Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીની ઘટનાના વિરોધમાં પાટણમાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન:શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ સાથે પૂતળાદહન, ચક્કાજામ બાદ કાર્યકરોની અટકાયત; પોલીસે મીડીયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યાના આક્ષેપ

    8 hours ago

    પાટણમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમન અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ મલ્લિકાર્જુન ખડગે તથા રાહુલ ગાંધીની ધરપકડના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાના આધારે યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. ટી.બી. ત્રણ રસ્તા ખાતે ચક્કાજામ, ટ્રાફિક જામના દૃશ્યો જિલ્લા કોંગ્રેસ દ્વારા પાટણના ટી.બી. ત્રણ રસ્તા ખાતે વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો નવજીવન ચોકડી પાસે એકત્રિત થઈ ચક્કાજામ કરતાં મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. શિક્ષણ પ્રધાનના પૂતળાનું દહન કરી પોલીસ સાથે ધક્કામુક્કી વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના પૂતળાનું દહન કર્યું હતું. પ્રદર્શનને રોકવાના પ્રયાસ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે રકઝક તથા ધક્કામુક્કીના દૃશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે અનેક કાર્યકરોને ટાંગાટોળી કરીને ડીટેઇન કર્યા હતા. આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ સરકાર અને વહીવટીતંત્રની કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની વાજબી માંગણીઓનો ઉકેલ લાવવાને બદલે સરકાર દમનકારી વલણ અપનાવી રહી છે. જો આગામી સમયમાં પણ પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે તો કોંગ્રેસ પક્ષ પોલીસ વહીવટીતંત્ર વિરુદ્ધ પણ વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસ પ્રદર્શન દરમિયાન મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તનનો આક્ષેપ, ધારાસભ્ય કિરીટ પટેલ પોલીસ સામે આક્રમક પાટણ જિલ્લા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયત કરાયેલા કોંગ્રેસી નેતાઓનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે પોલીસે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે SOGના PSI ડી. કે. ચૌધરી અને બી ડિવિઝનના PI નીરવ શાહ પર મીડિયાકર્મીઓ સાથે દાદાગીરી કરવાનો આક્ષેપ કર્યો છે. આરોપ મુજબ, પત્રકારો કવરેજ અને ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા ત્યારે પોલીસે કેમેરા પર હાથ મારી ઝપાઝપી કરી અને તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્યએ જણાવ્યું કે લોકશાહીમાં મીડિયાને સ્વતંત્ર રીતે રિપોર્ટિંગ કરવાનો અધિકાર છે અને પોલીસનું આ વર્તન અયોગ્ય છે. તેમણે સમગ્ર ઘટનાની ઉચ્ચ કક્ષાએ તેમજ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરી હતી અને મીડિયાકર્મીઓની લડતમાં કોંગ્રેસ તેમના સમર્થનમાં રહેશે તેવી ખાતરી પણ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર ક્રાઇમ અપડેટ:ખેડૂત સાથે રૂ.24.27 લાખની છેતરપિંડી, 18 વર્ષથી ફરાર આરોપી વારાણસીથી ઝડપાયો; બંધ મકાનમાંથી રૂ.3.50 લાખની ચોરી
    Next Article
    पुलिस के खंडन के बाद भी उसकी हिंसा को लेकर नए-नए सवाल, सादे कपड़े वालों पर चुप

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment