Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ સીલ:ઓનલાઈન ઓર્ડરમાં વેજ બર્ગરના બદલે ચિકન બર્ગર મોકલી દીધુ; યુવકની ફૂડ વિભાગમાં ફરિયાદ

    3 days ago

    અમદાવાદ શહેરમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા ગ્રાહકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. નરોડા વિસ્તારમાં આવેલી મેકડોનાલ્ડ્સ (McDonald's) રેસ્ટોરન્ટ દ્વારા ઓનલાઈન વેજ બર્ગરનો ઓર્ડર આપનાર યુવકને નોનવેજ બર્ગર મોકલી આપવામાં આવ્યું હતું. આ ગંભીર બેદરકારી સામે યુવકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવતા, અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરીને મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટને સીલ કરી દીધું છે. વેજ સ્પાઈસી પનીર બર્ગરના બદલે સ્પાઈસી ચિકન બર્ગર મોકલ્યું બનાવની વિગતો મુજબ, નરોડાના ગેલેક્સી ચાર રસ્તા પાસે આવેલી મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટમાંથી એક યુવકે ઓનલાઈન માધ્યમથી વેજ સ્પાઈસી પનીર બર્ગર, ચીઝ બર્ગર અને કોકાકોલાનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર ડિલિવર થયા બાદ યુવકે જ્યારે પેકિંગ ખોલીને જોયું તો તેમાં વેજ બર્ગરના બદલે સ્પાઈસી ચિકન બર્ગર હતું. ગ્રાહકની રજૂઆત બાદ AMCના ફૂડ વિભાગે લીધા આકરાં પગલાં ઓનલાઇન ઓર્ડર વેજ બર્ગરનો કર્યો હોવા છતાં પણ નોનવેજ બર્ગર રેસ્ટોરન્ટ તરફથી મોકલવામાં આવતા યુવક તાત્કાલિક રેસ્ટોરન્ટ પર ગયો હતો અને તેણે રજૂઆત કરી હતી. ઓનલાઇન પૈસા ચૂકવી દીધા બાદ રેસ્ટોરન્ટ તરફથી નોનવેજ બર્ગર મોકલી આપવામાં આવતા યુવકે આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા ટીમ રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. રેસ્ટોરન્ટમાં તપાસ કરીને મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    8 Killed, Several Trapped In Sikkim Tunnel After Landslide Triggers Gas Leak
    Next Article
    Behind PV Sindhu's Revival, A Cryptic Remark By Virat Kohli

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment