Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઈ અને લવલીના હશે ભારતના ધ્વજવાહક:ભારતીય ઓલિમ્પિક એસોસિયેશને જાહેરાત કરી, બંને ખેલાડીઓ છે ઓલિમ્પિક મેડલિસ્ટ

    4 days ago

    ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેન ગ્લાસગોમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભારતની ધ્વજવાહક હશે. ભારતીય ઓલિમ્પિક એસોસિયેશને શનિવારે તેની જાહેરાત કરી છે. આ મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટનો ઓપનિંગ સેરેમની 23 જુલાઈએ યોજાશે. IOA અધ્યક્ષ પીટી ઉષાએ કહ્યું કે બંને ખેલાડીઓને આ સન્માન મળવું ગર્વની વાત છે. હાલમાં બંને ખેલાડીઓ યુનાઇટેડ કિંગડમમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. ચાનુએ ટોકિયો ઓલિમ્પિકમાં સિલ્વર જીત્યો હતો મીરાબાઈ ચાનુ 8 ઑગસ્ટે 32 વર્ષનાં થશે. તેઓ લગભગ એક દાયકાથી ભારતના મુખ્ય વેઈટલિફ્ટર છે. તેમણે 2021 ટોકિયો ઓલિમ્પિકમાં સિલ્વર અને 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે તેઓ 2024 પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતી શક્યા ન હતા, પરંતુ ગ્લાસગોમાં તેઓ ભારતની મોટી આશા છે. લવલીનાએ ટોકિયોમાં બ્રોન્ઝ જીત્યો હતો લવલીના બોરગોહેને ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણે 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને 2023 હાંગઝો એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. ગ્લાસગોમાં યોજાનારી આ રમતોમાં લવલીનાને ભારતની મુખ્ય મેડલ દાવેદારોમાંની એક માનવામાં આવી રહી છે. 2022માં સિંધુ અને મનપ્રીત ધ્વજવાહક હતા બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022ની ઓપનિંગ સેરેમનીમાં ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને મેન્સ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ભારતીય દળના ધ્વજવાહક હતા. જ્યારે ક્લોઝિંગ સેરેમની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર નિખત ઝરીન અને ટેબલ ટેનિસના દિગ્ગજ શરત કમલે તિરંગો પકડીને ભારતીય દળનું નેતૃત્વ કર્યું. -------------------- કોમનવેલ્થ ગેમ્સ સંબંધિત આ સમાચાર પણ વાંચો… કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે ભારતના 125 ખેલાડીઓ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી શરૂ થનારી 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતે તેના 125 એથ્લેટ્સના દળની જાહેરાત કરી દીધી છે. ESPNના રિપોર્ટ મુજબ, આ દળમાં 77 મેન્સ અને 48 વુમન્સ પ્લેયર્સ સામેલ છે. ભારતીય ખેલાડીઓ કુલ 13 રમતગમતની વિદ્યાઓમાં પોતાનો પડકાર રજૂ કરશે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Shashi Tharoor spotlights Ramassery delicacy that ‘looks like a dosa but tastes like idli’
    Next Article
    વોશિંગ્ટન સુંદર ત્રીજી વન-ડેમાંથી બહાર:હર્ષ દુબેને ટીમમાં સ્થાન મળ્યું, ઇંગ્લેન્ડ સામે ત્રીજી મેચ આવતીકાલે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment