Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્ણાવતી એક્સપ્રેસને નવસારી સ્ટોપેજ મંજૂર:બોરીવલી-વલસાડ મેમૂ સુરત સુધી લંબાવાઈ; લાંબા સમયની માંગ સ્વીકારાઈ

    12 hours ago

    નવસારી જિલ્લાના રેલવે મુસાફરો માટે મોટા સમાચાર છે. રેલવે બોર્ડે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે માંગણી સ્વીકારી લીધી છે. ટ્રેન નંબર 12933/12934 કર્ણાવતી એક્સપ્રેસને નવસારી સ્ટેશન ખાતે અધિકૃત સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મુંબઈ અને દક્ષિણ ગુજરાત વચ્ચે મુસાફરી કરતા નોકરિયાત અને વેપારી વર્ગ માટે મહત્ત્વની ગણાતી બોરીવલી-વલસાડ મેમૂ (69139) ટ્રેનની સેવા હવે સુરત સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી દૈનિક પ્રવાસીઓને મોટી રાહત મળશે. આ નિર્ણયો નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળની રજૂઆત બાદ લેવાયા છે. તેમણે તાજેતરમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી પ્રવાસીઓની મુશ્કેલીઓ રજૂ કરી હતી. રેલવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગામી દિવસોમાં વંદે ભારત એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલ જેવી અન્ય પ્રીમિયમ ટ્રેનોને પણ નવસારી ખાતે સ્ટોપેજ મળે તેવી શક્યતા છે. આ અંગે રેલવે બોર્ડ ટૂંક સમયમાં હકારાત્મક નિર્ણય જાહેર કરી શકે છે. આ પ્રજાલક્ષી નિર્ણયને આવકારતા નવસારી ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આનાથી હજારો પ્રવાસીઓનો સમય અને નાણાં બચશે.
    Click here to Read More
    Previous Article
    Sikkim Tunnel Accident: तीस्ता सुरंग हादसे में 10 की मौत, Rescue जारी | Top News
    Next Article
    2021ના ગેડિયા પિતા-પુત્ર એન્કાઉન્ટર કેસમાં નવો વળાંક:કોર્ટે પોલીસની C-સમરી રિપોર્ટ ફગાવી; 8 ઓગસ્ટે PSI સહિત કુલ 7 પોલીસકર્મીને કોર્ટમાં હાજર કરવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment