Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શનિવારનું રાશિફળ:ધન રાશિના જાતકોને પ્રમોશનના યોગ, કન્યા રાશિના જાતકોના ઘરે પારણું બંધાશે

    9 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 18 જુલાઈ 2026, શનિવારના રોજ અષાઢ સુદ પાંચમ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ સિંહ છે. રાહુકાળ સવારે 09:27થી 11:06 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: આજે ગ્રહ ગોચર ખૂબ જ સાનુકૂળ બનેલું છે. જો કોઈ સંબંધી સાથે વ્યક્તિગત વાદ-વિવાદ ચાલી રહ્યો હોય, તો તેને કોઈ અનુભવી વ્યક્તિની મધ્યસ્થતાથી ઉકેલવાનો આ યોગ્ય સમય છે. વિદ્યાર્થી વર્ગ ભણતર પ્રત્યે એકાગ્ર રહેશે. નેગેટિવ: તમારા મોટાભાગના કામ દિવસના પૂર્વાર્ધમાં જ પતાવવાનો પ્રયત્ન કરો, કારણ કે બપોર પછી ગ્રહોની સ્થિતિ કેટલાક અવરોધો ઊભા કરી શકે છે. અચાનક ઘરમાં મહેમાનોના આગમનથી ખર્ચ વધી શકે છે, પરંતુ પરસ્પર મેળાપથી બધાને આનંદ પણ મળશે. વ્યવસાય: વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં મનવાંછિત સફળતા મેળવવામાં સફળ રહેશો અને નવી તકો પણ મળશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમારું અટકેલું કામ ઉકેલાઈ શકે છે. ઓફિસમાં કોઈ સહકર્મી સાથે પ્રોજેક્ટને લઈને તણાવ વધવાની સ્થિતિ પણ બની રહી છે. લવ: દાંપત્ય જીવન સુખદ રહેશે. પરિવાર સાથે ફરવા જવાનો અને મનોરંજન સંબંધિત કાર્યક્રમો બનશે. પ્રેમ સંબંધોમાં થોડું મનદુઃખ થઈ શકે છે. સ્વાસ્થ્ય: મહિલા વર્ગે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સજાગ રહેવું. સાંધાનો દુખાવો, નબળાઈ વગેરે જેવી સમસ્યાઓ વધી શકે છે. લકી કલર: વાદળી લકી નંબર: 2 પોઝિટિવ: સમય સર્વ પ્રકારે લાભદાયી છે. ઘરની જાળવણી અથવા રિનોવેશન સંબંધિત યોજનાઓ બનશે. મહેમાનોની અવરજવર રહેશે અને સમય હસી-ખુશીમાં પસાર થશે. તમારું આદર્શવાદી અને પરિપક્વ વર્તન તમારી સામાજિક છબીને વધુ નિખારશે. નેગેટિવ: સમયની કિંમત ઓળખો અને સમયસર તમારા કાર્યો પૂરા કરવાનો પ્રયાસ કરો. આળસ કરવી તમારા માટે નુકસાનકારક રહેશે. કોઈ મિત્ર સ્વાર્થની ભાવનાથી તમારી સાથે સંબંધ બગાડી શકે છે, તેથી કોઈના પર વધુ પડતો વિશ્વાસ ન કરો. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં સ્થિતિ યથાવત રહેશે. આજે કોઈની સાથે ભાગીદારી સંબંધિત કામ ન કરો તો વધુ યોગ્ય રહેશે, કારણ કે નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે. કોઈ પણ કાર્ય કરતા પહેલા તેના પર વિચાર જરૂર કરો. ગેરકાનૂની કાર્યોથી દૂર રહો. લવ: પરિવારના સભ્યો વચ્ચે કોઈ પણ પ્રકારની ગેરસમજ ઊભી ન થવા દો, કારણ કે તેની નકારાત્મક અસર ઘરની વ્યવસ્થા પર પડી શકે છે. પ્રેમ સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય: વર્તમાન વાતાવરણને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી યોગ્ય રહેશે. આયુર્વેદિક વસ્તુઓનું યોગ્ય માત્રામાં સેવન કરો. લકી કલર: ગુલાબી લકી નંબર: 6 પોઝિટિવ: આજે કોઈ ભવિષ્યના લક્ષ્યની પ્રાપ્તિ શક્ય બનશે. તમારા પ્રયાસોમાં પણ ગતિ આવશે. ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી શીખીને તમારી કાર્યપદ્ધતિમાં સુધારો લાવવો સફળતા અપાવશે. કોઈ શુભ સમાચાર મળવાથી તમે તમારામાં આત્મવિશ્વાસ અને નવી ઊર્જા અનુભવશો. નેગેટિવ: અજાણ્યા અને અપરિચિત વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી વખતે સાવધાની રાખો, તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. આ સમયે ખૂબ જ ધૈર્ય અને સંયમ રાખવો જરૂરી છે. જો કોઈ સંબંધી સાથે મનદુઃખ ચાલી રહ્યું હોય તો વાતચીત દ્વારા તેને ઉકેલવાનો પ્રયાસ કરો. વ્યવસાય: વ્યવસાયમાં આજે દિવસભર સખત મહેનત કરવી પડશે. કર્મચારીઓનો સહયોગ અને કાર્યક્ષમતા વ્યવસાયને વ્યવસ્થિત રાખવામાં મદદ કરશે. ટ્રાન્સપોર્ટ સંબંધિત કોઈ પણ વ્યવસાય આજે લાભની સ્થિતિમાં રહેશે. સરકારી ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે થોડું મનદુઃખ થઈ શકે છે. લવ: તમારી યોજનાઓમાં જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ ચોક્કસ લો. પ્રેમ સંબંધોમાં પરસ્પર ભાવનાત્મક લગાવ વધશે. સ્વાસ્થ્ય: તમારી દિનચર્યા અને ખાનપાન સંબંધિત પ્રવૃત્તિઓ પ્રત્યે બેદરકારી દાખવવી બિલકુલ યોગ્ય નથી. વર્તમાન હવામાનને કારણે પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે. લકી કલર: કેસરી લકી નંબર: 3 પોઝિટિવ: પારિવારિક અથવા પ્રોપર્ટી સંબંધિત કોઈ વિવાદ દૂર થવાથી રાહત મળશે. તમે તમારી મહેનત અને કાર્યક્ષમતા દ્વારા આયોજનબદ્ધ રીતે કામ કરવામાં સમર્થ રહેશો. આધ્યાત્મિક કાર્યોમાં થોડો સમય વિતાવવાથી તમારી અંદર ભરપૂર સકારાત્મક ઊર્જા અનુભવાશે. નેગેટિવ: પારિવારિક અથવા વ્યાવસાયિક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ થશે પરંતુ જીદ અને ઉતાવળમાં આવીને કોઈ નિર્ણય ન લો. કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે વરિષ્ઠ અને અનુભવી લોકોનું માર્ગદર્શન તેમજ સહયોગ તમારા મનોબળને વધુ વધારશે. તમારી નબળાઈને ઓળખો અને તેને દૂર કરવાનો પ્રયાસ કરો. વ્યવસાય: ધંધામાં ચાલી રહેલી સમસ્યાઓ કોઈ પ્રભાવશાળી વ્યક્તિના માધ્યમથી દૂર થવાની અપેક્ષા છે. મહિલા વર્ગને તેમના કરિયર સંબંધિત વિશેષ સફળતા મળવાની છે. ભાગીદારી સંબંધિત વ્યવસાય સફળ રહેશે, માત્ર પાર્ટનર સાથે વ્યાવસાયિક પારદર્શિતા જાળવવી જરૂરી છે. લવ: જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ તમારા મનોબળને વધારશે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે. સ્વાસ્થ્ય: તમારી ક્ષમતા કરતા વધારે કાર્યભાર લેવાનું ટાળો. તણાવ અને થાકની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે. થોડો સમય પોતાના માટે પણ ચોક્કસ કાઢો. લકી કલર: નારંગી લકી નંબર: 6 પોઝિટિવ: જો તમે કોઈ ભવિષ્યની યોજનામાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો સારો લાભ થશે. તમારે માત્ર તમારા કાર્યના દરેક પાસા પર સારી રીતે વિચાર કરીને તેના પર કામ કરવાની જરૂર છે. ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ પણ બનશે. નેગેટિવ: લેવડ-દેવડ સંબંધિત બાબતોમાં પારદર્શિતા રાખવી જરૂરી છે. તમારો ગુસ્સો અને બીજા પર વધુ પડતો અધિકાર જમાવવાનું વર્તન તમને તમારા નજીકના લોકોથી દૂર કરી શકે છે. બાળકોને તેમના અભ્યાસ અને કરિયરને લઈને તણાવ રહી શકે છે. વ્યવસાય: વ્યવસાયમાં કેટલાક પડકારો રહેશે, પરંતુ તમે તમારી કાર્યકુશળતા દ્વારા કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. રૂપિયા-પૈસા સંબંધિત લેવડ-દેવડ કરતી વખતે સાવધ રહો, કોઈ પ્રકારની છેતરપિંડી થઈ શકે છે. ઓફિશિયલ કામકાજ દરમિયાન તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. લવ: પરિવારના સભ્યોનું એકબીજા પ્રત્યેનું સહયોગી વલણ ઘરની સુખ-શાંતિ અને શિસ્ત જાળવી રાખશે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે. સ્વાસ્થ્ય: આ સમયે દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે. એસિડિટી થાય તેવા ખાદ્ય પદાર્થોનું સેવન ન કરો. લકી કલર: ક્રીમ લકી નંબર: 3 પોઝિટિવ: સફળતા આપનારો સમય છે. કોઈની સલાહ તમારા માટે વરદાન સાબિત થશે. તમે તમારી અંદર ફરી નવી ઊર્જાનો સંચાર અનુભવશો. તમને તમારી વાત રાખવાની તક પણ મળશે. વિદ્યાર્થીઓ અને યુવાનોનું ધ્યાન તેમના અભ્યાસ અને કરિયર પર કેન્દ્રિત રહેશે. નેગેટિવ: મિત્રો કે નજીકના સંબંધીઓની પ્રવૃત્તિઓથી અજાણ ન રહો, પીઠ પાછળ કોઈ તમને નુકસાન પહોંચાડી શકે છે. સમાજમાં બદનામીની આશંકા પણ છે. સારું રહેશે કે તમારી પ્રવૃત્તિઓ કોઈની સામે જાહેર ન કરો. વ્યવસાય: વ્યાવસાયિક પ્રવૃત્તિઓ મનગમતી રીતે સંપન્ન થશે, પરંતુ આવકની સ્થિતિમાં કોઈ બહુ મોટો સુધારો નહીં આવે. મહિલાઓ વિશેષ રૂપે પોતાના કરિયર પ્રત્યે સજાગ રહેશે. ઓફિસમાં તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરવી પડશે. લવ: ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટે પતિ-પત્ની એકબીજા પ્રત્યે સન્માનની ભાવના રાખે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા લોકોને કોઈ સારા સમાચાર મળશે. સ્વાસ્થ્ય: સંયમિત દિનચર્યા અને ખાનપાન રાખો. વર્તમાન હવામાનને કારણે માથાનો દુખાવો, શરીરનો દુખાવો જેવી તકલીફ રહી શકે છે. લકી કલર: સફેદ લકી નંબર: 2 પોઝિટિવ: આજે ખર્ચની સાથે સાથે આવકની સ્થિતિ પણ બનેલી રહેશે, તેથી વધતા ખર્ચની ચિંતા નહીં થાય. ઘરમાં કોઈ સભ્યના લગ્ન માટે સારો પ્રસ્તાવ આવી શકે છે. પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અવ્યવસ્થા અને અશિસ્તને દૂર કરવા માટે તમે કેટલાક નિયમો બનાવશો અને તેમાં સફળ પણ રહેશો. નેગેટિવ: કોઈ પણ યોજના અથવા કાર્ય સંબંધિત પેપર્સ પર વિચારીને જ સહી કરો. તમારા સ્વભાવમાં અહંકારની ભાવના ન આવવા દો. વ્યવહારમાં સરળતા જાળવી રાખો. બાળકોની મુશ્કેલીઓ ઉકેલવામાં તમારો સહયોગ જરૂરી છે. વ્યવસાય: વ્યાવસાયિક દ્રષ્ટિએ સમય ખૂબ જ સાનુકૂળ છે. બિઝનેસ વધારવા માટે કેટલીક યોજનાઓ બનશે અને ઘણી સિદ્ધિઓ સામે આવશે, જેનાથી તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે. નોકરીયાતો પર કોઈ મહત્વપૂર્ણ કાર્યભાર આવી શકે છે. લવ: જીવનસાથી અને પરિવારના સભ્યોના સાનિધ્યમાં તમને ચોક્કસ યોગ્ય સલાહ મળશે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય: ખાનપાન હળવું રાખો. ગળા સંબંધિત ઇન્ફેક્શન જેવી સમસ્યા અનુભવાય તો તરત જ સારવાર કરાવો. લકી કલર: પીળો લકી નંબર: 9 પોઝિટિવ: આજે દિવસભર દોડધામ અને સખત મહેનત રહેશે, પરંતુ કાર્યની સફળતા તમારો થાક દૂર કરી દેશે. કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી આત્મિક શાંતિ મળશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમના કરિયર સંબંધિત પ્રયાસોમાં મનગમતું પરિણામ મળશે. નેગેટિવ: કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ પણ ચોક્કસ લો. તમારી ભાવુકતા જેવી નબળાઈનો કેટલાક લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. વધુ પડતો તણાવ લેવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડશે. વ્યવસાય: આ સમયે વેપારમાં ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. તમારા વિરોધીઓ નુકસાન પહોંચાડવાની તકમાં રહેશે. કાર્યક્ષેત્રની આંતરિક વ્યવસ્થામાં થોડો ફેરફાર લાવવો જરૂરી છે. યુવા વર્ગ પોતાના લક્ષ્યને પૂરો કરવામાં સમર્થ રહેશે. ટૂંક સમયમાં સ્થાન પરિવર્તન પણ થઈ શકે છે. લવ: વૈવાહિક સંબંધોમાં થોડો તણાવ રહી શકે છે. શાંતિથી કામ લો કારણ કે સમસ્યાઓ વધી શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: વાયુ કે ગેસ ઉત્પન્ન કરે તેવી વસ્તુઓના સેવનથી પરહેજ રાખો. આ કારણે માથાનો દુખાવો અને સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે. લકી કલર: બ્લુ લકી નંબર: 4 પોઝિટિવ: સમયની ગતિ તમારા પક્ષમાં છે, તેનો સદઉપયોગ કરવો તમારી ક્ષમતા પર નિર્ભર કરે છે. તમારા કામમાં નાવિન્ય લાવવાથી કંટાળો દૂર થશે અને કામ કરવામાં મન પણ લાગશે. મિત્રો સાથે પણ ખુશનુમા સમય પસાર થશે. નેગેટિવ: પ્રયત્ન કરો કે તમારા મહત્વપૂર્ણ કાર્યો દિવસની શરૂઆતમાં જ પૂરા થઈ જાય. બપોર પછી પરિસ્થિતિઓ થોડી વિપરીત બની શકે છે. બનતા કાર્યોમાં કેટલાક અવરોધો આવશે, જેના કારણે તમે તમારા મનોબળમાં ઘટાડો અનુભવશો. સમય ધીરજપૂર્વક પસાર કરવાનો છે, ભાવનાત્મક રીતે મજબૂત બનો. વ્યવસાય: વ્યાવસાયિક દ્રષ્ટિએ સમય અનુકૂળ રહેશે. ધંધામાં કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેશો, જે ફાયદાકારક રહેશે. આ સમયે વ્યવસાયમાં પરિવર્તનની સંભાવનાઓ પણ બની રહી છે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાની શક્યતા છે. લવ: ઘરમાં બધા સભ્યોનું પોતાના કાર્યો પ્રત્યેનું સમર્પણ તમારી જવાબદારીઓ ઓછી કરશે. પ્રેમી-પ્રેમિકાને મુલાકાતની તક મળશે. સ્વાસ્થ્ય: તમારું રૂટિન ચેકઅપ કરાવતા રહો. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા વધી શકે છે, તેથી દિનચર્યા વ્યવસ્થિત રાખવી જરૂરી છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 8 પોઝિટિવ: દિવસની શરૂઆતમાં કોઈ સમસ્યા રહી શકે છે, પરંતુ ટૂંક સમયમાં જ તેનો ઉકેલ પણ આવી જશે. પ્રિયજનો સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. સાથે જ કોઈ અટકેલું કાર્ય પણ પૂર્ણ થશે. આ સમયે અટવાયેલું પેમેન્ટ વગેરે મળી જવાથી આર્થિક પક્ષ મજબૂત થતો જણાશે. નેગેટિવ: ઘર-પરિવાર સાથે જોડાયેલો કોઈ પણ નિર્ણય લેતી વખતે સ્વજનો સાથે વિચાર-વિમર્શ ચોક્કસ કરો. કેટલાક નજીકના સંબંધોને બગડતા બચાવવા માટે જો તમારે નમવું પડે, તો શરમ અનુભવશો નહીં. યુવાનોને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વધુ મહેનતની જરૂર છે. વ્યવસાય: વ્યવસાયમાં વધારાની આવક માટે કોઈ પાર્ટ-ટાઇમ કામ શરૂ થઈ શકે છે. પ્રોપર્ટી ડીલ ફાઇનલ કરવામાં અત્યારે ઉતાવળ ન કરો. ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો તણાવ આજે દૂર થશે અને પરસ્પર સંબંધોમાં સુધારો આવશે. લવ: જીવનસાથીનો સહયોગ રહેશે અને કોઈ મનોરંજક કાર્યક્રમમાં જવાનો વિચાર પણ બનશે. પરસ્પર સંબંધોમાં નિકટતા આવશે અને પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ધરાવતા લોકોએ પોતાની કાર્યશૈલી, દિનચર્યા અને ખાનપાન પ્રત્યે વિશેષ સજાગ રહેવું. લકી કલર: લીલો લકી નંબર: 5 પોઝિટિવ: કોઈ નવી યોજનાને અમલમાં મૂકવાથી સારા પરિણામો મળવાના છે. પડકારોનો સ્વીકાર કરો અને ક્રિએટિવ બનો. કોઈ નજીકના સંબંધીનો સહયોગ પણ મળશે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે. નેગેટિવ: આવકની સરખામણીએ ખર્ચ વધારે રહેશે. આજે ઘણી બાબતોમાં ધીરજ રાખવી જરૂરી છે. વાતચીત દરમિયાન યોગ્ય શબ્દોનો જ પ્રયોગ કરો. એ પણ ધ્યાન રાખો કે ગુસ્સો અને ઉતાવળના કારણે કેટલાક કામ બગડી શકે છે. વ્યવસાય: વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં કંઈક ને કંઈક અવરોધો આવશે. આ સમયે જોખમી કાર્યોમાં સમય અને નાણાંનો વ્યય ન કરો. નોકરીયાતોને પોતાનું કામ સમયસર પૂરું ન થવાને કારણે તણાવ રહી શકે છે. કોઈ ઉચ્ચ અધિકારીની મદદ લેવી ફાયદાકારક રહેશે. લવ: પતિ-પત્ની પરસ્પર સુમેળથી ઘરની વ્યવસ્થા મધુર રાખશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે. સ્વાસ્થ્ય: બદલાતા હવામાનથી પોતાનો બચાવ કરો. આ સમયે સાંધા અથવા ઘૂંટણનો દુખાવો પરેશાન કરી શકે છે. લકી કલર: વાદળી લકી નંબર: 7 પોઝિટિવ: આર્થિક ગતિવિધિઓ સારી રહેશે. કોઈ ફસાયેલા પૈસા પાછા મળવાની આશા છે. તમારી દિનચર્યા અને કાર્યપ્રણાલીમાં કરેલા ફેરફારો તમારા માટે સકારાત્મક અને લાભદાયી સાબિત થશે. પ્રોપર્ટી સંબંધિત લેવડ-દેવડના કાર્યોમાં ફાયદાકારક ડીલ થઈ શકે છે. નેગેટિવ: વિદ્યાર્થીઓ અને યુવા વર્ગે ખોટી સંગત અને આદતોથી દૂર રહેવું, નહીંતર તેની અસર તમારા કરિયર પર પડી શકે છે. ક્યારેક કામના અતિશય બોજને કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે, થોડી ધીરજ રાખવી જરૂરી છે. વ્યવસાય: ધંધામાં કંઈક ને કંઈક પડકારો રહેશે. બહારના લોકોની દખલગીરી પણ રહી શકે છે. સારું રહેશે કે તમામ કાર્યો તમે તમારી દેખરેખ હેઠળ જ કરાવો. સરકારી કચેરીમાં કોઈ અધિકારી સાથે ગૂંચવાવાને બદલે શાંતિ અને ધૈર્ય રાખવું તમારા કાર્યોને ઉકેલવામાં મદદરૂપ થશે. લવ: પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સુમેળ રહેશે. પ્રેમ સંબંધને લગ્નમાં બદલવા માટેની યોજનાઓ બનશે. સ્વાસ્થ્ય: ક્યારેક કામના બોજને કારણે તણાવ રહેશે. યોગ અને મેડિટેશનનો સહારો લો. લકી કલર: લાલ લકી નંબર: 3
    Click here to Read More
    Previous Article
    18 જુલાઈનું અંકફળ:અંક 5ના જાતકોને વૈવાહિક જીવનનો તણાવ સમાપ્ત થશે, અંક 6ના જાતકોનો વેપાર ઉત્તમ રહેશે
    Next Article
    18 જુલાઈનું ટેરો રાશિફળ:વૃષભ, ધન અને મીન રાશિના જાતકોને અણધાર્યો લાભ થશે, મકર-કુંભ રાશિના જાતકોને નવી દિશા મળશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment