Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી:મોટી સંખ્યામાં ભક્તો જોડાયા, શહેર 'જય જગન્નાથ'ના નારાથી ગુંજી ઉઠ્યું

    23 hours ago

    અષાઢી બીજના પાવન પર્વે ગોધરા શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. રાજ્યસભા સાંસદ ડો. જશવંતસિંહ પરમાર, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાધવ અને ભાજપ જિલ્લા પ્રમુખ મયંકભાઈ દેસાઈએ રથને ખેંચીને નગર ભ્રમણ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જેના કારણે આખું ગોધરા શહેર 'જય જગન્નાથ'ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. વર્ષો જૂની પરંપરા મુજબ, ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે ભવ્ય રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા. ચોર્યાસી બ્રાહ્મણ પંચના નેજા હેઠળ કાર્યરત ઐતિહાસિક રણછોડજી મંદિર ખાતેથી આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ માટે મંદિર પરિસરમાં તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. નિર્ધારિત આયોજન અને રૂટ મુજબ, આ રથયાત્રા રણછોડજી મંદિરથી શરૂ થઈને મોદીની વાડી, બાવાની મઢી, બગીચારોડ, લાલબાગ મંદિર, ચાચર ચોક, વિશ્વકર્મા મંદિર, મોચીવાડ અને પટેલવાડા થઈને પરત નિજ મંદિરે પહોંચી હતી. પોતાના ઘર આંગણે જ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતાં નગરજનો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રથયાત્રાના સમગ્ર માર્ગો પર ઠેર-ઠેર નગરજનો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરી ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. આ મહોત્સવ દરમિયાન દર્શનાર્થે આવેલા તમામ શ્રદ્ધાળુઓને પરંપરાગત રીતે પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. રથયાત્રા દરમિયાન ગોધરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વ્યાપક અને ચુસ્ત આયોજન કરવામાં આવ્યું હતું. જેના લીધે સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    સરપંચ એસોસિયેશને તલાટીઓની માંગણીઓને ટેકો આપ્યો:હડતાળ કે વિવાદથી ગ્રામીણ સેવાઓ ખોરવાઈ જવાની ભીતિ
    Next Article
    India Batters Worried About Short Balls? Ex-England Star Makes Stunning Remark

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment