Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોર્ડ્સમાં રોહિતનો ધ 'હીટ-મેન' શો!:સદી ફટકારનાર પ્રથમ ભારતીય, લોર્ડ શાર્દૂલના બેટથી રમ્યો શર્મા; યુવરાજે બેલ વગાડીને મેચ શરૂ કરી; મોમેન્ટ્સ-રેકોર્ડ્સ

    1 day ago

    ઇંગ્લેન્ડે ત્રીજી વન-ડેમાં ભારતને 27 રનથી હરાવીને સિરીઝ 2-1થી જીતી લીધી. લોર્ડ્સમાં રમાયેલી મેચમાં રોહિત શર્માએ 138 રન બનાવ્યા. તે લોર્ડ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો છે. રોહિતે ઇંગ્લેન્ડમાં આઠમી સદી ફટકારી. તે કોઈ વિદેશી ધરતી પર સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બન્યો. આ સાથે તે સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરના ભારતીય ખેલાડી પણ બની ગયો. વિરાટ કોહલી અને રોહિત શર્માએ વન-ડેમાં 21મી વખત સદીની ભાગીદારી કરી. મેચમાં ઘણી રસપ્રદ મોમેન્ટ્સ પણ જોવા મળી. રોહિત, શાર્દૂલ ઠાકુરનું બેટ લઈને રમવા ઉતર્યા. તેની તસવીર વાઇરલ થઈ ગઈ. IND Vs ENG મેચના ટૉપ રેકોર્ડ્સ-મોમેન્ટ્સ… 1. રોહિત-કોહલીએ એકસાથે 400 ઇન્ટરનેશનલ મેચ રમી વિરાટ-રોહિતે એકસાથે સૌથી વધુ ઇન્ટરનેશનલ મેચ રમવાનો ભારતીય રેકોર્ડ બનાવ્યો. એકસાથે 400 ઇન્ટરનેશનલ મેચ રમનારી આ પ્રથમ ભારતીય જોડી બની. બંનેએ ઇન્ટરનેશનલ રમતા ભાગીદારીમાં 8 હજારથી વધુ રન જોડ્યા છે. 2. રોહિત-કોહલી વચ્ચે 21મી સદીની ભાગીદારી રોહિત અને કોહલીએ બીજી વિકેટ માટે 113 રન જોડ્યા. બંને વચ્ચે આ 21મી સદીની ભાગીદારી હતી. આ સાથે જ વન-ડેમાં સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી આ બીજી જોડી બની ગઈ. તેમણે શ્રીલંકાના દિલશાન-સંગાકારાના 20 સદીના રેકોર્ડને પાછળ છોડ્યો. પ્રથમ સ્થાને સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની જોડી છે. તેમની વચ્ચે વન-ડેમાં 26 સદીની ભાગીદારીઓ થઈ છે. 3. રોહિતે ઇંગ્લેન્ડમાં આઠમી સદી ફટકારી રોહિત કોઈ એક વિદેશી ધરતી પર સૌથી વધુ વન-ડે સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે 138 રનની ઇનિંગ્સ સાથે ઇંગ્લેન્ડમાં આઠમી સદી ફટકારી. રોહિતે સચિન તેંડુલકર અને સઈદ અનવરના 7-7 સદીના રેકોર્ડને તોડ્યો. 4. રોહિત લોર્ડ્સમાં વન-ડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય રોહિતે 110 બોલમાં 138 રનની ઇનિંગ રમી. તે લોર્ડ્સના મેદાન પર વન-ડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો છે. તેણે સૌરવ ગાંગુલીના 90 રનના સ્કોરને પાછળ છોડ્યો. આ સાથે જ રોહિત ભારત માટે કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યો. તેણે 39 વર્ષ અને 80 દિવસની ઉંમરે સદી ફટકારી. સચિન તેંડુલકરે 38 વર્ષ અને 327 દિવસની ઉંમરે સદી બનાવી હતી. 5. વિરાટ 87 અને રોહિત 73 સદીની ભાગીદારીમાં સામેલ રહ્યા કોહલી અને રોહિતે સદીની ભાગીદારીનો નવો રેકોર્ડ બનાવ્યો. વન-ડેમાં સૌથી વધુ સદીની ભાગીદારીના મામલે વિરાટ બીજા અને રોહિત ત્રીજા સ્થાને છે. કોહલી 87 વખત અને રોહિત 73 વખત સદીની ભાગીદારીનો ભાગ રહ્યા. સચિન તેંડુલકર 99 વખત સાથે પ્રથમ સ્થાને છે. 6. રોહિતે લોર્ડ્સમાં ત્રીજી સૌથી ઝડપી વન-ડે સદી ફટકારી રોહિતે 84 બોલમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે લોર્ડ્સમાં વન-ડે ક્રિકેટની ત્રીજી સૌથી ઝડપી વન-ડે સેન્ચુરી ફટકારી. પ્રથમ સ્થાને ઇંગ્લેન્ડના જોસ બટલર છે. તેણે 2014માં શ્રીલંકા સામે 61 બોલમાં સદી પૂરી કરી હતી. 7. ઓપનર્સે સૌથી વધુ 447 રન બનાવ્યા ત્રીજી વન-ડેમાં બંને ટીમના ઓપનરોએ મળીને કુલ 447 રન બનાવ્યા. આ વન-ડેના કોઈ એક મેચમાં ઓપનરોએ બનાવેલા સૌથી વધુ રન છે. આ પહેલા 2009માં ભારત અને શ્રીલંકા વચ્ચે રાજકોટમાં ઓપનરોએ 442 રન બનાવ્યા હતા. 8. રૂટે આઉટ થયા વિના સિરીઝમાં 249 રન બનાવ્યા જો રૂટ દ્વિપક્ષીય સિરીઝમાં આઉટ થયા વિના સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. તેણે અણનમ 74 રન બનાવ્યા. રૂટે આ સિરીઝની ત્રણ મેચમાં આઉટ થયા વિના 249 રન બનાવ્યા. તેણે જોસ બટલરનો રેકોર્ડ તોડ્યો. તેણે નેધરલેન્ડ સામે 2022માં 248 રન બનાવ્યા હતા. 9. ડકેટે લોર્ડ્સનો સૌથી મોટો વન-ડે સ્કોર બનાવ્યો બેન ડકેટે 141 રનની ઇનિંગ રમી. તેણે લોર્ડ્સના મેદાન પર વન-ડેનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો. તેણે વિવિયન રિચાર્ડ્સનો 47 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. રિચાર્ડ્સે 1979માં ઇંગ્લેન્ડ સામે અણનમ 138 રન બનાવ્યા હતા. 10. લોર્ડ્સ પર વન-ડેમાં સૌથી મોટો ટીમ સ્કોર ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 387 રન બનાવ્યા. આ લોર્ડ્સ પર વન-ડેનો સૌથી મોટો ટીમ ટોટલ છે. સાથે જ ભારત સામેનો સૌથી મોટો સ્કોર પણ છે. ટીમે 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ઇંગ્લેન્ડે ભારત સામે જ 1975માં 4 વિકેટે 334 રન બનાવ્યા હતા. 11. ભારત સામે ઇંગ્લેન્ડના બેટર્સની સૌથી મોટી ભાગીદારી બેન ડકેટ અને જેકબ બેથેલે પ્રથમ વિકેટ માટે 192 રન જોડ્યા. આ ભારત સામે ઇંગ્લેન્ડ તરફથી કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. તેમણે રૂટ-મોર્ગનનો રેકોર્ડ તોડ્યો. બંનેએ 2018માં ભારત સામે અણનમ 186 રનની ભાગીદારી કરી હતી. 12. પ્રસિદ્ધ ક્રિષ્નાની વન-ડેમાં 50 વિકેટ પૂરા પ્રસિદ્ધ ક્રિષ્ના વન-ડેમાં સૌથી ઝડપી 50 વિકેટ લેવાના મામલે ત્રીજા ભારતીય બન્યો. તેણે આ મામલે જસપ્રીત બુમરાહની બરાબરી કરી. બંનેએ 28 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી. ભારત માટે સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ અજીત અગરકરના નામે છે. તેમણે 23 ઇનિંગ્સમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. 13. બેન ડકેટે લોર્ડ્સ પર ટેસ્ટ અને વન-ડેમાં સદી ફટકારી બેન ડકેટ લોર્ડ્સ પર ટેસ્ટ અને વન-ડેમાં સદી ફટકારનાર વિશ્વનો છઠ્ઠો બેટર બન્યો. તેણે 141 રનની ઇનિંગ રમી. તેની પહેલા ડેનિસ એમિસ, ગ્રેહામ ગૂચ, માર્કસ ટ્રેસ્કોથિક, એલિસ્ટર કૂક અને ગ્રીમ વુડ આ પરાક્રમ કરી ચૂક્યા છે. 14. બરારે વન-ડેમાં ભારતનો ત્રીજો સૌથી મોંઘો સ્પેલ નાખ્યો ગુરનૂર બરારે 10 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 97 રન આપ્યા. તેણે વન-ડેમાં ભારત માટે ત્રીજો સૌથી મોંઘો સ્પેલ નાખ્યો. આ મામલે ભુવનેશ્વર પ્રથમ સ્થાને છે. તેણે 2015માં સાઉથ આફ્રિકા સામે 106 રન આપ્યા હતા. અહીંથી ટૉપ મોમેન્ટ્સ… 1. ગેરી સોબર્સને ખેલાડીઓએ શ્રદ્ધાંજલિ આપી મેચ શરૂ થતા પહેલા ખેલાડીઓ અને ઓફિશિયલ્સે વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ઓલરાઉન્ડર સર ગેરી સોબર્સને શ્રદ્ધાંજલિ આપી. બધાએ લાઈનમાં ઉભા રહીને એક મિનિટનું મૌન પાળ્યું. આ દરમિયાન વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ખેલાડીઓ બ્રાયન લારા અને ક્લાઈવ લોયડ પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા. ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધીને મેચ રમી. સોબર્સનું 17 જુલાઈએ 89 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે વેસ્ટ ઇન્ડીઝ માટે 93 ટેસ્ટમાં 8,032 રન બનાવ્યા અને 235 વિકેટ લીધી. જ્યારે 383 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 28 હજારથી વધુ રન બનાવ્યા અને હજારથી વધુ વિકેટ ઝડપી. 2. યુવરાજ સિંહે બેલ વગાડીને મેચની શરૂઆત કરી યુવરાજ સિંહે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ શરૂ થતા પહેલા પરંપરાગત બેલ વગાડ્યો. લોર્ડ્સમાં રમત શરૂ થવાના 5 મિનિટ પહેલા બેલ વગાડવામાં આવે છે. આ માટે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને આમંત્રિત કરવામાં આવે છે. રવિવારે યુવરાજે ઘંટડી વગાડ્યા બાદ રમત શરૂ થઈ. 3. શાર્દૂલ ઠાકુરના બેટથી રમ્યો રોહિત રોહિત મુંબઈના સાથી ખેલાડી શાર્દૂલ ઠાકુરનું બેટ લઈને ઉતર્યો હતો. રોહિતના બેટના નીચેના ભાગ પર શાર્દૂલ ઠાકુરનું નામ લખેલું હતું. તેની તસવીર ટીવી સ્ક્રીન પર બતાવવામાં આવી હતી, જ્યારે શાર્દુૂલ કોમેન્ટ્રીમાં બેઠો હતો. આ દરમિયાન શાર્દૂલે મજાકિયા અંદાજમાં કહ્યું કે તમે મને ટીમમાંથી બહાર રાખી શકતા નથી. તેણે જણાવ્યું કે રોહિતે તેની પાસેથી ઘણા બેટ લીધા છે. -------------------------- ENG vs IND વન-ડે સંબંધિત આ સમાચાર પણ વાંચો… ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું: સિરીઝ 2-1થી જીતી, ડકેટના 141 રન; રોહિતની સદી એળે ગઈ ઇંગ્લેન્ડે ત્રીજી વન-ડેમાં ભારતને 27 રનથી હરાવીને ત્રણ મેચોની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે પહેલી બેટિંગ કરતા 50 ઓવરમાં 387/3 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 360 રન જ બનાવી શકી. રોહિત શર્માએ 138 રનની ઇનિંગ્સ રમી, પરંતુ તે જીત અપાવી શક્યો નહીં. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Delhi traffic police issues advisory, avoid these routes
    Next Article
    રામમંદિરમાં ચોરી- સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી:CBI તપાસની માંગ, SITએ રિપોર્ટ રજુ કર્યો; ટિન્નુના ઘરેથી કાર અને બુલેટ જપ્ત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment