Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુરીમાં રથ પર બિરાજમાન થયા ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા:રથયાત્રા શરૂ, ભારે વરસાદને કારણે મુગટ પહેરવામાં આવ્યો નહીં; મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    17 hours ago

    ઓડિશાના પુરીમાં રથયાત્રા શરૂ થઈ ગઈ છે. સાંજે 5.05 વાગ્યે સૌથી પહેલાં ભગવાન બલભદ્રનો રથ તાલધ્વજ આગળ વધ્યો. પુરીમાં આ સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. લગભગ 10 લાખ લોકો મુખ્ય મંદિરથી 3 કિમી દૂર આવેલા ગુંડિચા મંદિર સુધીના યાત્રા માર્ગ પર હાજર છે. બધા રથોને ભક્તો દોરડા વડે ખેંચશે. આ પહેલાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાને રથ પર બિરાજમાન કરવામાં આવ્યા. ભારે વરસાદને કારણે ભગવાન જગન્નાથને મુગટ પહેરાવ્યા વિના જ મંદિરની બહાર લાવવામાં આવ્યા. આ વખતે તેમને ઝુલાવતા પણ લાવવામાં આવ્યા ન હતા, પરંતુ ધીમે ધીમે રથ પર લાવવામાં આવ્યા. પુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવે સોનાની સાવરણીથી ત્રણેય રથોની આગળ સાવરણી લગાવી. અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી રહી છે. જમાલપુર જગન્નાથ મંદિરમાં સવારે 4 વાગ્યે મંગળા આરતી થઈ. તેમાં ગૃહમંત્રી અમિત શાહ સામેલ થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને યાત્રાને રવાના કરી. પુરી રથયાત્રાની તસવીરો… રથયાત્રાને લગતી તમામ અપડેટ્સ માટે, નીચેનો લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    'દુલ્હનિયા લે આયેગી'નું ટ્રેલર રિલીઝ:ફિલ્મમાં શાહરુખના દીકરા આર્યનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ જોવા મળશે; કહાનીમાં મજેદાર ટ્વિસ્ટ અને ફેમિલી ડ્રામા
    Next Article
    આજે 31 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતના કામરેજમાં 2 ઇંચ:અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને જામનગરમાં અષાઢી માહોલ; અમદાવાદ-ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદ શરુ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment