Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસદનું ચોમાસુ સત્ર આજથી:પેપર લીક, રામ મંદિરમાં દાન ચોરી પર હોબાળાની શક્યતા; રાજ્યસભામાં અમિત શાહ વંદેમાતરમ સંબંધિત બિલ રજૂ કરશે

    2 days ago

    સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. તેની શરૂઆત તોફાની રહેવાની શક્યતા છે. વિપક્ષ સોનમ વાંગચુકના ઉપવાસ, NEET-UG પેપર લીક, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR), મોંઘવારી અને રામ મંદિરના ચઢાવાની ચોરી સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. બીજી તરફ, સરકાર આ સત્રમાં 7 વિધેયકો રજૂ કરશે. લોકસભામાં સૌથી પહેલા સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવા સંબંધિત 'સુપ્રીમ કોર્ટ (સુધારા) વિધેયક' રજૂ કરવામાં આવશે. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંધારણ અને રાષ્ટ્રગાનના અપમાન સંબંધિત સુધારા વિધેયક રજૂ કરશે. આ વખતે ચોમાસુ સત્રમાં TMCના બળવાખોર સાંસદોની નવી પાર્ટી 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' પણ પહેલીવાર સંસદમાં જોવા મળશે. TMC છોડીને ભાજપમાં જોડાયેલા નવા સાંસદો રાજ્યસભામાં શપથ લેશે. સત્ર શરૂ થતા પહેલા પીએમ મોદી સંસદ ભવનના હંસ દ્વાર પર મીડિયાને સંબોધિત કરશે. 18મી લોકસભાનું નવમું સંસદીય સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. 25 દિવસના આ સત્રમાં લોકસભા અને રાજ્યસભાની કુલ 19 બેઠકો પ્રસ્તાવિત છે. આજે રજૂ થશે 2 મહત્વના બિલ… રાજ્યસભા: વંદેમાતરમનું અપમાન ગુનો ગણાશે, જો કાયદો બનશે તો સજા અને દંડ પણ મોદી સરકાર રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ (સુધારા) અધિનિયમ, 2026 પહેલા રાજ્યસભામાં રજૂ કરવાની છે. 1971ના અધિનિયમ હેઠળ મુખ્યત્વે રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રગાન, બંધારણનું અપમાન કરવા પર કાનૂની કાર્યવાહીની જોગવાઈ છે. આ હેઠળ રાષ્ટ્રીય સન્માનનું અપમાન કરવા પર 3 વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે. સરકારે આ જ અધિનિયમની કલમ 3માં સુધારો કર્યો છે. તે રાષ્ટ્રગીત વંદેમાતરમ્‌ને રાષ્ટ્રગાનની બરાબરનો દરજ્જો અપાવવા માંગે છે. એટલે કે બિલનો હેતુ રાષ્ટ્રીય ગીતને પણ રાષ્ટ્રગાન 'જન ગણ મન'ની જેમ જ કાનૂની સુરક્ષા આપવાનો છે. બિલની જોગવાઈઓ અનુસાર હવે વંદેમાતરમ્‌ ગાવામાં અવરોધ ઊભો કરવા, કોઈપણ રીતે તેનું અપમાન કરનારા કાર્યને દંડનીય બનાવવામાં આવશે. લોકસભા: સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારતું બિલ વટહુકમનું સ્થાન લેશે લોકસભામાં સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વિધેયક, 2026 રજૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 34 થી વધારીને 38 (મુખ્ય ન્યાયાધીશ સહિત) કરવામાં આવશે. આ બિલ મે મહિનામાં જારી કરાયેલા વટહુકમનું સ્થાન લેશે. વટહુકમ લાગુ થયા બાદ વધેલી મંજૂર સંખ્યાના આધારે સુપ્રીમ કોર્ટમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. આ સુધારા માટે બંધારણમાં ફેરફાર કરવાની જરૂર નથી. તેને પસાર કરવા માટે સંસદમાં સાદી બહુમતીની જરૂર છે. ભાસ્કર નોલેજ: ઓર્ડિનન્સ શું હોય છે જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય, ત્યારે સરકાર તાત્કાલિક કાયદો બનાવવા માટે ઓર્ડિનન્સ અથવા વટહુકમ બહાર પાડી શકે છે. પરંતુ સંસદનું સત્ર શરૂ થયા પછી તેને 6 અઠવાડિયા (42 દિવસ)ની અંદર બંને ગૃહોમાંથી પસાર કરાવવું જરૂરી હોય છે, અન્યથા ઓર્ડિનન્સ આપમેળે સમાપ્ત થયેલો માનવામાં આવે છે. TMCના 20 બળવાખોર સાંસદોને લોકસભામાં અલગ બેઠકો મળી લોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 20 બળવાખોર સાંસદોને નવી બેઠકો ફાળવી છે જેથી તેઓ અલગ બેસી શકે. લોકસભા સચિવાલયના સૂત્રો અનુસાર, કુલ 39 સાંસદોને નવી બેઠકો આપવામાં આવી છે. તેમને અલગ બેસાડવા માટે બાકીના સભ્યોને નવી બેઠકો આપવી પડી છે. TMCના નેતા અભિષેક બેનર્જીની બેઠક પણ બદલી દેવામાં આવી છે. આ ઉપરાંત, YSR કોંગ્રેસના પીવી મિથુન રેડ્ડી, શિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલની બેઠકો પણ બદલવામાં આવી છે. સરકાર સીમાંકન બિલ લાવી શકે છે, પરંતુ કેટલાક બિલ અટકેલા છે સરકારે સંસદના ચોમાસુ સત્રનો એજન્ડા જણાવી દીધો છે. કુલ 7 વિધેયકોની યાદીમાં 2 જૂના અને 5 નવા વિધેયકો છે. આમાં 30 દિવસ જેલમાં રહ્યા હોય તો PM-CM ને હટાવતું બિલ, કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારા) વિધેયક, એક દેશ-એક ચૂંટણી બિલ, સીમાંકન અને મહિલા અનામત બિલ સંબંધિત બંધારણીય સુધારા બિલનો ઉલ્લેખ નથી. 1. 30 દિવસ જેલમાં રહ્યા તો PM-CM ને હટાવતું બિલ: ચોમાસુ સત્રમાં આવવું મુશ્કેલ. કારણ- આ હાલમાં સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસી પાસે વિચારણા હેઠળ છે. જેપીસીએ 17 જુલાઈના રોજ બેઠકમાં પોતાનો ડ્રાફ્ટ રિપોર્ટ મુલતવી રાખ્યો. જેપીસીએ પાંચ ભલામણો આપી છે. સમિતિના અધ્યક્ષ ભાજપના સાંસદ અપરાજિતા સારંગીનું કહેવું છે કે આના પર વધુ ચર્ચાની જરૂર છે. 2. કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારા) વિધેયક: આ બિલના પણ ચોમાસુ સત્રમાં રજૂ થવાની સંભાવના ઓછી છે. કારણ- જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી આના પર વિચાર કરી રહી છે. સમિતિએ 17 જુલાઈના રોજ મીટિંગ બિલ સાથે સંકળાયેલા ત્રણ મહત્વપૂર્ણ કાયદાઓ પર પોતાના ડ્રાફ્ટ રિપોર્ટને મંજૂરી આપવાનો નિર્ણય મુલતવી રાખ્યો. સમિતિનું કહેવું છે કે સંબંધિત પક્ષો એટલે કે સ્ટેકહોલ્ડર્સ સાથે વધુ વાતચીતની જરૂર છે. 3. એક દેશ-એક ચૂંટણી બિલ: આ બિલને પણ સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવ્યું છે. હજુ ઘણા પક્ષો સાથે વાતચીત કરવાની બાકી છે. તેથી ચોમાસુ સત્રમાં તેને પણ રજૂ કરવાની સંભાવના ઓછી છે. 4. સીમાંકન અને મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ: આ બિલ સરકાર ગમે ત્યારે લાવી શકે છે. સરકારને બે તૃતીયાંશ બહુમતીની જરૂર છે, પરંતુ હાલમાં તેની પાસે બહુમતી નથી. સીમાંકન સંબંધિત બિલ લાવવા સરકાર સંખ્યા એકત્ર કરવામાં લાગી છે, સમજો કેવી રીતે કરશે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર DMK અને શરદ પવારની પાર્ટીને સાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે. DMK સાથે સીમાંકન સંબંધિત ખાતરીઓને બંધારણ સુધારા બિલમાં લેખિત સ્વરૂપે સામેલ કરવા પર સહમતિ સધાઈ છે. બિલો પસાર કરાવવા માટે સદનની વર્તમાન સંખ્યાના આધારે સરકારને બંને ગૃહોમાં બે-તૃતીયાંશ સાંસદો એટલે કે લોકસભામાં 360 અને રાજ્યસભામાં 161 સાંસદોનું સમર્થન જોઈએ. વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ સંબંધિત બંધારણનો 131મો સુધારા બિલ અને સીમાંકન સુધારા બંધારણ 2026 બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે આ બિલો પસાર થઈ શક્યા ન હતા. બિલ પસાર કરાવવા માટે સરકારનું ગણિત લોકસભામાં 2 વિકલ્પો રાજ્યસભામાં 2 વિકલ્પો
    Click here to Read More
    Previous Article
    Hold all-party meet for FCRA, delimitation Bill, Derek urges PM Narendra Modi
    Next Article
    Argentina Coach's Emotional Message After FIFA World Cup Final Defeat: "We Know How To Lose"

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment