Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીભત્સ મેસેજ કરનાર યુવક સામે ફરિયાદ:વૃદ્ધ મહિલા અને તેમના પરિવારને ધમકીભર્યા મેસેજ મોકલીને હેરાન કરતો, બાળકોને ઉપાડી જવાની ધમકી આપતો

    2 days ago

    મહેસાણા શહેરમાં એક વૃદ્ધ મહિલા અને તેમના પરિવારને વોટ્સએપ પર બીભત્સ મેસેજો મોકલી માનસિક રીતે હેરાન પરેશાન કરવા તેમજ ગંભીર ધમકીઓ આપવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વિકૃત માનસિકતા ધરાવતા યુવાને વૃદ્ધા તેમજ તેમના જમાઈને નિશાન બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી હેરાનગતિ શરૂ કરી હતી. આ મામલે આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. યુવાને બીભત્સ શબ્દો ભર્યા મેસેજો મોકલવાનું ચાલુ રાખ્યું ગત એપ્રિલ માસથી એક વિકૃત યુવાન દ્વારા આ કારસ્તાન આચરવામાં આવી રહ્યું હતું. આ યુવાને શરૂઆતમાં એક વૃદ્ધ મહિલાના વોટ્સએપ નંબર પર મેસેજો કરવાનું શરૂ કર્યું હતું. મહિલા અને તેમના પરિવારે વાત કરવાની મનાઈ કરવા છતાં આ યુવાને બીભત્સ શબ્દો ભર્યા મેસેજો મોકલવાનું ચાલુ રાખ્યું હતું. વિકૃત યુવાન એટલાથી જ ન અટકતાં તેણે વૃદ્ધાની સાથે સાથે તેમના જમાઈના મોબાઈલ નંબર પર પણ આવા જ અશ્લીલ અને ધમકીભર્યા મેસેજો મોકલી આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી દીધો હતો. પરિવારના નિર્દોષ બાળકોને ઉપાડી જવાની ધમકીઓ આપી આ વિકૃત યુવાને તમામ હદો પાર કરીને વોટ્સએપ પર પોતાના પ્રાઇવેટ પાર્ટના ફોટા અને વીડિયો મોકલ્યા હતા. એટલું જ નહીં, જો તેની વાત માનવામાં નહીં આવે તો આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની તેમજ પરિવારના નિર્દોષ બાળકોને ઉપાડી જવાની અને જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ પણ આપી હતી. આ સતત મળતી ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે ભોગ બનનાર પરિવારે કાયદાનો આશરો લીધો હતો. એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ સમગ્ર કાળું કારસ્તાન આચરનાર વિકૃત યુવાન વિસનગર તાલુકાના ગુંજાળા ગામનો વતની કૃપેશ ચૌધરી છે.આ મામલે ભોગ બનનાર પક્ષ દ્વારા મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ ફરિયાદના આધારે આરોપી કૃપેશ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્તિની અટકળો વચ્ચે રોહિત શર્માએ સેન્ચુરી ફટકારી:110 બોલમાં 138 રન ફટકારીને આઉટ થયો; વિરાટ કોહલી સાથે 113 રનની પાર્ટનરશીપ થઈ
    Next Article
    Israel To Receive More US Tanker Aircraft Amid Intensifying Iran Attacks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment