Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં શટલ રિક્ષામાં લૂંટ અને રથયાત્રામાં ચોરી:રિક્ષામાં સગીરને માર મારી મોબાઈલની લૂંટ, રથયાત્રાની ભીડમાં પણ તસ્કર સક્રિય

    9 hours ago

    અમદાવાદ શહેરમાં શટલ રિક્ષામાં મુસાફરી કરવી વધુ એક વખત અસુરક્ષિત સાબિત થઈ છે. કાલુપુર વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ચાર શખ્સોએ એક સગીરને માર મારી તેનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. બીજી તરફ, શહેરમાં યોજાયેલી જગન્નાથ રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની ભીડનો લાભ લઈને ગઠિયાએ એક યુવકના ખિસ્સામાંથી મોબાઈલ સરી લીધો હતો. આ બંને બનાવો અંગે કાલુપુર અને ગાયકવાડ હવેલી પોલીસ મથકે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સીટ સરખી કરવાના બહાને સગીર સાથે મારામારી કરી લૂંટ ચલાવી શહેરકોટડા વિસ્તારમાં રહેતા મુકેશ ખારવીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મુકેશભાઈ લાલદરવાજા ખાતે એક દુકાનમાં નોકરી કરે છે અને તેમનો સગીર પુત્ર વિનય પણ તેમની સાથે કામ કરવા માટે ઘરેથી શટલ રિક્ષામાં નીકળ્યો હતો. રિક્ષામાં પહેલેથી જ મુસાફર બનીને બેઠેલા ચાર શખ્સોએ "સરખું બેસાતું નથી" તેમ કહી વિનય સાથે બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ ચારેય શખ્સોએ વિનય સાથે મારામારી કરી તેના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો અને ફરાર થઈ ગયા હતા. કાલુપુર પોલીસે અજાણ્યા ચાર શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રથયાત્રામાં દર્શન કરવા ગયેલા યુવકના ખિસ્સામાંથી મોબાઈલ ચોરાયો ચોરીના બીજા બનાવમાં, સોલા વિસ્તારના અનુરાગ બંગ્લોઝમાં રહેતા નિલેશ ચાવડા જગન્નાથ રથયાત્રાના દિવસે સવારે ભગવાનના દર્શન કરવા જમાલપુર ગયા હતા. જમાલપુર ફાયરબ્રિગેડ નજીક શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે તેઓ ઊભા હતા, ત્યારે કોઈ અજાણ્યા ગઠિયાએ નજર ચૂકવીને તેમના પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ ફોન સરકાવી લીધો હતો. મોબાઈલ ગાયબ હોવાનું માલૂમ પડતાં તેમણે આસપાસ શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં અંતે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ગઠિયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગઈ:દીપકેએ કહ્યું- હવે આજથી મારી ભૂખ હડતાળ શરૂ, વાંગચુકની પત્નીનું હોસ્પિટલને અલ્ટીમેટમ, કહ્યું- તેમને મારી મંજૂરી વિના કંઇ ના આપશો
    Next Article
    ફતેગંજમાં વોટ્સએપ સ્ટેટસ મૂકવાની જૂની અદાવતમાં લોહિયાળ ખેલ:નમાજ પઢીને ચા પીવા ઉભેલા પિતરાઈ ભાઈઓ પર લોખંડની પાઈપથી શખસોનો જીવલેણ હુમલો, એકની હાલત ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment