Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વજો પાસેથી હત્યાના કિસ્સા સાંભળ્યા, સતલજમાં ક્રૂરતા જોઈ:પતિ ગુમાવી ચૂકેલી હરપ્રીત ફિલ્મ જોઈને બેભાન થઈ ગઈ, પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું- આ તો હજુ અડધું સત્ય છે

    1 day ago

    પંજાબના અમૃતસરથી આશરે 115 કિમી દૂર ફિરોઝપુરનું ચક મારન ગામ. રાત્રે આશરે 9 વાગ્યાનો સમય. એક ગુરુદ્વારાની બહાર ચંપલોનો ઢગલો જોવા મળ્યો. ગેટ ખોલ્યો તો અંદર વરંડાની દીવાલ પર મોટું પ્રોજેક્ટર લગાવેલું હતું, જેના પર ફિલ્મ ચાલી રહી હતી. તે સીનમાં લોકોના હાથમાં 'સ્ટોપ ફેક કિલિંગ' (નકલી હત્યાઓ રોકો)ના પોસ્ટર હતા અને આસપાસ પોલીસ ઉભી હતી. લોકો બૂમો પાડી રહ્યા હતા- ‘પંજાબ પોલીસ જવાબ આપો. CBI તપાસ શરૂ કરો. સુરજીત સિંહ સુગ્ગા હાય હાય.‘ સીન સતલજ ફિલ્મનો છે. આ માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલડાના જીવન પર બનેલી છે, જેમણે પંજાબમાં 1990ના દાયકામાં થયેલા 2000થી વધુ નકલી પોલીસ એન્કાઉન્ટર વિરુદ્ધ લડત લડી હતી. 3 જુલાઈએ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ 48 કલાક પછી જ હટાવી લેવામાં આવી. ત્યારથી સતત પંજાબના ગામે-ગામમાં આ લોકોને મોટી સ્ક્રીન લગાવીને બતાવવામાં આવી રહી છે. સૌથી પહેલા લોકોની વાત… ‘પૂર્વજો પાસેથી આ હત્યાઓ વિશે સાંભળ્યું હતું, હવે ફિલ્મમાં જોયું- કેવી રીતે નિર્દોષો માર્યા ગયા’ ચક મારન ગામમાં ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન મળેલા 19 વર્ષના ગુરમેલ સિંહ કોલેજ સ્ટુડન્ટ છે. તેઓ કહે છે, ‘પૂર્વજો પાસેથી આ હત્યાઓ (કિલિંગ) વિશે સાંભળ્યું હતું. ફિલ્મમાં પહેલીવાર જોયું. આ જોઈને ખબર પડી કે કેવી રીતે નિર્દોષોને મારવામાં આવ્યા. માત્ર શીખ જ નહીં, હિન્દુઓની પણ હત્યા થઈ હતી.‘ ગુરુદ્વારામાં ફિલ્મ જોવા આવનારાઓમાં મોટાભાગની મહિલાઓ છે. આમાંથી જ એક બલજીત કૌર કહે છે, ‘ફિલ્મ જોઈને ખબર પડી કે 1995ની આસપાસ તરનતારન જિલ્લામાં કેવી રીતે પરિવારના પરિવારો ઉજડી ગયા. કોઈના પિતા, પતિ, ભાઈ અને દીકરો ક્યાં ગયા, કોઈ નથી જાણતું. આમના માટે લડનારા જસવંત સિંહ ખાલડાનું બલિદાન નવી પેઢીએ જાણવું જોઈએ અને તેને યાદ રાખવું જોઈએ.’ પીડિત પરિવારોની વાત… ‘3 વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા, આજે ફિલ્મથી ક્રૂરતાની ખબર પડી‘ આ પછી અમે ફિરોઝપુર પહોંચ્યા. અહીં ઘણા ગામોમાં છેલ્લા 10 દિવસમાં 100થી વધુ જગ્યાઓ પર સતલજ બતાવવામાં આવી. ફિરોઝપુરથી આશરે 12 કિમી દૂર વાલિકે ગામમાં રંજીત સિંહ મળ્યા. તેમનો દાવો છે કે 1990થી 1992ની વચ્ચે પંજાબ પોલીસે પિતા અને કાકા બંનેને નકલી એન્કાઉન્ટરમાં મારી નાખ્યા. અમે રંજીતને પૂછ્યું કે શું તમે સતલજ ફિલ્મ જોઈ? તેમાં કેટલું સત્ય છે? આના પર તેઓ કહે છે, ‘ફિલ્મમાં હકીકત તો માત્ર 20 ટકા જ છે, બાકીનું બધું તો કાપી નાખવામાં આવ્યું છે. જોકે આટલી ફિલ્મથી જ પંજાબ પોલીસની સચ્ચાઈ સામે આવી ગઈ છે.‘ ‘ચાર વાર કોશિશ કરી, પરંતુ પૂરી ફિલ્મ ન જોઈ શક્યો. રોઈ-રોઈને ખરાબ હાલત થઈ જતી હતી. જેમ-તેમ કરીને પાંચમી વારમાં પૂરી ફિલ્મ જોઈ. માતા (હરપ્રીત) તો જોઈ જ ન શક્યા. તેઓ ઘણી વાર બેભાન થયા, એટલે મેં જ તેમને રોકી દીધા.‘ હાડકાં તોડ્યા-નખ ઉખાડ્યા, ન લાશ મળી, ન મોતનું સર્ટિફિકેટ મળ્યું પિતા વિશે પૂછવા પર રંજીત કહે છે, ‘અમે ખેડૂત પરિવારમાંથી છીએ. 1991-92ની વાત છે. પોલીસે પહેલા કાકા સરદાર પરમાત્મા સિંહને પકડ્યા (ઉઠાવ્યા) અને તેમને મારી નાખ્યા. પોલીસને શંકા હતી કે અમારા ઘરે ઉગ્રવાદીઓ આવે છે. અમે જ નહીં, તે સમયે દરેક શીખને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જેવું ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.‘ ‘કાકા પછી પોલીસે પપ્પા (આત્મા સિંહ)ને પકડી લીધા. ત્યારે હું 3 વર્ષનો હતો અને મોટી બહેન 5 વર્ષની હતી. પોલીસે પપ્પાના કેશ (વાળ) ખોલ્યા અને ખુલ્લી જીપના બે ભાગમાં બાંધી દીધા. આ જ હાલતમાં તેમને ગામમાં 3-4 કિમી ફેરવવામાં આવ્યા. પછી પોલીસ સુલતાનપુર લોધી પોલીસ સ્ટેશન લઈ ગઈ, જ્યાં તેમને જાનવરોની જેમ મારવામાં આવ્યા.‘ ‘ત્રણ દિવસ પછી દાદાજી જેમ-તેમ કરીને તેમને મળી શક્યા. પોલીસના મારને કારણે પપ્પાનો જમણો હાથ બે જગ્યાએથી તૂટી ગયો હતો. એક આંખ બહાર આવી ગઈ હતી. સાથળમાંથી લોહી નીકળી રહ્યું હતું. બંને હાથના નખ ઉખાડી નાખવામાં આવ્યા હતા. દાદાને જોઈને પપ્પાએ ઊભા થવાની કોશિશ કરી, પણ ઊભા થઈ શક્યા નહીં.‘ ‘પપ્પાને છોડાવવા માટે દાદા ઘણા પોલીસ અધિકારીઓને મળ્યા, પરંતુ બધાએ પૈસા માંગ્યા. તેમને 24 કલાકનો સમય આપ્યો અને 4 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી. નક્કી કરેલા સમયમાં દાદા જેટલા પૈસા ભેગા કરી શક્યા તે લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. પપ્પાને પણ મારી નાખવામાં આવ્યા હતા. તેમની લાશ પણ એ જ હરિકે કેનાલ (નહેર)માં વહાવી દેવામાં આવી, જ્યાં જસવંત સિંહ ખાલડાને ફેંકવામાં આવ્યા હતા.‘ ‘તે સમયે ન તો કોઈએ અમારી ફરિયાદ સાંભળી કે ન તો રિપોર્ટ લખ્યો. અમારી પાસે તો પપ્પાની મોતનું સર્ટિફિકેટ પણ નથી. ‘સતલજ જોઈને અહેસાસ થયો- પપ્પા સાથે શું થયું હતું‘ આ પછી અમે હરિકે કેનાલ પહોંચ્યા. જ્યાં 90ના દાયકામાં થયેલા નકલી પોલીસ એન્કાઉન્ટર પછી લાશો ફેંકવામાં આવી હતી. અહીં ઘણા પીડિત પરિવારો ન્યાયની માંગ સાથે એકઠા થયા હતા. અહીં જ ઘોડી (વૈસાખી)ના સહારે આવેલી ગુરપ્રીત કૌર જણાવે છે, ‘1993માં જ્યારે પોલીસે પપ્પાને ઘરથી પકડ્યા, ત્યારે નાની બહેન માતાના પેટમાં હતી અને હું 3 વર્ષની હતી.‘ ‘માતાએ બાળપણમાં કંઈ નહોતું જણાવ્યું. મોટા થયા ત્યારે ખબર પડી કે પપ્પા નકલી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. હવે સતલજ ફિલ્મ જોઈને અહેસાસ થઈ રહ્યો છે કે પપ્પા સાથે શું થયું હશે. અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ આ ફિલ્મ જુએ જેથી ખબર પડી શકે કે 90ના દાયકામાં શીખો સાથે શું થયું હતું.‘ ‘ફિલ્મે પિતાની શહાદત સમજાવી, દીકરીઓ વર્દી જોઈને ફફડી જાય છે’ હરિકે કેનાલ પાસે જ મળેલા રવિન્દ્ર સિંહ તરનતારન જિલ્લાના નાગો ગામના રહેવાસી છે. તેમના પિતા વીજળી બોર્ડમાં કેશિયર હતા. 2 જુલાઈ 1989ના રોજ નકલી એન્કાઉન્ટરમાં તેમને મારી નાખવામાં આવ્યા હતા. રવિન્દ્ર જણાવે છે, ‘ત્યારે હું 3 વર્ષનો હતો. માતાને પિતા વિશે પૂછતો, તો કહેતા- બાબા પાસે ગયા છે. મોટા થયા, ત્યારે સત્ય ખબર પડી.‘ ‘મેં સતલજ OTT પર રિલીઝ થતાની સાથે જ જોઈ લીધી હતી. ફિલ્મથી જ પિતાની શહાદત સમજાઈ. મારી બંને દીકરીઓને પણ આનાથી જ પોતાના દાદાના નકલી પોલીસ એન્કાઉન્ટર વિશે ખબર પડી. હવે દીકરીઓ પોલીસની વર્દી જોઈને પણ ડરી જાય છે.’ અમારા ગામમાં પણ સતલજ બતાવવામાં આવી. ફિલ્મ જોઈને બધાની આંખો ભીની થઈ ગઈ હતી. બાળકોને પણ પંજાબનો આ કાળો ઈતિહાસ ખબર પડવો જોઈએ. નકલી એન્કાઉન્ટરના પ્રત્યક્ષદર્શીઓ બોલ્યા… ’ફિલ્મમાં પૂરૂં સત્ય નથી, હકીકતમાં આનાથી વધુ ક્રૂરતા થઈ હતી’ ફિરોઝપુરમાં સતલજ ફિલ્મ જોવા પહોંચેલા સતવંત સિંહ માનક એન્કાઉન્ટરના ઘણા કેસોમાં સાક્ષી છે. ગામડાઓમાં ફિલ્મ બતાવવાને જરૂરી ગણાવતા તેઓ કહે છે, ‘90ના દાયકામાં ઘણા ખોટા એન્કાઉન્ટર કરવામાં આવ્યા. અમે પોતે 15 કેસ સાથે જોડાયેલા રહ્યા છીએ. ફિલ્મમાં જેટલું બતાવ્યું છે, તે પૂરૂં સત્ય નથી. અસલમાં આનાથી ક્યાંય વધુ ક્રૂરતા થઈ હતી.‘ ‘અમારા ગામમાં રહેતા ચરણ સિંહને પોલીસ બધાની સામે પકડી ગઈ હતી. તેમના બંને પગને દોરડા વડે બે ગાડીઓમાં બાંધવામાં આવ્યા અને રસ્તા પર ઘસડીને મારી નાખવામાં આવ્યા. પછી લાશ નહેરમાં ફેંકી દીધી. ત્યારે પોલીસ એન્કાઉન્ટર કર્યા પછી લાશના પેટ ચીરીને નહેરમાં ફેંકી દેતી હતી, જેથી લાશ તરીને પાણીની ઉપર ન આવી જાય. પેટ કાપવાથી અંદર પાણી ભરાઈ જતું અને લાશ નહેરની ઊંડાઈમાં જતી રહેતી. પછી તેજ પ્રવાહ સાથે વહી જતી.‘ હવે ફિલ્મનું સ્ક્રીનિંગ કરાવનારાઓ સાથે વાત… 500થી વધુ સ્ક્રીનિંગ કરાવી, જ્યારે પ્રોપેગેન્ડા ફિલ્મો પર રોક નથી તો આના પર કેમ પંજાબમાં કેટલીક રાજકીય પાર્ટીઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય લોકો ગામડાઓમાં મોટી સ્ક્રીન લગાવીને ફિલ્મ બતાવી રહ્યા છે. આમાં સાંસદ અમૃતપાલની 'વારિસ પંજાબ દે', સામાજિક સંસ્થા 'મિસલ સતલજ' અને કેટલીક પાર્ટીઓ સામેલ છે. તેને ફિરોઝપુર, ગુરદાસપુર, રૂપનગર, ભટિંડા, તરનતારન અને મોગા સહિત તે વિસ્તારોમાં બતાવવામાં આવી રહી છે, જે 90ના દાયકામાં આવા મામલાઓથી વધુ પ્રભાવિત હતા. મિસલ સતલજ સંસ્થાના જનરલ સેક્રેટરી દેવેન્દ્ર સિંહ જણાવે છે કે તેઓ અત્યાર સુધીમાં 400-500 જગ્યાઓ પર સતલજની સ્ક્રીનિંગ કરાવી ચૂક્યા છે. તેઓ કહે છે, ‘આના માટે અમને ફિલ્મ પ્રોડ્યુસર કે હીરોએ કોઈ મેસેજ નથી મોકલ્યો. અમે ઈચ્છીએ છીએ કે 90ના દાયકામાં થયેલી હત્યાઓની (કિલિંગની) માહિતી બાળકો સુધી પહોંચે. મિસલ સતલજ અને સતલજ ફિલ્મ વચ્ચેનો સંબંધ પૂછવા પર તેઓ કહે છે, ’અમારી સંસ્થાને આ ફિલ્મ સાથે કોઈ લેવા-દેવા નથી. સતલજ નદી પંજાબની ઓળખ છે, તેથી અમે સંસ્થાનું નામ સતલજ રાખ્યું. ફિલ્મનું નામ સતલજ એટલા માટે રાખવામાં આવ્યું, કારણ કે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગમાં (ગેરકાયદેસર હત્યાઓમાં) મોટાભાગની લાશો સતલજમાં વહાવી દેવામાં આવી હતી.’ અમે પૂછ્યું કે શું સ્ક્રીનિંગને લઈને પોલીસ-પ્રશાસને કોઈ રોકટોક કરી? આના પર દેવેન્દ્ર કહે છે, ’જો રોકટોક કરશે તો પણ લોકો નહીં રોકાય. જ્યારે 'ધુરંધર' જેવી પ્રોપેગેન્ડા ફિલ્મ બતાવી શકાય છે, તો પછી આ તો પંજાબની હકીકત જણાવી રહી છે. આને કેવી રીતે રોકી શકાય.’ ફિલ્મ બતાવવા પાછળ રાજકીય ઈરાદો કે પંજાબમાં ચૂંટણીની વાતને તેઓ સ્પષ્ટપણે નકારે છે. ‘યુવાનોને ફિલ્મ બતાવવી જરૂરી છે, જેથી ખાલડાનું બલિદાન જાણી શકે’ ફિરોઝપુરના જીરા વિસ્તારમાં સતલજની સ્ક્રીનિંગ કરાવી રહેલા જસનૂર સિંહ બ્રાર મળ્યા. તેઓ કહે છે, ‘આ ફિલ્મ બતાવવી જરૂરી છે. આપણા યુવાનો ઈમોશનલી અને મેન્ટલી 1990ના દોર સાથે જોડાઈ રહ્યા છે. આપણે જસવંત સિંહ ખાલડાની કુરબાની જાણવી જોઈએ.‘ અમે પૂછ્યું કે શું આવનારી ચૂંટણીના કારણે ફિલ્મ બતાવી રહ્યા છો કે સતલજની ટીમે તમારો સંપર્ક કર્યો છે? જવાબમાં જસનૂર કહે છે, ‘ચૂંટણી તો અહીંની જનતા નક્કી કરશે. અમને એક્ટર દિલજીત સિંહ દોસાંજ કે ફિલ્મ મેકર્સ તરફથી કોઈ મેસેજ નથી આવ્યો. ન તો કોઈએ સંપર્ક કર્યો છે. આ ગામના લોકોનો નિર્ણય છે.‘ ફિલ્મ સ્ક્રીનિંગ ગેરકાયદેસર, હાઈકોર્ટમાંથી FIR કરાવવાની માંગ સુપ્રીમ કોર્ટોના એડવોકેટ વિનીત જિંદલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. તેમાં ફિલ્મ સતલજની સ્ક્રીનિંગ, સ્ટ્રીમિંગ અને સાર્વજનિક પ્રસારણ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. તેમણે પિટિશનમાં દાવો કર્યો છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મમાં આશરે 127 કટ સૂચવ્યા હતા, પરંતુ ફિલ્મ મેકર્સે થિયેટર રિલીઝના બદલે નામ બદલીને તેને ZEE5 પર રિલીઝ કરી દીધી. તેમનો એવો પણ દાવો છે કે ફિલ્મમાં કથિત રૂપે ખાલીસ્તાની ઉગ્રવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવામાં આવી છે. આતંકવાદના પીડિતોનો પૂરતો ઉલ્લેખ નથી. તેથી ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ફિલ્મની સ્ક્રીનિંગ પર રોક લાગે અને FIR નોંધાય.
    Click here to Read More
    Previous Article
    AAP છોડી BJPમાં જોડાયા પણ સ્પીચમાં ફાંફા પડ્યાં:સુરતી પુરની માછલીનું નવું નામ ‘SMC’; રાજભાને રિસોર્ટમાં પણ નેસ દેખાયો
    Next Article
    What EPFO 3.0 will bring: Pension cover for all, social security for gig workers

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment