Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર મહાપાલિકાની બોર્ડ બેઠકમાં મહત્વના ઠરાવો મંજૂર:વેજીટેબલ માર્કેટની ખાલી દુકાનો ફાળવવા નિર્ણય, વાડી પ્લોટ ખાતે વેચાણ કેન્દ્ર સ્થાપવા અંગે ચર્ચા

    1 day ago

    પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની સામાન્ય બેઠક મેયર સાગર મોદીના અધ્યક્ષસ્થાને અને મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ, પારદર્શક વહીવટ અને નાગરિક સુવિધાઓને લગતા વિવિધ મહત્વપૂર્ણ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. બેઠકમાં પેરેડાઈઝ સિનેમા વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના વેજીટેબલ માર્કેટની ખાલી દુકાનો ફાળવવા અંગે નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા નવા વેચાણ કેન્દ્રો શરૂ કરવા અને વાડી પ્લોટ ખાતે વેચાણ કેન્દ્ર સ્થાપવા અંગે પણ ચર્ચા થઈ હતી. સ્ટ્રીટ વેન્ડર્સ માટે ટાઉન વેન્ડિંગ સમિતિમાં સભ્યની નિમણૂક કરવાનો ઠરાવ પણ મંજૂર કરાયો હતો. મિલકત નામ ટ્રાન્સફર ફી, પાણી, ગટર, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ વેરા સહિતના સુધારા નિયમોને બહાલી આપવામાં આવી હતી. મહાનગરપાલિકાના વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ના કર્મચારીઓ માટે ભરતી અને બઢતીના નવા નિયમોના ડ્રાફ્ટને પણ મંજૂરી મળી હતી. બેઠકમાં વિવિધ એજન્ડા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઠરાવોના અમલ માટે જરૂરી કાર્યવાહી કરવા કમિશનરને અધિકૃત કરવામાં આવ્યા હતા
    Click here to Read More
    Previous Article
    'જબ જબ મોદી ડરતા હૈ, પોલીસ કો આગે કરતા હૈ':અમદાવાદની એમ.જે. લાયબ્રેરીથી પતંગ સુધીનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાયો, વાંગચુકના સમર્થનમાં યુવાઓનું ઘોડાપૂર
    Next Article
    રામોલમાં બ્લાસ્ટ થયેલી ફેક્ટરીમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન:બંને આરોપીઓ જગ્યા ભાડે રાખી 15 હજાર ભાડું ચૂકવતા, 2020માં મેહુલના નામે લાયસન્સ મેળવ્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment