Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં આજે અષાઢી બીજે ત્રણ રથયાત્રાનું આયોજન:આશ્રય સોસાયટીના મંદીર ખાતેથી વાજતે ગાજતે જગન્નાથની રથયાત્રા નીકળી, ઉત્સાહ સાથે ભક્તો જોડાયા

    10 hours ago

    અષાઢી બીજના પાવન અવસરે આજે ભરૂચ શહેરમાં ભગવાન જગન્નાથજીની ત્રણ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભરૂચની આશ્રય સોસાયટી ખાતે આવેલા ઉડિયા સમાજના ભગવાન જગન્નાથ મંદિરેથી પરંપરા મુજબ આ વર્ષે 20મી રથયાત્રા નીકળી હતી. રથયાત્રા પૂર્વે આજે સવારે મંદિરના પૂજારી દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના રથનું વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 21 મી ભગવાન જગન્નાથની રથયાત્રા આશ્રય સોસાયટીના મંદીર ખાતેથી વાજતે ગાજતે નીકળી હતી. જેમાં સમાજના લોકો નાચતા કુદતા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથમાં સવાર કર્યા હતા. આ સમયે ઉપસ્થિત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડિસ્ટ્રીક્ટ બેંકના એમડી અજયસિંહ રણા, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, કારોબારી ચેરમેન પ્રગ્નેશ પટેલ, ધ્યાન દેશમુખ, નંદેલાવના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, હેમન્દ્ર પ્રજાપતિ, ભરૂચ ડિસ્ટ્રિક બેંકના ડિરેક્ટર સહિતના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં પૂજન અર્ચન અને મહાઆરતી બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. આ રથયાત્રા આશ્રય સોસાયટી, નંદેલાવ ચોકડી, શ્રવણ ચોકડી અને શક્તિનાથ વિસ્તાર થઈ નિર્ધારિત રૂટ પર ફરી તે જ માર્ગે પરત મંદિર પહોંચશે. બીજી તરફ, ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા બપોરે 3 વાગ્યે શીતલ સર્કલ ખાતેથી પ્રસ્થાન કરશે. આ યાત્રા કસક, જ્યોતિનગર અને તુલસીધામ વિસ્તારના માર્ગો પરથી પસાર થશે. ઇસ્કોન સંસ્થા દ્વારા પણ રથયાત્રા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ભરૂચના ફુરજા વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીના પ્રાચીન મંદિરેથી નીકળતી સમસ્ત ભોઈ પંચની રથયાત્રાનું વિશેષ મહત્વ છે. પૂરીની રથયાત્રા બાદ દેશની સૌથી પૌરાણિક રથયાત્રાઓમાં સ્થાન ધરાવતી આ યાત્રા 250 વર્ષથી પણ વધુ જૂની પરંપરા ધરાવે છે. આ યાત્રા સાંજના સમયે નીકળશે, જેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, આગેવાનો અને ભક્તજનો જોડાવાની અપેક્ષા છે. અષાઢી બીજના આ દિવસે ત્રણેય રથયાત્રાઓમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા ઉમટી પડે તેવી શક્યતા છે. રથયાત્રાઓ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક સ્ટાફ તેમજ અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રકનું ટાયર ફરી વળતા પુત્રની નજર સામે જ માતાનું મોત:ગંભીર રીતે ઘાયલ ઈમિટેશનના ધંધાર્થીએ પણ દમ તોડ્યો, રાજકોટમાં ટ્રક, જ્યુપિટર અને સ્પલેન્ડર વચ્ચે ત્રિપલ અકસ્માત
    Next Article
    धीरेंद्र शास्त्री के भाई पर डर का माहौल बनाने के आरोप, दहशत में लोग | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment