Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાળંગપુરમાં હનુમાનજીને રથયાત્રા થીમનો દિવ્ય શણગાર:અષાઢી બીજે 'જય જગન્નાથ'ના નાદથી મંદિર ગુંજ્યું

    8 hours ago

    અષાઢી બીજ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પવિત્ર અવસરે સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીની મૂર્તિને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની થીમ પર શણગારવામાં આવી હતી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગે દાદાને કઠોળ અને જાંબુનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. સમગ્ર મંદિર પરિસર 'જય જગન્નાથ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. તેમણે દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રથયાત્રા પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓને ભક્તોએ આવકારી હતી.
    Click here to Read More
    Previous Article
    રથયાત્રા રૂટના ભયજનક મકાનો પર લોકો હાજર, કોર્પોરેશનના કર્મચારી ગાયબ:પોલીસની ધીમી કામગીરીથી ગોકળગાયની ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા, ખાડિયામાંથી પસાર થયા હાથી
    Next Article
    વેરાવળ-સોમનાથમાં લાંબા વિરામ બાદ મેઘમહેર:વહેલી સવારથી વરસાદ, ખેડૂતોને રાહત, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment