Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ક્વિઝ સ્પર્ધા યોજાઈ:વિદ્યાર્થીઓમાં વ્યાવસાયિક જ્ઞાન ખીલવવાનો પ્રયાસ

    8 hours ago

    વડોદરા, 22 જુલાઈ, 2026: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા તૃતીય વર્ષ બી.કોમ. (ઓનર્સ)ના વિદ્યાર્થીઓ માટે કોમર્સ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વેપાર, અર્થશાસ્ત્ર, બેન્કિંગ, નાણાકીય વ્યવસ્થાપન અને વર્તમાન આર્થિક બાબતો અંગેનું જ્ઞાન વિસ્તૃત કરવાનો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ત્રણ સભ્યોની ટીમો બનાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમને અહિલ્યા, કૌટિલ્ય, ગાર્ગી અને વિશ્વામિત્ર હાઉસમાં વિભાજિત કરાયા હતા. વિવિધ તબક્કાઓ અને એલિમિનેશન રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ વિષયજ્ઞાન, ઝડપી પ્રતિભાવ અને ટીમ સ્પિરિટનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે બી.કોમ.ના વિદ્યાર્થીઓ માટે માત્ર પાઠ્યપુસ્તક આધારિત જ્ઞાન પૂરતું નથી. નેતૃત્વ ક્ષમતા, સંવાદ કૌશલ્ય, વિશ્લેષણાત્મક અભિગમ, ટીમવર્ક અને સ્પર્ધાત્મક મનોભાવ જેવા ગુણોનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. પ્રોફેસર શાહે ઉમેર્યું કે આવી જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે તેમને ભવિષ્યની વ્યાવસાયિક અને વ્યક્તિગત સફળતા માટે વધુ સક્ષમ બનાવે છે.કાર્યક્રમના અંતે વિજેતા ટીમોને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા, જ્યારે તમામ સહભાગીઓને ભાગીદારી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ફેકલ્ટી ઓફ કોમર્સના અધ્યાપકો અને આયોજન સમિતિના સભ્યોના માર્ગદર્શનથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.આ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં જ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા, આત્મવિશ્વાસ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે. આ ક્વિઝ સ્પર્ધાએ વિદ્યાર્થીઓને શીખવા, વિચારવા અને સ્વસ્થ સ્પર્ધા દ્વારા પોતાની ક્ષમતાઓને ઉજાગર કરવાની તક પૂરી પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    Amid Ken-Betwa uproar, Madhya Pradesh government promises inquiry
    Next Article
    વેરાવળ ફિશરીઝ કોલેજમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર:ફિશરીઝ કોલેજના પ્લેસમેન્ટ સેલનો સરાહનીય પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment