Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભયમની ટીમે મહિલાને આપઘાત કરતા બચાવી:પતિ અને સાસુના અપમાનજનક વર્તનથી કંટાળી ગઈ, માસી સાસુના પુત્રએ દારૂના નશામાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો

    1 day ago

    વડોદરાના બાપોદ વિસ્તારમાં પારિવારિક તણાવથી કંટાળેલી પરિણીતાએ નેશનલ હાઇવે પર પહોંચી આત્મહત્યા કરવા પહોંચી ગઈ હતી. જોકે, અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસર સ્થળ પર પહોંચી મહિલાને સુરક્ષિત બચાવી કાઉન્સેલિંગ કર્યું હતું. માસી સાસુના પુત્રએ દારૂના નશામાં મહિલા પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાની રજૂઆતના આધારે તેને કાયદેસરની કાર્યવાહી માટે નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. અભયમ મહિલા હેલ્પલાઇનને મળેલી માહિતીના આધારે અભયમની ટીમ બાપોદ વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં પરિણીતા નેશનલ હાઇવે પર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી. અભયમની ટીમે તાત્કાલિક તેને રોકીને મહિલાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, તેના પ્રેમલગ્નને 12 વર્ષ થયા છે અને તેને બે દીકરીઓ છે. છેલ્લા કેટલાક સમયથી પતિ અને સાસુ દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવતું હોવાથી તે માનસિક રીતે તૂટી ગઈ હતી. મહિલાના જણાવ્યા મુજબ, પતિ તેની વાત સાંભળતા નહોતા અને તેને પૂરતો સહકાર પણ આપતા નથી. મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, સાસુ ઘરમાં સગા-સંબંધીઓના યુવકોને રાખે છે અને ઘરનાં વિવિધ કામ તેની પાસે કરાવવામાં આવે છે. તેમજ પતિની ગેરહાજરી દરમિયાન માસી સાસુના પુત્રએ દારૂના નશામાં તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી અભયમની ટીમ મહિલાને તેના સાસરીયામાં લઈ ગઈ હતી. તે સમયે પતિ બહાર ગયાનું જાણવા મળ્યું હતું. મહિલાએ સાસુ દ્વારા તેના ચારિત્ર્ય અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ મહિલાએ સાસરી પક્ષ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ઇચ્છા વ્યક્ત કરતા અભયમની ટીમે તેને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ફરિયાદ નોંધાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ટીમની સમયસરની કામગીરીને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    દેશનું સૌથી પહેલું પાર્સલ સુરતથી લંડન જવા રવાના:ભારત-UK ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આજથી લાગુ,ડ્યુટી 4%માંથી સીધી શૂન્ય, હવે વાયા UAE-હોંગકોંગનો લાંબો રૂટ બંધ
    Next Article
    Woman Strangled To Death By Husband In UP, Police Case Filed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment