Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક સવાર બે મિત્રોને ઉડાવ્યા:ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતમાં યુવકનું મોત, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી; એકને ગંભીર ઈજા

    4 days ago

    ગાંધીનગરના ધોળાકુવા બ્રિજ ચડતા હાઈવે પર પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક ફોર વ્હીલ કારના ચાલકે આગળ જઈ રહેલા બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા 38 વર્ષીય યુવકનું માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે બાઈક ચલાવી રહેલા અન્ય એક યુવકને નાની-મોટી ઈજાઓ થઈ છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પૂરપાટ આવતી કારે બાઈકને પાછળથી ટક્કર મારી હતી અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા અને સાઈન બોર્ડ લગાવવાનું કામ કરતા રજનિશકુમાર મકવાણા તેના મિત્ર મનોજકુમાર મુન્નાલાલ સંખવાર સાથે કામ અર્થે પલ્સર બાઈક લઈને ગાંધીનગરના સરગાસણ તરફ આવી રહ્યા હતા. ત્યારે ળાકુવા બ્રિજ પાસેના સર્વિસ રોડ તરફ પાછળથી પુરઝડપે ધસી આવેલી એક ફોર વ્હીલ ગાડી (GJ-05-RX-5488) ના ચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ઇજાગ્રસ્ત બંને મિત્રોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા આ ટક્કરથી બંને મિત્રો રોડ પર પટકાયા હતા. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક પોતાની ગાડી સહેજ આગળ ઉભી રાખીને તરત જ ત્યાંથી નાસી છૂટ્યો હતો. દરમિયાન હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. બાદમાં ઇજાગ્રસ્ત મનોજકુમાર અને ગંભીર રીતે ઘવાયેલા રજનિશકુમારને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. યુવકના મોતથી બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી જો કે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ રજનિશકુમારને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં બાઈક ચાલક મનોજકુમારને શરીરે વત્તી-ઓછી ઈજાઓ પહોંચી હતી. જે હાલ સારવાર હેઠળ છે. મૃતક રજનિશકુમારના પરિવારમાં પત્ની અને બે દીકરા 11 વર્ષનો રક્ષિત અને 9 વર્ષનો જોયલ છે. આ મામલે મૃતકના મોટા ભાઈ આશિષ આર્યએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ માટે શરમજનક કિસ્સો, કોર્ટનો DySP-PI સામે ફરિયાદનો આદેશ:આરોપી પોલીસ સ્ટેશનમાં બેઠો હતો અને પોલીસે કહ્યું મળતો નથી, વીડિયો જોઈને કેશોદ કોર્ટ બગડી, હુકમની નકલ DGPને પણ મોકલી
    Next Article
    પાટણ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કર:અર્ટીકા ચાલક 25 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment