Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ કલેક્ટરના અધ્યક્ષસ્થાને 'સમગ્ર શિક્ષા' ગવર્નિંગ કમિટીની બેઠક યોજાઈ:ઓનલાઈન હાજરી અને સ્વચ્છતા માટે કલેક્ટર પ્રશાંત જીલોવાની કડક સૂચના

    14 hours ago

    પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને સમગ્ર શિક્ષા યોજનાની ગવર્નિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના શૈક્ષણિક વિકાસ, ભૌતિક સુવિધાઓ, વિદ્યાર્થીઓના પ્રવેશ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વસમાવેશક શિક્ષણ સહિત સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી.જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પાટણ જિલ્લાના તમામ તાલુકાઓની શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યા, પ્રાથમિક તેમજ માધ્યમિક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્થિતિ અને તાલુકાવાર શૈક્ષણિક માહિતી રજૂ કરવામાં આવી હતી. શિક્ષણનો અધિકાર અધિનિયમ (RTE) અને સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત બાળકોને ધોરણ-૧૨ સુધી ગુણવત્તાયુક્ત અને સર્વસમાવેશક શિક્ષણ પૂરું પાડવા માટે હાથ ધરાયેલી કામગીરી અંગે પણ માહિતી અપાઈ હતી. બેઠક દરમિયાન સરકારી શાળાઓમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. જેમાં ડિજિટલ ક્લાસરૂમ, શાળાના મકાનો, પીવાના પાણીની વ્યવસ્થા, છોકરા-છોકરીઓ માટે અલગ શૌચાલય, દિવ્યાંગજનો માટે સુલભ શૌચાલય, શૈક્ષણિક સાધન-સામગ્રી અને અન્ય પાયાની સુવિધાઓની સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી વ્યવસ્થાના અમલીકરણની પણ સમીક્ષા કરવામાં આવી હતી.આ ઉપરાંત, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ, બેક ટુ સ્કૂલ અભિયાન, દિવ્યાંગ બાળકો માટે સંકલિત શિક્ષણ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને ગર્લ્સ એજ્યુકેશન અંતર્ગત સંચાલિત હોસ્ટેલોની કામગીરી સહિત અન્ય વિવિધ શૈક્ષણિક યોજનાઓની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. યોજનાઓના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પણ અપાયું હતું. કલેક્ટર પ્રશાંત જીલોવાએ તમામ શાળાઓમાં ઓનલાઈન હાજરી પ્રણાલીનું ફરજિયાત પાલન કરાવવા, કિચન ગાર્ડનની સ્થાપના અને જાળવણી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ટેકનોલોજીના વધુમાં વધુ ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાન, આત્મવિશ્વાસ અને સંવાદ કૌશલ્યનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવા સૂચના આપી હતી. કલેક્ટરે દરેક શાળામાં ડસ્ટબિન ઉપલબ્ધ છે કે નહીં તેની તાત્કાલિક ચકાસણી કરવા અને જ્યાં જરૂર હોય ત્યાં વ્યવસ્થા ઊભી કરવા પણ જણાવ્યું હતું, જેથી સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશો સિદ્ધ થઈ શકે. બેઠકના અંતે, કલેક્ટરે તમામ તાલુકાઓમાં અધિકારીઓ દ્વારા નિયમિત શાળા સર્વે હાથ ધરવા અને શાળાઓમાં કોઈપણ સમસ્યા કે જરૂરિયાત જણાય તો તેની તાત્કાલિક જાણ જિલ્લા વહીવટીતંત્રને કરવા નિર્દેશ આપ્યો હતો. આનાથી સમયસર ઉકેલ લાવી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાશે.
    Click here to Read More
    Previous Article
    માતા બન્યા બાદ કેટરિના કૈફનો પહેલો બર્થ ડે:વિકી કૌશલે પત્નીને ગળે લગાવીને લખ્યું- 'જાનનો જન્મદિવસ'; ઘરે સાદાઈથી સેલિબ્રેશન કર્યું
    Next Article
    How Is Bangladesh's PM Dealing With Student Protests

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment