Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના વીસીપરા મેઇન રોડની બિસ્માર હાલત:ખીચડ અને ગંદકીથી અકસ્માતનો ભય, સ્થાનિકોમાં રોષ; કોંગ્રેસે મહાનગરપાલિકાને કરી રજૂઆત

    1 day ago

    મોરબીના વોર્ડ નં. 2 હેઠળ આવેલા વીસીપરા મેઇન રોડની અત્યંત દયનીય હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ પર ખીચડ અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જતાં વાહનચાલકો માટે અવરજવર જોખમી બની ગઈ છે. અવારનવાર વાહનો સ્લીપ થવાના બનાવો બનતા હોવાથી ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકો સાથે કોંગ્રેસની મહાનગરપાલિકામાં રજૂઆત આ સમસ્યાના નિરાકરણ માટે મીયાણા સમાજના પ્રમુખ ભટ્ટી હુસેનભાઈ બચુભાઈની આગેવાની હેઠળ સ્થાનિક રહેવાસીઓ અને કોંગ્રેસના આગેવાનોએ મોરબી મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં વીસીપરા મેઇન રોડ પરથી તાત્કાલિક ખીચડ અને ગંદકી દૂર કરી લોકોને રાહત આપવા માંગ કરવામાં આવી હતી. રોડ-ગટર અને પ્રાથમિક સુવિધાઓ ખાડે રજૂઆતમાં જણાવાયું હતું કે, ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ અનેક સ્થળોએ રસ્તાઓનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. પરિણામે મોટા ખાડાઓ તેમજ માટીના ઢગલા રસ્તા પર પડ્યા છે, જેના કારણે લોકોને જીવના જોખમે પસાર થવું પડે છે. ઉપરાંત રોડ, ગટર, સ્ટ્રીટ લાઇટ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ બિસ્માર હાલતમાં હોવાનું જણાવાયું છે. તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સ્થાનિકોએ મહાનગરપાલિકા તંત્રને વોર્ડ નં. 2માં રોડ-રસ્તા, ગટર, લાઇટ અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓના કામો તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. આ રજૂઆત દરમિયાન કોંગ્રેસના આગેવાન રાજુભાઈ કાવર, વસીમભાઈ મન્સુરી સહિતના કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ‘They’re watching Japanese anime’: Madhavan says son Vedaant refuses to watch Indian cinema
    Next Article
    The Last Time Lionel Messi Posted This, Argentina Won The World Cup

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment