Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રિપગી દોડ, કોથળા દોડ જેવી રમતોથી રમતવીરો ખુશ થયા‎:અમરેલી ખાતે વિસરાઈ ગયેલી રમતો રમાઈ વારસાની રમતો નામથી આનંદોત્સવ યોજાયો

    3 days ago

    અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતે કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વારસાની રમતો આનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં ભમરડો, રસ્સાખેંચ, સંગીત ખુરશી, ત્રિપગી દોડ, કોથળા દોડ, લીંબુ-ચમચી, દોરડા કૂદ સહિતની પરંપરાગત રમતોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પણ વિવિધ રમતોમાં સહભાગી બની બાળપણની યાદો તાજી કરી હતી. તેમના સાથે પૂર્વ કૃષિમંત્રી બેચરભાઈ ભાદાણી, પી.પી. સોજીત્રા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ પણ રમતોનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર વિવિધ શાળાઓ, સંસ્થાઓ અને મહિલા મંડળોને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યમંત્રી સહિતના પણ બાળકોની રમત રમ્યા રાજ્યના ઉર્જામંત્રી અને ધારાસભભ્ય, પૂર્વ કૃષિમંત્રી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના આગેવાનો કાંચની લખોટી અને રસ્સાખેંચ જેવી રમતો રમી હળવાશ અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    પીજીવીસીએલની ટીમે સીમેન્ટનો પોલ નાખી દીધો:ભાસ્કરના અહેવાલ બાદ દામનગરમાં જર્જરિત વીજપોલ અંતે તંત્રએ બદલ્યો
    Next Article
    શેત્રુંજીને બચાવવા સુરત, અમદાવાદના લોકો પણ વતનમાં પહોંચ્યા:સરંભડામાં રેત માફિયાઓ સામે નદીના પટમાં ગામના લોકોએ રામધૂન બોલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment