Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવગઢ બારિયામાં મહુડા ડોળી સિઝન શરૂ:શુદ્ધ તેલ કઢાવવા ઘાણીઓ પર લોકો ઉમટ્યા

    1 day ago

    દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પંથકમાં મહુડાની ડોળી (ફળ) ની સિઝન શરૂ થઈ ગઈ છે. ઉનાળામાં ફૂલની સિઝન બાદ હવે ચોમાસામાં ડોળીઓ બેસતા સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ડોળીમાંથી શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક તેલ કઢાવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી પરંપરાગત ઘાણીઓ પર સવારથી જ લોકોની ભીડ ઉમટી રહી છે. દેવગઢ બારિયા પંથકમાં મહુડાના વૃક્ષો વિપુલ સંખ્યામાં આવેલા છે, જે સ્થાનિકો માટે આર્થિક અને આરોગ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. ઉનાળામાં આ વૃક્ષો પર ફૂલ આવે છે, જે વીણીને ખેડૂતો આવક મેળવે છે. ફૂલોની સિઝન પૂરી થયા બાદ ચોમાસામાં ડોળીઓ બેસે છે, જેને એકઠી કરીને લોકો તેલ કઢાવે છે. મહુડાની ડોળીમાંથી નીકળતું તેલ અનેક આરોગ્યલક્ષી ફાયદા ધરાવે છે. ગ્રામ્ય વિસ્તારના લોકો આ તેલનો પોતાના રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરે છે. આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ બંનેમાં તેના ગુણકારી તત્વોનો ઉલ્લેખ છે. આ તેલ કોલેસ્ટ્રોલ મુક્ત હોવાથી હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. વડીલોમાં સાંધાના દુખાવા અને વા ની સમસ્યામાં ડોળીના તેલની માલિશ રાહત આપે છે. દેશી ઘાણીમાં પીલાઈને નીકળતું આ તેલ કોઈપણ પ્રકારના કેમિકલ કે રિફાઇનિંગ પ્રક્રિયા વિનાનું હોવાથી શુદ્ધ અને પૌષ્ટિક હોય છે. કુદરતી એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાને કારણે તેના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ તેલ ત્વચા માટે ઉત્તમ મોઈશ્ચરાઈઝર તરીકે પણ કાર્ય કરે છે અને ચામડીના રોગોમાં પણ ફાયદાકારક છે. દેવગઢ બારિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ઘાણીઓ પર વહેલી સવારથી જ ખેડૂતો પોતાની ડોળીઓ લઈને પહોંચી રહ્યા છે. બજારના ભેળસેળવાળા તેલને બદલે શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક તેલ મેળવવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહુડાનું વૃક્ષ આજે પણ ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ સ્ત્રોત પૂરવાર થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બાળકીને અડપલાં કરનાર 81 વર્ષીય વૃદ્ધને 5 વર્ષની કેદ:દુકાને ચોકલેટ લેવા ગયેલી માસૂમ સાથે અડપલાં કર્યા હતા,અમદાવાદાની વિશેષ પોક્સો કોર્ટનો ચુકાદો
    Next Article
    ગોધરા સહિત પંથકમાં મેઘમહેર:બપોર બાદ વરસાદ; વાતાવરણમાં ઠંડક પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment