Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:મોરબીમાં ગૌમાતા સાથે વિકૃત ‎હરકત કરનાર નરાધમ સામે ગુનો‎

    1 day ago

    મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલા બાપા સીતારામ હોટલ નજીક ખુલ્લી જગ્યામાં એક શખ્સે વિકૃતિની પરાકાષ્ઠા વટાવી હતી અને ગૌમાતા સાથે વિકૃત હરકતો કર્યાની ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં બાપા સીતારામ હોટલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં બપોરના સમયે કોઈ અજાણ્યો શખ્સના મનમાં વાસનનાનું એવું તો ભૂત સવાર થયું હતું કે તે સારા નરસાનું વિવેકભાન ગૂમાવી બેઠો હતો. ગૌમાતા સાથે અત્યંત શરમજનક કૃત્ય કરતાં એ એક વીડિયોમાં કેદ થઇ ગયો હતો. આ વીડિયો સામે આવતાં ગ્રામજનો અને હિન્દૂ સંગઠનો સહિત ગૌપ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ બનાવને પગલે હિન્દુ સંગઠનોના આગેવાનોએ ઉંચી માંડલ ગામે દોડી જઈને નરાધમ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ આ ગંભીર બનાવ અંગે હિન્દુ સંગઠનના આગેવાન સંદીપભાઈ રમેશભાઈ પારજીયાએ મોરબી તાલુકા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે આ ઘટનાના વીડિયો સહિતની તપાસ કરતા આ અધમ કૃત્ય કરનાર કૈલાસ દોલારામ ગામેતી હોવાની ઓળખ મળી હતી. આથી આરોપી વિરુદ્ધ ગુજરાત પશુ ક્રૂરતા અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વીડિયો સહિતના સંયોગિક પુરાવા પોતાના કબજામાં લઈ તેની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    NEET UGના પરિણામમાં ટોપ 30માં અમદાવાદના 3 વિદ્યાર્થી:બે વિદ્યાર્થીને 700થી વધુ માર્કસ, તહા ભાટિયા EWS કેટેગરીમાં ઓલ ઈન્ડિયા પ્રથમ રેન્ક; જામનગરનો મિહિર પટેલ સૌરાષ્ટ્રમાં પ્રથમ
    Next Article
    "Expected More": Gill Goes Blunt, Pinpoints Reason Behind 2nd ODI Defeat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment