Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ડ્રોન વીડિયો કોપીરાઇટના નામે ખંડણી:બે ઇન્ફ્લુએન્સર્સ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

    4 days ago

    વલસાડમાં ડ્રોન વીડિયોના કોપીરાઇટના નામે ખંડણી અને ધમકી આપવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં બે ઇન્ફ્લુએન્સર્સ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ અનુસાર, 13 જુલાઈના રોજ વલસાડ રેલવે સ્ટેશન બહાર બનાવવામાં આવેલો એક ડ્રોન વીડિયો આરોપી શ્રેયાંશ યાદવે ફરિયાદીને વેચ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થયા બાદ શ્રેયાંશે તેના કોપીરાઇટનો દાવો કર્યો હતો. શ્રેયાંશ પર શરૂઆતમાં ₹15,000 અને ત્યારબાદ ₹10 લાખની ખંડણીની માંગણી કરવાનો આરોપ છે. આ ઉપરાંત, અન્ય આરોપી નિકુંજ સરદારસિંહ મીનાએ સમાધાનના બહાને ફરિયાદી પર દબાણ કર્યું હતું. તેણે માંગણી સ્વીકારવામાં નહીં આવે તો હાથ-પગ તોડી નાખવાની અને ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે વલસાડ પોલીસે આરોપી નિકુંજ સરદારસિંહ મીના, શ્રેયાંશ યાદવ અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વોશિંગ્ટન સુંદર ત્રીજી વન-ડેમાંથી બહાર:હર્ષ દુબેને ટીમમાં સ્થાન મળ્યું, ઇંગ્લેન્ડ સામે ત્રીજી મેચ આવતીકાલે
    Next Article
    અમદાવાદમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 3 બાળકો સહિત 9 ભડથું:સળગતા શ્રમિકને ઠંડો પાડવા પાણીના નળ નીચે મૂક્યો, 300 મીટર દૂર કાટમાળ પડ્યો; ઉભો પાક સળગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment