Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રાઈટ સ્કૂલ હરણી ખાતે વિદ્યાર્થી સંઘનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો:ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે વિદ્યાર્થીઓને આપી ઈમાનદારીની શીખ

    3 days ago

    વડોદરાના ન્યુ બ્રાઈટ ઍજયુકેશન ટ્રસ્ટ સંચાલિત બ્રાઈટ સ્કૂલ - GSEB યુનિટ (હરણી) ખાતે વિદ્યાર્થી સંઘના નવ-ચૂંટાયેલા હોદ્દેદારો માટે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં શાળાના બાળ નેતાઓએ શિસ્તબદ્ધ રીતે પોતાની નવી શૈક્ષણિક જવાબદારીઓનો સ્વીકાર કર્યો હતો. આ ગૌરવપૂર્ણ પ્રસંગે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર શ્રી આદિત્ય પટેલ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પરંપરાગત બેન્ડ સાથે વિધિવત રીતે હોલમાં પ્રવેશેલા વિદ્યાર્થીઓને સંબોધતા ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે, નેતૃત્વ એ એક મોટી જવાબદારી છે અને તેમણે તમામ વિદ્યાર્થી-નેતાઓને પોતાની ફરજો સંપૂર્ણ ઈમાનદારી તેમજ નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે પ્રેરણા પુરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અત્યંત શિસ્તબદ્ધ માહોલમાં કરવામાં આવ્યું હતું. આ શપથ ગ્રહણ સમારોહમાં શાળાના પ્રમુખ નિમષ શાહ, ડાયરેક્ટર જીરલ શાહ, આચાર્યા ચંચલ ભાગડીયા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ હાજર રહ્યા હતા અને ચૂંટાયેલા હોદ્દેદારોને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં FIR:9ના મોતમાં ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સના સંચાલકો સામે ગુનો દાખલ, ખેતરમાં ધમધમતી વધુ બે ફેક્ટરી ઝડપાઈ
    Next Article
    સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ:બે ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણી-પાણી; ઉધના ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment