Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો.:વિસાવદર પોલીસે કરોડોના કૌભાંડ વચ્ચે લાખોની ઠગાઈ કરનાર લુખ્ખા તત્વો સામે લાલ આંખ કરી: મ્યુલ એકાઉન્ટ ભાડે આપવાના ખેલમાં રાહુલ વૈષ્ણવની જૂનાગઢથી ધરપકડ.

    1 day ago

    ગુજરાતમાં હાલના સમયમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનના વધતા ઉપયોગની સાથે સાથે લોકોની મહેનતની કમાણી લૂંટી લેતા ઠગો પણ બેફામ બન્યા છે. જૂનાગઢ જિલ્લામાં પણ આવા અસંખ્ય કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, જેમાં ભોળા નાગરિકોને અલગ-અલગ લાલચ આપીને તેમના બેંક ખાતામાંથી નાણાં સેરવી લેવામાં આવે છે. આ પ્રકારના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ પણ સજ્જ બની છે. આ જ દિશામાં કાર્યવાહી કરતા વિસાવદર પોલીસની ટીમે છેલ્લા સાત મહિનાથી પોલીસને ચકમો આપીને નાસતા ફરતા મુખ્ય આરોપી રાહુલ વૈષ્ણવને જૂનાગઢ શહેરના માંથી દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા તત્વોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ​વિસાવદર પોલીસે આ કેસ હાથમાં લઈને જ્યારે શંકાસ્પદ બેંક ખાતાઓની કડીઓ મેળવવાનું શરૂ કર્યું.ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે જાંબુડા ગામનો કથીરીયા ભીખુભાઇ વલ્લભભાઇ નામનો વ્યક્તિ પોતાની લાલચમાં આવીને ગેરકાયદે કામ કરતા લોકોને બેંક ખાતા કમિશનથી ભાડે આપતો હતો. આ ભાડે આપેલા ખાતાઓનો ઉપયોગ લોકો સાથે છેતરપિંડી કરીને લૂંટેલા રૂપિયા જમા કરાવવા માટે થતો હતો. પોલીસે જ્યારે ભીખુભાઈની અટકાયત કરીને આકરી પૂછપરછ શરૂ કરી, ત્યારે આ આખા કૌભાંડ પાછળના અસલી ખેલાડીનું નામ સામે આવ્યું હતું. ​ભીખુભાઇએ પોલીસ સામે કબૂલ્યું હતું કે, આ આખા ખેલ પાછળ દેસાઈ વડાળા ગામનો રાહુલ રમણીકભાઇ વૈષ્ણવ પટેલ અસલી માસ્ટરમાઇન્ડ છે. રાહુલે ભીખુભાઈના બેંક એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને આશરે 52,27,000/- (બાવન લાખ સત્તાવીસ હજાર રૂપિયા) ની અધધ રકમની છેતરપિંડી આચરી હતી. આટલી મોટી રકમ ગરીબ લોકો અને સામાન્ય ગ્રાહકો પાસેથી સાયબર ફ્રોડ કરીને પડાવી લેવામાં આવી હતી. આ ખુલાસો થતાં જ રાહુલ વૈષ્ણવ પોતાનો બચાવ કરવા માટે નાસી ગયો હતો અને સતત પોતાના ઠેકાણા બદલતો રહેતો હતો. ​વિસાવદર પોલીસની ટીમ સતત આ ભેજાબાજ રાહુલ વૈષ્ણવની પાછળ લાગેલી હતી. આખરે બાતમીદારો અને અત્યાધુનિક નેટવર્કની મદદથી પોલીસને સચોટ બાતમી મળી કે દેસાઈ વડાળામાં રામજી મંદિર પાસે રહેતો અને આર.ઓ. વોટરનો વેપાર કરતો 34 વર્ષનો રાહુલ વૈષ્ણવ હાલ જૂનાગઢમાં કોઈને મળવા માટે આવ્યો છે. વિસાવદર પોલીસે એક ખાસ ટીમ જૂનાગઢ મોકલીને આ 52.27 લાખના ચકચારી ફ્રોડના આરોપી રાહુલને ઝડપી લીધો હતો. પોલીસ હાલ આ ગુનામાં સંડોવાયેલા અન્ય સાગરીતો અને બાકી રહેલા રૂપિયાના વ્યવહારો અંગે વધુ તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કેતનની હત્યાથી ફરી ગયો હતો સુપારી કિલર:હવે તે જ પોલીસનો મહત્વનો સાક્ષી બનશે, સિયા-ચેતને પૂછપરછથી બચવા જાપાની વીડિયો પણ જોયા
    Next Article
    Ashwin on Rohit Sharma, Virat Kohli’s futures: ‘Why has it come this far?’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment