Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્મી જવાનના ખભાનું સફળ આર્થ્રોસ્કોપિક ઓપરેશન:ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત તબીબોની ટીમે આધુનિક કીહોલ ટેક્નિક દ્વારા સફળ સર્જરી કરી દર્દીના ખભાની સ્થિરતા પુનઃસ્થાપિત કરી

    1 day ago

    સુરત નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય સેનાના એક જવાનના ડાબા ખભાનું અત્યંત જટિલ અને સફળ આર્થ્રોસ્કોપિક ઓપરેશન કરીને તેમને નવી જિંદગી આપી છે. જવાનને ડાબા ખભાના એક્રોમિયો-ક્લેવિક્યુલર સાંધાનું ડિસલોકેશન તેમજ કોરાકો-ક્લેવિક્યુલર (CC) લિગામેન્ટ ફાટી જવાની ગંભીર ઇજા થઈ હતી, જેના કારણે તેઓ સતત અસહ્ય દુખાવો અને નબળાઈ અનુભવી રહ્યા હતા. સેનાના જવાન માટે ખભાની કાર્યક્ષમતા હતી અનિવાર્ય દર્દી ભારતીય સેનામાં ફરજ બજાવતા હોવાથી તેમને નિયમિત કઠોર શારીરિક તાલીમ, ભારે કસરતો અને પર્વતારોહણ જેવી પડકારજનક પ્રવૃત્તિઓ કરવાની હોય છે. આ પરિસ્થિતિમાં તેમના ખભાનું સંપૂર્ણ કાર્યક્ષમ રહેવું અત્યંત અનિવાર્ય હતું. દર્દીની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા 'આર્થ્રોસ્કોપિક AC Joint Reconstruction' જેવી અદ્યતન કીહોલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી, જેનાથી ખભાના સાંધાની સ્થિરતા પુનઃસ્થાપિત થઈ શકી છે. નિષ્ણાત તબીબોની ટીમે આપી શ્રેષ્ઠ સેવાઓ આ જટિલ સર્જરી ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. હરી મેનન તથા ડૉ. નિતિન ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં સર્જન ટીમમાં ઓર્થોપેડિક વિભાગના ડૉ. સ્વપ્નિલ નાલગે (એસોસિયેટ પ્રોફેસર), ડૉ. ઉત્કર્ષ ભારદ્વાજ, ડૉ. જય જોશી અને ડૉ. તન્મય પટેલ સહિતના તબીબોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ વીડિયો કોલ પર પૂછ્યા ખબરઅંતર સારવાર દરમિયાન રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જાતે દર્દી સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરી તેમની તબિયતના ખબરઅંતર પૂછ્યા હતા. તેમણે દર્દીને તમામ જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ આપ્યો હતો. મંત્રીશ્રીના યોગ્ય માર્ગદર્શન હેઠળ દર્દી માટે ઇમ્પ્લાન્ટની સમયસર ઉપલબ્ધતા અને સુવ્યવસ્થિત વોર્ડ સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. ખેલાડીઓ અને સાહસિકો માટે AC સાંધાનું મહત્વ ઓર્થોપેડિક વિભાગના ડૉ. સ્વપ્નિલ નાલગે જણાવ્યા મુજબ, "AC સાંધો ખાસ કરીને બેડમિન્ટન, ટેનિસ જેવી રમતો રમતા ખેલાડીઓ તેમજ પર્વતારોહણ, સાઇકલિંગ અને અન્ય સાહસિક શારીરિક રમતો સાથે સંકળાયેલા લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આવી ગંભીર ઇજાઓમાં સમયસર અને યોગ્ય વૈજ્ઞાનિક સારવાર મળે તો દર્દી ફરીથી પોતાનું સામાન્ય જીવન અને શારીરિક કામગીરી શરૂ કરી શકે છે." સરકારી હોસ્પિટલમાં વિશ્વસનીય સારવારનો પુરાવો નવી સિવિલ હોસ્પિટલમાં અત્યાધુનિક ટેક્નોલોજી, નિષ્ણાત તબીબો અને સુવ્યવસ્થિત આરોગ્ય સેવાઓના આધારે આવી અદ્યતન સર્જરીઓ વિનામૂલ્યે થઈ રહી છે. હોસ્પિટલના તબીબોએ આ કિસ્સાને સરકારી હોસ્પિટલોમાં મળતી ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય સારવારનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પોલીસે કોકરોચ જનતા પાર્ટીના સમર્થકોને જંતર-મંતર પરથી હટાવ્યા:CJPએ કહ્યું- નિઃશસ્ત્ર લોકોને માર્યા, સંસદ માર્ચમાં પણ લાઠીચાર્જ; વાંગચુકે કહ્યું- ઉપવાસ નહીં તોડું
    Next Article
    Video: Customer Complains Blinkit Delivered 'Fake' High-Protein Paneer, Company Responds

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment