Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર અર્પિત સાગરે બામરોડા આંગણવાડીની મુલાકાત લીધી:બાળકોનું વજન-ઊંચાઈ માપી પોષણ સ્તર તપાસ્યું

    12 hours ago

    મહીસાગર જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના 'કુપોષણ મુક્ત મહીસાગર અભિયાન'ના બીજા તબક્કાને વેગવંતો બનાવવા માટે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે ખાનપુર તાલુકાના બામરોડા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે આંગણવાડીના બાળકોનું જાતે વજન અને ઊંચાઈ માપી તેમના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરની ચકાસણી કરી હતી. તેમણે બાળકો અને વાલીઓ સાથે સંવાદ સાધીને યોગ્ય પોષણનું મહત્વ સમજાવ્યું હતું અને કુપોષણ મુક્ત બનવા માટે જાગૃત કર્યા હતા. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ કેળવવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે કલેક્ટરના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ અભિયાનના બીજા તબક્કામાં જિલ્લાના 86 જેટલા અધિકારીઓને આંગણવાડીઓ દત્તક આપવામાં આવી છે. વહીવટી તંત્રના આ સઘન પ્રયાસો થકી મહીસાગર જિલ્લો કુપોષણને જડમૂળથી નાબૂદ કરી 'પોષણયુક્ત મહીસાગર' બનવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરત એરપોર્ટ પર મોટી હોનારત ટળી:ગોવા જતી ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરે ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો, CISF વિમાનમાંથી નીચે ઉતરી કરી કાર્યવાહી
    Next Article
    ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરવી ભારે પડી:મનપાએ 'હાઉસ ઓફ સ્નેક્સ', 'આર.બી ફૂડ', ' શ્રીજલારામ ટ્રેડર્સ' સહિત 11 પેઢી સીલ કરી, 476 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરી ₹75,500નો દંડ વસુલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment