Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી નદીમાં મત્સ્ય બીજ સંચયન કરાયું:ઉકાઈમાં તાપી માતા પ્રાકટ્ય દિવસે “તાપી નમસ્તુભ્યમ” કાર્યક્રમ યોજાયો

    3 days ago

    તાપી માતાના પ્રાકટ્ય દિવસ નિમિત્તે ઉકાઈમાં "તાપી નમસ્તુભ્યમ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત સંચાલિત સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, ઉકાઈ કેન્દ્ર દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાપી જિલ્લાના મામલતદાર હિતેશ દુધાટ અને તાલુકા સલામતી અધિકારી પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તાપી માતાની પૂજા-અર્ચના સાથે થઈ હતી. આ પ્રસંગે નદીના કુદરતી મત્સ્ય સંસાધનોના સંવર્ધન અને જૈવવૈવિધ્યના રક્ષણ માટે તાપી નદીમાં મત્સ્ય બીજ સંચયન (Fish Seed Ranching) કરવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નદીની જળચર સૃષ્ટિને સમૃદ્ધ બનાવવાનો અને સ્થાનિક માછીમારોને લાંબા ગાળે ટકાઉ આજીવિકા પૂરી પાડવાનો છે. ઉપસ્થિત મહાનુભાવોએ તાપી નદીના સંરક્ષણમાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ભાવિ પેઢી માટે નદીને સ્વચ્છ, સમૃદ્ધ અને જૈવવૈવિધ્યસભર જાળવી રાખવા સૌને સંકલ્પબદ્ધ બનવા અપીલ કરી હતી. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર દ્વારા દર વર્ષે તાપી નદીની સ્વચ્છતા, જાગૃતિ અભિયાન અને મત્સ્ય બીજ સંચયન જેવી પ્રવૃત્તિઓ કરાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ મત્સ્યઉદ્યોગનો સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવે છે. આ કાર્યક્રમમાં કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. રાજેશ વસાવા અને અન્ય કર્મચારીઓએ ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ રાતોરાત સીલ:ઓનલાઈન ઓર્ડરમાં વેજ બર્ગરના બદલે ચિકન બર્ગર મોકલી દીધુ; યુવકની ફૂડ વિભાગમાં ફરિયાદ
    Next Article
    Goods train derailment near Delhi disrupts rail traffic; Over 50 trains cancelled and diverted

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment