Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દિલ તૂટવા પર આમિરને રડતા જોયો છે':મિત્ર અમીનનો ખુલાસો; 'ટ્રોલર્સ નથી જાણતા કે તે દરેક સંબંધ જવાબદારીપૂર્વક નિભાવે છે'

    22 घंटे पहले

    બોલિવૂડ એક્ટર આમિર ખાને 5 જુલાઈએ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કર્યા છે. આ લગ્ન પછી તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. હવે આમિરના નજીકના મિત્ર અમીન હાજી તેના બચાવમાં આવ્યા છે. અમીન હાજીએ રેડિફને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે આમિર લગ્નનો ખૂબ આદર કરે છે અને તેણે હંમેશા પોતાના જૂના પરિવાર અને બાળકોની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી છે. અમીને કહ્યું કે તેણે દિલ તૂટવા પર આમિરને રડતા જોયો છે. આમિરની અંગત જિંદગીની મજાક ઉડાવે છે, પરંતુ તે જાણતા નથી કે આમિર કેટલા પ્રામાણિક અને ભાવુક વ્યક્તિ છે. પરિવાર અને બાળકોનું હંમેશા ધ્યાન રાખ્યું અમીન હાજીએ જણાવ્યું કે તેઓ આમિર ખાનને છેલ્લા 35 વર્ષથી ઓળખે છે. અમીને કહ્યું કે આમિર હંમેશા લગ્નના સંબંધને ગરિમા આપતા આવ્યા છે. ઘણા લોકો એક સંબંધ તૂટ્યા પછી નિરાશ થઈ જાય છે, પરંતુ આમિર એવા નથી. લોકો અવારનવાર તેમની પર્સનલ લાઈફ વિશે વાતો કરે છે, પરંતુ તે એ નથી જોતા કે તે કેટલા ઈમાનદાર રહ્યા છે. જીવનમાં આગળ વધ્યા પછી પણ તેણે હંમેશા પોતાના પાછલા પરિવાર અને બાળકોનું પૂરું ધ્યાન રાખ્યું છે. બહુ ઓછા લોકો આ વાત સ્વીકારે છે. ‘દિલ તૂટવા પર આમિરને રડતા જોયા છે’ આમિરને એક અત્યંત ભાવુક વ્યક્તિ ગણાવતા અમીને કહ્યું કે તેણે આમિરને દિલ તૂટ્યા પછી વિખેરાઈ જતા જોયા છે. તે કહે છે કે લોકો ઘણા વર્ષો પછી ફરીથી પ્રેમ મળવા પર મજાક ઉડાવે છે, પરંતુ 15 વર્ષનો સમય ખૂબ લાંબો હોય છે. મેં તેને રડતા જોયા છે. બહારથી સંબંધો જેટલા સરળ લાગે છે, તેટલા હોતા નથી. જ્યારે કોઈ લગ્ન તૂટે છે, ત્યારે તેના માટે કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. આમિર ખાન પોતે પણ આપી ચૂક્યો છે સ્પષ્ટતા આમિર ખાને સોશિયલ મીડિયા પર લવ જેહાદના બ્રાન્ડ એમ્બેસેડર કહેવા પર પોતે પણ સ્પષ્ટતા કરી છે. વેબસાઇટ રેડિફ સાથેની વાતચીતમાં આમિરે કહ્યું- મારા ત્રણેય લગ્નમાં કોઈ પણ પત્નીએ ધર્મ પરિવર્તન કર્યું નથી, કારણ કે લગ્ન સિવિલ મેરેજ હતા. ત્રીજી પત્ની ગૌરી હિંદુ નથી પણ ખ્રિસ્તી છે. આમિરે કહ્યું- મારી દીકરી ઇરાના લગ્ન એક હિંદુ સાથે થયા છે. મારી બંને બહેનો નિખત ખાન અને ફરહત ખાનના પતિ પણ હિંદુ છે. કઝિન મન્સૂરના લગ્ન એક ખ્રિસ્તી સાથે થયા છે. આમિરે 5 જુલાઈએ ત્રીજા લગ્ન કર્યા હતા બોલિવૂડનો 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાન હાલમાં ત્રીજા લગ્નના કારણે ચર્ચામાં છે. 61 વર્ષના એક્ટરે 25 વર્ષ જૂની મિત્ર ગૌરી સ્પ્રેટ સાથે રજિસ્ટર મેરેજ કર્યા છે. તેવામાં સોશિયલ મીડિયા પર આમિર ખાનને લવ જેહાદનો બ્રાન્ડ એમ્બેસેડર કહેવામાં આવી રહ્યો છે. વિવાદ વધતા આમિરે આ આરોપો પર સ્પષ્ટતા કરી છે. આખી ખબર અહીં વાંચો… આમિરના લગ્નની તસવીરો …
    Click here to Read More
    Previous Article
    'મેં વાપસ આઉંગા'ની સક્સેસ પાર્ટી:બોબી દેઓલ, અનન્યા પાંડે-દિયા મિર્ઝા સહિત અનેક સેલેબ્સ પહોંચ્યા; ઇમ્તિયાઝ અલીની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
    Next Article
    હાથી, અખાડા અને ભજન મંડળીની ધૂમ:અમિત શાહે મંગળા આરતી કરી, CMએ પહિંદવિધિ કરી, 149ની નાથની રથયાત્રાના મનમોહી લે એવા દૃશ્ય, ડ્રોન VIDEO

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment