Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- તેજી દરમિયાન નફાવસૂલી જોવા મળી:સપ્તાહ દરમિયાન શેરબજારમાં એકંદરે સકારાત્મક પરંતુ વોલેટાઇલ વલણ રહ્યું

    4 days ago

    ગત સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં એકંદરે સકારાત્મક પરંતુ વોલેટાઇલ વલણ જોવા મળ્યું હતું. સપ્તાહની શરૂઆતમાં વૈશ્વિક અનિશ્ચિતતા, ઉપરના સ્તરે નફાવસૂલી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પસંદગીયુક્ત વેચવાલીને કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું. જોકે સપ્તાહના મધ્યભાગથી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો અંગેનો આશાવાદ, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને પાવર સેક્ટરમાં મજબૂતી તેમજ વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને કારણે બજારમાં પુનઃ તેજી જોવા મળ્યો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન મુખ્ય સૂચકાંકો મહત્વના આધાર સ્તરો ઉપર ટકી રહ્યા હતા, જે રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. તેમ છતાં દરેક તેજી દરમિયાન નફાવસૂલી જોવા મળતાં બજારમાં અસ્થિરતા યથાવત્ રહી હતી. સેન્સેક્સમાં સપ્તાહ દરમિયાન ઊંચી વધઘટ જોવા મળી હતી. શરૂઆતમાં ભારે દબાણ વચ્ચે સૂચકાંક નીચે સરક્યો હતો, પરંતુ ત્યારબાદ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, આઈટી, ઓટો અને પાવર સેક્ટરમાં મજબૂત ખરીદીના કારણે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. સપ્તાહના અંતે સેન્સેક્સ ફરી સકારાત્મક વલણ સાથે મહત્વના આધાર સ્તરો ઉપર સ્થિર રહ્યો હતો. નિફ્ટી ફ્યુચરમાં પણ શરૂઆતમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું, પરંતુ ત્યારબાદ શોર્ટ કવરિંગ અને નવા ખરીદદારોના પ્રવેશથી સુધારો જોવા મળ્યો હતો. જોકે ઉપરના સ્તરે હજુ પણ નફાવસૂલીનું દબાણ યથાવત્ રહ્યું હતું. સ્થાનિક સ્તરે નિયમિત એસ.આઈ.પી. દ્વારા આવતો મજબૂત નાણાંપ્રવાહ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, સરકારના માળખાકીય વિકાસમાં વધતો ખર્ચ, મજબૂત કરવેરા વસૂલાત, બેન્કિંગ ક્ષેત્રમાં પૂરતી નાણાકીય ઉપલબ્ધતા અને ચોમાસાની સંતોષકારક પ્રગતિ બજાર માટે મુખ્ય હકારાત્મક પરિબળો રહ્યા હતા. પ્રથમ ત્રિમાસિકના સારા કોર્પોરેટ પરિણામોની અપેક્ષાએ પણ રોકાણકારોમાં વિશ્વાસ વધાર્યો હતો. બજારના મુખ્ય પરિબળો અને રોકાણકારોનું વલણ વૈશ્વિક પરિબળો: વૈશ્વિક બજારોમાં મિશ્ર પરંતુ સુધરતું વલણ જોવા મળ્યું હતું. અમેરિકન બજારોમાં સ્થિરતા, કેટલાક દેશોમાં ફુગાવાના દબાણમાં ઘટાડાના સંકેતો અને ક્રૂડ ઓઇલના ભાવમાં મર્યાદિત નરમાઈ ભારતીય બજાર માટે હકારાત્મક રહ્યા હતા. જોકે અમેરિકાની વ્યાજદર નીતિ, ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક વેપાર સંબંધિત અનિશ્ચિતતાએ સમયાંતરે દબાણ ઊભું કર્યું હતું. સેક્ટરલ દૃષ્ટિ: સેક્ટરલ દૃષ્ટિએ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, પાવર, ડિફેન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ, ફાર્મા, આઈટી, ઓટો અને એફએમસીજી સેક્ટરમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. ખાસ કરીને બેન્કિંગ અને પાવર સેક્ટરમાં સંસ્થાકીય ખરીદી મજબૂત રહી હતી. બીજી તરફ મેટલ, rિયલ એસ્ટેટ અને કેટલાક નિકાસ આધારિત સેક્ટરમાં મર્યાદિત નફાવસૂલી જોવા મળી હતી. તેજી તરફી કારણો: આ સપ્તાહ દરમિયાન બજારમાં તેજી પાછળ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, એસ.આઈ.પી. દ્વારા વધતો નાણાંપ્રવાહ, પ્રથમ ત્રિમાસિકના સારા પરિણામોની અપેક્ષા, વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો, ક્રૂડ ઓઇલના નરમ ભાવ, સરકારના મૂડી ખર્ચમાં વધારો અને ચોમાસાની અનુકૂળ સ્થિતિ મુખ્ય કારણો રહ્યા હતા. ગુણવત્તાસભર લાર્જકેપ શેરોમાં સતત ખરીદી તેમજ બેન્કિંગ અને પાવર સેક્ટરની મજબૂત કામગીરીએ મુખ્ય સૂચકાંકોને ટેકો આપ્યો હતો. નકારાત્મક પરિબળો: સકારાત્મક સપ્તાહ હોવા છતાં કેટલાક નકારાત્મક પરિબળો પણ યથાવત્ રહ્યા હતા. સતત તેજી બાદ ઉપરના સ્તરે નફાવસૂલીનું દબાણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પસંદગીયુક્ત વેચવાલી,ઊંચા મૂલ્યાંકન, અમેરિકાની વ્યાજદર નીતિ અંગેની અનિશ્ચિતતા, ભૂરાજકીય તણાવ અને કોર્પોરેટ પરિણામો પહેલાં રોકાણકારોની સાવચેતીને કારણે દિવસ દરમિયાન વોલેટિલિટી વધી હતી. મોટા શેરોમાં થતી નફાવસૂલીના કારણે બજાર ઘણી વખત દિશા બદલતું રહ્યું હતું. વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સપ્તાહ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત નેટ ખરીદદારો રહ્યા હતા અને તેમણે બજારને મજબૂત આધાર પૂરો પાડ્યો હતો. નિયમિત એસ.આઈ.પી. દ્વારા આવતો નાણાંપ્રવાહ બજારની સૌથી મોટી તાકાત બની રહ્યો હતો. બીજી તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પસંદગીયુક્ત ખરીદી અને વેચવાલી ચાલુ રાખી હતી. કોમોડિટી મૂવમેન્ટ કોમોડિટી બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ક્રૂડ ઓઇલના ભાવમાં મર્યાદિત નરમાઈ ભારત માટે હકારાત્મક રહી હતી, કારણ કે તે આયાત ખર્ચ અને ફુગાવાના દબાણમાં રાહત આપી શકે છે. સોનામાં સલામત રોકાણ તરીકે માંગ યથાવત્ રહી હતી, જ્યારે ચાંદી અને ઔદ્યોગિક ધાતુઓમાં મર્યાદિત વધઘટ જોવા મળી હતી. ક્રૂડ ઓઇલની સ્થિરતા ઓઇલ માર્કેટિંગ, એવિએશન અને કેમિકલ ક્ષેત્ર માટે અનુકૂળ રહી હતી. ભાવિ દિશા ભાવિ દિશા અંગે જોવામાં આવે તો આગામી સપ્તાહમાં બજારની દિશા પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો, વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની પ્રવૃત્તિ,અમેરિકાની વ્યાજદર નીતિ, વૈશ્વિક બજારોના વલણ અને ક્રૂડ ઓઇલના ભાવ ઉપર નિર્ભર રહેશે. જો મુખ્ય સૂચકાંકો મહત્વના આધાર સ્તરો ઉપર ટકી રહેશે તો બજારમાં તેજીનું વલણ આગળ પણ ચાલુ રહી શકે છે. જોકે ઉપરના સ્તરે નફાવસૂલીને કારણે ટૂંકા ગાળામાં વધઘટ યથાવત્ રહેવાની શક્યતા છે. રોકાણકારોએ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, પાવર, ડિફેન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ, ફાર્મા અને આઈટી સેક્ટરના ગુણવત્તાસભર શેરોમાં પસંદગીયુક્ત અભિગમ અપનાવવો યોગ્ય રહેશે. તા.20.07.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... નિફટી ફ્યુચર બંધ ભાવ (17.07.2026): @ 24345 પોઈન્ટ આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24088 પોઈન્ટના પ્રથમ અને 24008 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24404 પોઈન્ટ થી 24474 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24505 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ: સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ (911): પાવર ઇક્વિપમેન્ટ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.890 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.878 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.939 થી રૂ.950 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.944 ઉપર તેજી તરફી ધ્યાન...!! મેરીકો (833): ટેકનીકલ ચાર્ટ મુજબ એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક રૂ.808 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.787 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.848 થી રૂ.855 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ડીએલએફ (633): રૂ.606 નો પ્રથમ તેમજ રૂ.596 ના બીજા સપોર્ટથી રિયલ એસ્ટેટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.653 થી રૂ.660 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ (643): નોન બેંકિંગ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.626 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.656 થી રૂ.670 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ.680 ઉપર તેજી તરફી ધ્યાન...!! એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ (545): રૂ.527 નો પ્રથમ તેમજ રૂ.513 ના બીજા સપોર્ટથી હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.564 થી રૂ.570 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ (501): વીમા સેક્ટરનો આ સ્ટોક રૂ.488 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.518 થી રૂ.530 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ.540 ઉપર તેજી તરફી ધ્યાન...!!
    Click here to Read More
    Previous Article
    This historic cannon weighed 3.5 tonnes. Thieves still found a way to disappear with it
    Next Article
    Court Adjourns Hearing In Krishna Janmabhumi-Shahi Idgah Mosque Dispute

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment