ઉભેલા જોવા મળ્યા હતા. નારોલ ચાર રસ્તા મુખ્ય ચાર રસ્તા છે જ્યાં નેશનલ હાઇવે પસાર થાય છે અને રોજના ભારે વાહનો પસાર થતા હોય ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ડાબી તરફ વળવા માટે લેફ્ટ ટર્ન ખુલ્લો મળે તેને લઈને મોટા સિમેન્ટના બ્લોક મૂકીને વળાંક આપવામાં આવ્યો છે પરંતુ ક્યાંય પણ તેનું પાલન થતું હોય એવું જોવા મળ્યું નથી. દાણીલીમડા તરફ જવાના રોડ પર લેફ્ટ ટર્નમાં લોચા નારોલ ચાર રસ્તા પર લાંભા તરફ જવાના રોડ પર જે મુખ્ય હાઇવે છે ત્યાં રોડ પર રિક્ષાચાલકો ઉભા રહી ગયા હતા જેના કારણે આર એક સાથે બે વાહનો નીકળી શકે તેવી સ્થિતિ જોવા મળી નહોતી. પીરાણા ચાર રસ્તા તરફથી આવતા ચાર રસ્તા પર પણ દાણીલીમડા તરફ જવાના રોડ પર લેફ્ટ ટર્ન યોગ્ય રીતે આપવામાં આવેલો નથી. ચાર રસ્તા પર જ રીક્ષાઓ અને નો પાર્કિંગ બોર્ડ હોવા છતાં પણ વાહનો પાર્ક કરેલા જોવા મળ્યા હતા. લેફ્ટ ટર્ન ખુલ્લો ન હોવાથી એમ્બ્યુલન્સને પણ નીકળવામાં તકલીફ પડે તેવી સ્થિતિ જોવા મળી હતી. નારોલ ચાર રસ્તા પર પણ 50 મીટર નો પાર્કિંગ ઝોનના નિયમનું અમલીકરણ થતું હોય એવું જોવા મળ્યું નહોતું. એક્સપ્રેસ- વે નજીક ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ નારોલ- નરોડા એક્સપ્રેસ હાઈવે પર સીટીએમ એક્સપ્રેસ- વે નજીક ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. એક્સપ્રેસ હાઈવે નજીક એસટી બસ સ્ટેન્ડ નો મુખ્ય પોઇન્ટ આવેલો છે જ્યાંથી દક્ષિણ ગુજરાત તરફ જતી બસો અવરજવર કરતી હોય છે. ખાનગી લક્ઝરીના પ્રવેશ પર દિવસ દરમિયાન સવારે 8:00 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ પર પ્રતિબંધ હોય છે તેમ છતાં પણ એક્સપ્રેસ હાઈવે નજીક ખાનગી લક્ઝરી બસો જોવા મળી હતી. સુરત તરફ જતી લક્ઝરી બસો દિવસ દરમિયાન પ્રવેશ કર્યો હતો તેમ છતાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું જોવા મળ્યું ન હતું. ખાનગી કાર ચાલકો પણ ઉભેલા જોવા મળ્યા એસટી બસ સ્ટેન્ડના પીકઅપ પોઇન્ટ પાસે અન્ય ખાનગી વાહનો કે લક્ઝરી બસો પેસેન્જર લેવા ઉભી રહી ન શકે તેમ છતાં પણ ખાનગી કાર ચાલકો પણ ઉભેલા જોવા મળ્યા હતા. એક્સપ્રેસ વે તરફ જવાના રોડ ઉપર ખાનગી ગાડીઓ ઉભેલી જોવા મળી હતી વડોદરા અને સુરત જવા માટે ખાનગી ગાડીઓ ના ચાલકો મુસાફર લેવા ત્યાં ઉભેલા હતા ટ્રાફિક પોલીસ ત્યાં ઊભેલી જોવા મળી નહોતી. દિવસ દરમિયાન લક્ઝરી બસોનો પ્રવેશ પ્રતિબંધ હોય છે તેમ છતાં પણ સીટીએમ ચાર રસ્તા પર દરરોજ દિવસ દરમિયાન સુરત તરફ જતી લક્ઝરી બસો પ્રવેશ કરે છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એવા જમાલપુર ચાર રસ્તા પાસે પણ દિવ્યભાસ્કર દ્વારા તપાસ કરવામાં આવી તો ચાર રસ્તા પર ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો જોવા મળ્યો હતો. મુખ્ય ચાર રસ્તા પર બ્રિજની નીચે ખૂબ મોટા પ્રમાણમાં રોડ પર લારીઓનું દબાણ જોવા મળેલું હતું. જમાલપુર બ્રિજથી દાણીલીમડા તરફ જવાના રોડ પર ખૂબ મોટા પ્રમાણમાં રીક્ષાઓ ઉભેલી જોવા મળી હતી. ચાર રસ્તાની આસપાસ ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક હતો. જમાલપુર એપીએમસી નજીક હોવાના કારણે વધુ ટ્રાફિક રહેતો હોય છે. પરંતુ રોડ ઉપર દબાણ અને રીક્ષા ચાલકોનો ત્રાસ ખૂબ વધુ જોવા મળ્યો હતો. નો પાર્કિંગ વિસ્તારમાં જ રીક્ષાઓ પાર્ક જમાલપુર ફાયર સ્ટેશન પણ નજીક છે ત્યારે આ વિસ્તારમાં રોડ ખુલ્લા હોવા જોઈએ પરંતુ નો પાર્કિંગ વિસ્તારમાં જ રીક્ષાઓ પાર્ક કરેલી હતી અને ચાર રસ્તાની આસપાસમાં લારીઓનું દબાણ થયેલું જોવા મળ્યું હતું. એના કારણે લોકોને અવર-જવરમાં તકલીફ પડતી હતી. દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે દાણીલીમડાથી નારોલ તરફ જવાના રોડ ઉપર મોટા પ્રમાણમાં ફ્રુટની લારીઓનું દબાણ જોવા મળ્યું હતું. લગભગ 500 મીટર સુધી લારીઓનું દબાણ છે 50 જેટલી લારીઓ રોડ ઉપર ઉભી રહે છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ ને આ લારીઓ દેખાતી નથી ટ્રાફિક પોલીસને પણ રોડમાં ટ્રાફિકને અડચણ રૂપ લારીઓ દેખાતી નથી. શહેરના ખાડિયા વિસ્તારમાં પણ ટ્રાફિકની ખૂબ વધુ સમસ્યા જોવા મળી હતી. ખાડિયા ચાર રસ્તા પર સૌથી વધારે એસટી બસો, AMTS ,BRTS અને અન્ય વાહનોની અવરજવર વધુ હોય છે ત્યારે યોગ્ય રીતે ટ્રાફિકનું નિયમન હોવું જોઈએ પરંતુ ખાડિયા ચાર રસ્તા પર પણ ટ્રાફિક જામ થયેલો જોવા મળ્યો હતો. બીઆરટીએસ ટ્રેકમાંથી AMTS અને BRTS તેમજ એસટી બસો ત્યાંથી પસાર થતી હતી ત્યારે રોડ ઉપર ટ્રાફિક થયેલો જોવા મળ્યો હતો નિયમન કોઈપણ પ્રકારનું કરાવવામાં આવતું નહોતું. ટ્રાફિક પોલીસ તમાશો જોતી રહે છે શહેરના ચાંદખેડા ચાર રસ્તા પર 50 મીટરમાં રીક્ષા ચાલકો અને અન્ય વાહનોના નો પાર્કિંગ ઝોનનો ક્યાંય પણ અમલ થતો જોવા મળ્યો નહોતો. રીક્ષા ચાલકો બેફામ રીતે ચાર રસ્તા ઉપર ઉભા રહી જાય છે. IOC તરફ જવાના રોડ પર તેમજ અડાલજ તરફ જવાના રોડ પર રીક્ષા ચાલકો ઉભેલા હોય છે તેના કારણે વાહનો નીકળવામાં તકલીફ પડે છે. ખાસ કરીને સાંજના સમયે ખૂબ વધારે સમસ્યા આ વિસ્તારમાં જોવા મળે છે તેમ છતાં પણ ટ્રાફિક પોલીસના જવાનો અને કર્મચારીઓ ત્યાં યોગ્ય કામગીરી ન કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. IOC રોડ તરફ અને તેની સામેના ભાગે રીક્ષા ચાલકો ખૂબ વધારે પ્રમાણમાં ઉભા રહે છે. જેથી એમટીએસ બસને પણ અવરજવર કરવામાં તકલીફ પડતી હોય છે. પરંતુ ટ્રાફિક પોલીસના જવાનો માત્ર સાઈડમાં ઉભા રહી જતા હોય છે કોઈ કાર્યવાહી થતી નથી. રાણીપ બલોલનગર ચાર રસ્તા પાસે પણ ચાર રસ્તાની આજુબાજુ લારીઓનું દબાણ રાણીપ ડી માર્ટ ચાર રસ્તા પાસે પણ રાણીપ તરફ જવાના રોડ ઉપર નો-પાર્કિંગમાં રિક્ષાઓ ઊભેલી જોવા મળી હતી નવા વાડજ તરફથી કોઈપણ વ્યક્તિને આવીને જો ડાબી તરફ વળીને રાણીપ જવું હોય તો ત્યાં રિક્ષાચાલકો ઉભા હોય છે જેના કારણે તકલીફ પડે છે. ડી માર્ટ બહાર રાણીપ તરફ જવાના રોડ પર એસટી બસો પણ જતી હોય છે, ત્યારે રીક્ષા ચાલકો ચાર રસ્તાની નજીક જ ઉભા રહી જતા હોય છે જેના કારણે અવરજવરમાં ખૂબ જ તકલીફ પડે છે. રાણીપ બલોલનગર ચાર રસ્તા પાસે પણ ચાર રસ્તાની આજુબાજુ લારીઓનું દબાણ અને કેટલાક ટેમ્પાઓ સહિતના વાહનો પાર્ક કરી દેવામાં આવે છે તેના કારણે સાંજના સમયે વધુ ટ્રાફિક જોવા મળતો હોય છે. રાયખડ ચાર રસ્તા થઈને એલિસ બ્રિજ સુધી રોડ ઉપર પાર્કિંગની સમસ્યા નારોલ- નરોડા હાઇવે પર ઇસનપુર ચાર રસ્તા, જશોદાનગર, સીટીએમ એક્સપ્રેસ વે, વન્ડર પોઇન્ટ ચાર રસ્તા અને રબારી કોલોની ચાર રસ્તા પાસે પણ ક્યાંય પણ ટ્રાફિકના નિયમોનું પાલન થતું નહોતું. ચાર રસ્તાની આસપાસ 50 મીટરમાં રીક્ષા ચાલકો, અન્ય વાહન ચાલકો અને લારી ગલ્લા સહિતનું દબાણ જોવા મળ્યું હતું. સારંગપુર ચાર રસ્તાથી ખાડિયા ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા પાસે વધારે રીક્ષા ચાલકો અને અન્ય વાહનોના દબાણો હોય છે. સારંગપુર ચાર રસ્તા થી ખાડિયા આસ્ટોડિયા ઝાડની પોળ ખમાસા ચાર રસ્તા રાયખડ ચાર રસ્તા થઈને એલિસ બ્રિજ સુધી રોડ ઉપર વાહનોના પાર્કિંગની સમસ્યા ખૂબ વધુ છે તેને ટ્રાફિક પોલીસ દૂર કરવા કાર્યવાહી કરી નથી જેના કારણે રોડ ખૂબ નાના થઈ ગયા છે. અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું છે કે શહેરમાં ચાર રસ્તા પાસે અડચણરૂપ પાર્કીંગ અને ગેરકાયદેસર પાર્કીંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તદઉપરાંત ચાર રસ્તાઓની પાસે મૂકવામાં આવેલ રીક્ષા-ટેક્ષી સ્ટેન્ડોના કારણે પણ ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. તેમજ ઘણીવાર ચાર રસ્તાઓની પાસે પેસેન્જર વાહનો પેસેન્જર ચઢાવવા કે ઉતારવા માટે ઉભા રહેતા હોય છે. જેના કારણે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર હેઠળના સમગ્ર વિસ્તારમાં આવેલા દરેક ચાર રસ્તાઓથી 50-મીટર સુધીના વિસ્તારને "નો-પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. જેથી કોઈપણ પ્રકારના વાહનો ચાર રસ્તાઓ તથા જંકશનથી 50-મીટર સુધીના વિસ્તારમાં પાર્ક કરી શકાશે નહી કે ક્ષણ માટે પણ ઉભા રાખી શકાશે નહી. આ સબંધે અગાઉ પ્રસિદ્ધ થયેલ જાહેરનામાઓમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પે એન્ડ પાર્કિંગ આપેલ હોય તે સિવાય તમામ ચાર રસ્તા/જંકશનથી 50 મીટર સુધી પાર્કિંગ કરી શકાશે નહી. આ જાહેરનામું હોવા છતાં પણ મોટાભાગના ચાર રસ્તા પર નો પાર્કિંગનો ક્યાંય પણ અમલ થતો જોવા મળતો નથી. ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા ખૂબ વધુ જોવા મળી રહી છે આ જાહેરનામા મુજબ પોલીસ દ્વારા રિક્ષાચાલકો કે અન્ય વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી ટ્રાફિક ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે ખાસ કરીને મુખ્ય ચાર રસ્તા ઉપર આવા જાહેર નમવાનો ક્યાંય પણ અમલ થતો નથી જો સામાન્ય માણસ હેલ્મેટ પહેર્યા વિના, પીયુસી અને કાગળ વિના વાહન લઈને નીકળ્યો હોય તો તાત્કાલિક પોલીસ તેને પકડીને દંડ કરે છે પરંતુ આવા ટ્રાફિકના અડચણરૂપ થનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરતી નથી.
    Click here to Read More
    Previous Article
    Explained: The many benefits of replacing paper notes with plastic ones
    Next Article
    'સિસ્ટમ બકવાસ છે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈને જ રહીશું', VIDEO:'અમને કોઈ રોકી શકશે નહીં', વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર GEN-Z શું શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment