Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેક બાઉન્સના ખાનગી કેસો હવે રેગ્યુલર કોર્ટમાં ચાલશે:ચેક બાઉન્સની સ્પેશિયલ કોર્ટોમાં કેસોના અસાધારણ ભરાવા અને લાંબી પેન્ડન્સીનો ઉકેલ લાવવા નિર્ણય

    1 day ago

    અમદાવાદ શહેરની નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની સ્પેશિયલ કોર્ટોમાં કેસોના અસાધારણ ભરાવા અને લાંબી પેન્ડન્સીનો ઉકેલ લાવવા માટે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા વહીવટી ફેરફાર કરતો ઓફિસ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. આગામી 1 ઓગસ્ટ, 2026થી ચેક બાઉન્સના તમામ ખાનગી કેસો સ્પેશિયલ કોર્ટમાંથી પાછા ખેંચીને ઘીકાંટા સ્થિત સંબંધિત રેગ્યુલર ક્રિમિનલ કોર્ટોમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કરાયો છે. જોકે, બેંકો અને નાણાકીય સંસ્થાઓના કેસો યથાવત રીતે સ્પેશિયલ કોર્ટમાં જ ચાલશે. કેસોનો ઝડપી નિકાલ આવે તે માટે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે નિર્ણય લીધો ઓફિસ ઓર્ડર અનુસાર ચેક બાઉન્સના કેસો માટે કાર્યરત સ્પેશિયલ કોર્ટ નંબર 27થી 54 પાસે અત્યાર સુધી સંસ્થાગત અને ખાનગી એમ બંને પ્રકારની ફરિયાદો ચાલતી હતી. બેંકો અને મોટી ફાયનાન્સ કંપનીઓના કેસોની સંખ્યા લાખોમાં હોવાથી ખાનગી ફરિયાદોના નિકાલમાં વિલંબ થતો હતો. ન્યાયિક સંસાધનોનો યોગ્ય ઉપયોગ થાય અને કેસોનો ઝડપી નિકાલ આવે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 13(2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ નિર્ણય લીધો છે. આ અંગે અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન દ્વારા ગત 30 જૂનના રોજ એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. નવા આદેશ મુજબ 1 ઓગસ્ટ, 2026થી ચેક બાઉન્સની કોઈપણ નવી ખાનગી ફરિયાદ સ્પેશિયલ કોર્ટમાં સ્વીકારવામાં આવશે નહીં. તેના બદલે જે-તે પોલીસ સ્ટેશનના પ્રાદેશિક અધિકારક્ષેત્ર મુજબ ઘીકાંટા ખાતેની રેગ્યુલર કોર્ટમાં જ નવી ફરિયાદો દાખલ કરવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    ‘Not difficult to emulate Indore’: Bombay HC asks BMC chief to fix ward officers’ accountability over garbage on Mumbai streets
    Next Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસે બીલીમોરામાં સેવાકાર્ય:ભાજપ મહિલા મોરચાએ હોસ્પિટલમાં દર્દીઓને ફળ-બિસ્કિટનું વિતરણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment